in ,

યૌવનની સમસ્યા

ના ના, તમે હમણાં જે વિચાર્યું એવી પોસ્ટ નથી આ.

પણ હા, છેલ્લા કેટલાક સમયથી મિત્રો-સખીઓ ના એમના રીલેશનભગ્ન ના કારણો એમના દ્વારા જાણ્યા છે અને ત્યાર પછીની એમની મનોદશા જોઈ છે ત્યારે થયું કે સમાજ ને એક દિશા દેખાડનાર ની જરૂર છે. તો આ રહ્યા વિશાલબાબા ના “ટોપ 5” સૂચનો. અમલ કરો ખુશ રહો.

1) ઘણા કહેતા હોય છે કે પેલો કે પેલી એ એને ફસાવ્યો છે બાકી મારી બકુડી કે મારો બકો તો મારો જ હતો/તી. પેલો/લી જ બહુ ચાલાક છે. તો આવા સર્વ મહાનુભાવો ને માત્ર એટલું જ કહી શકું કે શ્રીમાન આપ “&*&^%^&” હે. તારો બકો/કી તે કઈ નાના બાળક છે કે કોઈના ભરાવા થી ભેરવાઈ જાય? પ્રેમ ની પટ્ટી ઉતાર, હકીકત ની હવા ખા અને સ્વીકાર કર કે એની મરજી વિના સામેવાળી વ્યક્તિ એની સાથે સંબંધ તો ઠીક વાત પણ ના કરી શકે. તો દોષ ત્રીજી વ્યક્તિને નહિ આપવો. કાં તો તમારા જ સંબંધ માં કૈક ખામી રહી હોવી જોઈએ કે ત્રીજી વ્યક્તિ માટે જગ્યા થઇ અથવા તો તમે પસંદ કરેલી વ્યક્તિ જ ખોટી હતી જેને ત્રીજી વ્યક્તિ ને જગ્યા કરી આપી. ultimately ખામી તમારા સંબંધની બાકી અન્યને તો ગમે તો પ્રયત્ન કરે એમાં એનો શું વાંક? વાંક તો તારા બકા કે બકી નો જે એને ભાવ આપે.

2) કોઈની exit થી આપણું existenceપૂરું નથી થઇ જતું. કોઈ પણ સંબંધ ના અંતે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાતું પહેલું વાક્ય હોય છે “હવે તો જીવન માં જીવવા જેવું કઈ રહ્યું જ નથી.” કેમ? જે તે વ્યક્તિ ના આવ્યા પહેલા તમે નહોતા જીવતા? દિમાગ ની નસ ખેચ્યા વિના હજી હમણાં હમણા તો એક સંબંધ નો અંત થયો છે તો થોડી કળ વળવા દો. સમય ને પણ સમય આપો.સમય દરેક જખમ ની શ્રેષ્ઠ દવા છે. સમય જશે એમ જીવવાના બીજા કારણો પણ મળશે જ.આમ ઉતાવળિયા ના બનો મારા લાલ.

3) “એને મારી લાઈફ બગાડી નાખી.” તારી ભલી થાય ચમના/ની. એવી તે કેમની કોઈ બીજાની લાઈફ ની મેથી મારી શકે? આપણી લાઈફ બગાડવી કે સુધારવી આપણા જ હાથ માં છે.કોઈ બીજું એને માટે કદી પણ જિમ્મેદાર ના હોય શકે. arrange marriage પછી જાણ થાય કે ખોટું પાત્ર આવ્યું છે અને એવા કેસમાં માં-બાપ ને દોષ દેનારને પણ આ વાક્ય લાગુ પડે છે.માં-બાપ ને દોષ દેતી વખતે એ ના ભૂલો કે એ તો ખાલી શોધીને લાવ્યા’તા(એમ કહો કે આંગળી ચીંધી હતી.) અંતિમ મુહર તો તમે જ મારી હતી.[widgets_on_pages id=”1″]

4) હવે આ જરા સીરીયસ વાત છે. સમાજ શું કહેશે? કોઈકે કહ્યું છે ને “સબસે બડા રોગ,ક્યાં કહેંગે લોગ?” સમાજ માં કેટલાય લગ્નો માત્ર ને માત્ર એ કારણે ટક્યા હોય છે કે છુટા પડી જઈશું તો સમાજ શું કહેશે? એની તો હમણાં કહું. સમાજ જે કહેશે તે પણ સમાજ ક્યારેય તમારા દુખ માં ભાગીદાર થવા નહિ આવે એને પંચાત કરાવી ગમે છે અને પંચાત કરતો રહેશે. જીવન તમારું છે તો લોકો નું વિચારીને તમારે કેમ સહન કરવું? હા ઉતાવળિયો નિર્ણય નહિ લેવો. સંબંધ શક્ય તેટલા પ્રયત્નો કરીને બચાવી લેવા પ્રયત્નો કરવા પણ જો છુટા પડવું જ એકમાત્ર solution દેખાતું હોય તો અચકાવું નહિ સમાજ ના ડર થી. સમાજ ગયો તેલ લેવા.

5) આ પણ એટલી જ મહત્વ ની વાત છે જરા ધ્યાન દેજો. (હા આખી પોસ્ટ જ મહત્વ ની છે એ વાત પણ સાચી). જરૂરી નથી સંબંધ નો અંત કોઈ એક વ્યક્તિ ખરાબ/ખોટી હોય અથવા બંને વ્યક્તિ ખરાબ કે ખોટી હોય એટલે જ થાય.ના તો એવું જરૂરી છે કે બેમાંથી એક વ્યક્તિ નો વાંક હોય જ. ઘણી વખત બંને વ્યક્તિ સારી હોય છતાં એકબીજા સાથે સારી રીતે ના રહી શકે એટલે પણ સંબંધ નો અંત થાય. હવે બંને વ્યક્તિ સારી જ હોય તો છુટા કેમ પડવું એવું પૂછશો તમે હે ને? તો જનાબ કેટલીક વખત શોખ અને અંગત પસંદગી જુદી હોય જેમાંથી અમુક માં compromise શક્ય ના હોય એવું પણ બને. તો આવા કેસ માં કોઈને દોશી ના ઠેરવી દેવાય. અને જે તે વ્યક્તિ એ પણ એમ જ કહેવું જોઈએ કે “we tried but it didn’t work well” simple.બીજા ને લોકો ની નજરો માં નીચા દેખાડવાનો શું મતલબ? અને મિત્રોએ પણ એ તો એવો જ હતો/તી કહીને પ્રોત્સાહન નહિ આપવું.

વિશાલવાણી:સંબંધ મિત્રભાવ થી કેળવવો જોઈએ અને ટકાવવો જોઈએ, જયારે જયારે સંબંધમાં માલિકીભાવ પ્રગટે છે ત્યારે ત્યારે અંત નિશ્ચિત થાય છે.

ટિપ્પણી

ગુજરાતી દંપતીએ ફ્લોરિડાની યુનિવર્સિટીને આપ્યું 200 મિલિયન ડોલરનું દાન

એ પણ મા છે ને ?