in

મહેસાણામાં યુવકને ટીકટોક પર વીડિયો બનાવો પડ્યો ભારે, બધાની વચ્ચે માર મારી મૂછો કઢાવી માફી મંગાવી

હમણાં માણસોને ટીકટોકનું જબરું ઘેલું લાગ્યું છે. લોકો ટીકટોકમાં વીડિયો મૂકવા માટે શું શું પ્રયત્ન નથી કરતા, ત્યારે આજે ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક ગામમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના કોઠાસણ ગામના યુવકે ટીકટોક પર મુછો ફેરવતો વીડિયો તેના એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

આ વીડિયો અપલોડ કર્યા પછી ગામના જ 6 યુવકોએ ટીકટોકમાં વીડિયો પોસ્ટ કરનાર યુવકને માર મારીને મૂછ કપાવી માફી મંગાવી હોવાની ઘટના જોવા મળી રહી છે. આ ઘટના બન્યા પછી આખો મામલો સતલાસણા પોલીસ મથકે પહોંચ્યો છે. બીજી બાજુ પોલીસે પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ ઘટના બાબતે મળેલ માહિતી અનુસાર, મહેસાણાના કોઠાસણા ગામે સંજય પરમાર નામના યુવકે ટીકટોક પર લોકગાયિકા ગીતા રબારીના રાંણા તો ફરવાના ગીત સાથે તેનો મુછો ફેરવતો વીડિયો ટીકટોકમાં મુક્યો હતો. આ વીડિયો પોસ્ટ થયા પછી ગામના કેટલાક યુવકો તેની પાસે આવ્યા હતા. અને આવો વીડિયો કેમ મૂક્યો કરી ઝઘડો કર્યો હતો. ઝઘડાએ ઉગ્ર રૂપ ઘારણ કરી લેતા ગામના 6 યુવકોએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરનારને ઢોરમાર માર્યો હતો. ત્યારપછી તેની મુછો કપાવી તેમની માફી માંગવા કહ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં સતલાસણા પોલીસનો કાફલો ગામે દોડી જઇ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અંગે પોલીસે પરમાર સંજયની ફરિયાદ આધારે ગામના 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં તો સમગ્ર મામલો થાળે પડી ગયો છે. બીજી બાજુ પોલીસે આ ઘટનામાં ગામના 6 લોકોને પકડવા તપાસ કામગીરી શરૂ કરી દીધી છે.

ટિપ્પણી

કિયારા અડવાણીએ ફેમસ ફેશન મેગેઝિન માટે કરાવ્યા સુંદર ફોટોશૂટ, લોકોના ઉડી ગયા હોશ

ફિલ્મ તો આજે હીટ રહી પણ આજે સમગ્ર દેશ મને આ વાતથી ટોકી રહ્યો છે, હવે અક્ષય કુમારે કંટાળીને લીધું આ પગલું