રહસ્ય અને રોમાંચ થી ભરપૂર છે ભારત ની આ ગુફાઓ, આ ગુફાઓ માં જવાથી થઈ જાય છે બધી ઈચ્છાઓ પૂરી

Please log in or register to like posts.
News

દુનિયા માં અજાયબી ની કમી નથી.  કદમ કદમ પર તમને અજાયબી જોવા મળશે. જો ભારત ની વાત કરીએ તો આ વિષય માં ભારત પણ કોઈ દેશ થી ઓછું. ભારતમાં પણ આવી રહસ્યમયી જગ્યાઓ છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી શકે છે. જો તમે રહસ્ય રોમાંચ ના શોખીન છો તો ભારતની કેટલીક એવી જગ્યાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ગયા પછી તમને કંઈક અલગ જોવા નો ચાન્સ મળશે. આજે અમે તમને ભારત ની કેટલીક રહસ્યમય ગુફાઓના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

એકવાર જરૂર જાઓ ભારતની આ રહસ્યમય ગુફાઓમાં :

બોરા ગુફાઓ :

જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વિલિયમ કિંગ જ્યોર્જ એ આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ જિલ્લામાં 1807 મા અરાકુંવેલી ની પાસે અનંત ગીરી પહાડો ની શોધ કરી હતી. આ જગ્યાઓ ઉપર કાર્સ્ટિકચુના પથ્થર થી બનેલી સૌથી ઊંડી ગુફા છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ગુફા ની ઊંડાઈ 80 મીટર છે. આને ભારત ની સૌથી ઊંડી ગુફાઓ માંથી એક માનવામાં આવે છે.

ભીમબેટકા રોક શેલ્ટર :

આ સ્થાન મધ્યપ્રદેશ ના રાયસેન જિલ્લા માં રતપાની વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ની અંદર આવેલું છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ ગુફાઓ પાષાણ કાળ ની બનેલી છે. આ ગુફા ની દિવાલો ઉપર માણસો અને પ્રાણીઓ ની આકૃતીઓ કોતરેલી છે. આને માનવ સભ્યતા નું સૌથી પ્રાચીન ચિન્હો માંથી એક માનવા માં આવે છે. આ ગુફા લગભગ 30 હજાર વર્ષ જૂની છે. આ જગ્યાએ 500 થી વધારે પ્રાકૃતિક ગુફાઓ છે. ભીમ બટેકા ગુફા ની દિવાલો ઉપર યુદ્ધ ની પણ પેઇન્ટિંગ કરવામાં આવેલી છે. આ પેઇન્ટિંગ ની શોધ 1958 મા કરવામાં આવી હતી.

અમરનાથ ગુફા :

અમરનાથ ગુફા બાબા બર્ફાની માટે પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીંયા હજારો ભક્તો ભગવાન શિવ ના દર્શન માટે જાય છે. અહીંયા બરફ થી શિવલિંગ નું જાતે જ નિર્માણ થાય છે. આને ભારતનું સૌથી પવિત્ર ધાર્મિક સ્થળો માંથી એક માનવા માં આવે છે. જમ્મુ-કાશ્મીર માં આવેલી આ ગુફા હિમાલય પહાડીઓ થી ઘેરાયેલ છે. વધારે પડતા સમય માટે આની ઉપર બરફ ની ચાદર ચઢેલી રહે છે.

અંડાવલીગુફા :

આ ગુફા પ્રાચીનકાળ નો સૌથી સુંદર નમૂનો છે. આને વિશ્વકર્મા સ્થાપથીસપણ કહેવામાં આવે છે. આ પ્રાચીન ગુફા આંધ્રપ્રદેશ ના વિજયવાડા થી માત્ર 6 કિલોમીટર દૂર આવેલી છે. આ પ્રાચીન ગુફાઓ ચોથી-પાંચમી સદીની લાગે છે. પત્થરો થી નિર્મિત આ એક જૈન ગુફા હતી.

વૈષ્ણોદેવી :

જમ્મુ-કાશ્મીર માં આવેલી વૈષ્ણોદેવી ની આ ગુફા ધાર્મિક દ્રષ્ટિ થી ઘણી પવિત્ર ગુફા છે. આને ભારત ની સૌથી પ્રાચીન ગુફા પણ માનવામાં આવે છે. આ પ્રમુખ હિન્દુ મંદિરો માંથી શક્તિ ના 52 પીઠો માંથી એક છે. આ પવિત્ર ગુફા ત્રિકુટની પહાડીઓ ઉપર આવેલી છે. અહીંયા માતા વૈષ્ણોદેવી ના દર્શન માટે દર વર્ષે લાખો ભક્તો આવે છે.

ઉદયગિરિ અને ખાંડગિરી ગુફા :

ઉડીસા માં આવેલી આ ગુફા પ્રાકૃતિક અને માનવ નિર્મિત ગુફાઓનું એક અદ્ભુત નમૂનો છે. આ ગુફા નો પોતાનો એક ધાર્મિક મહત્ત્વ પણ છે. આ પ્રસિદ્ધ ગુફા ઉડીસા ની રાજધાની ભુવનેશ્વર ની પાસે આવેલી છે. જાણકારી પ્રમાણે અહીં વધારે પડતી ગુફા જૈન સાધુઓનું ઘર રહી છે. ઉદયગિરિ નો શાબ્દિક અર્થ થાય છે સૂર્યોદય ગુફા. અહિયાં 18ખાંડગિરીગુફાઓ પણ છે, જેનો અર્થ થાય છે તૂટેલી-ફૂટેલી પહાડીઓ.

એલીફન્ટા ગુફાઓ :

મહારાષ્ટ્રના એલિફેંટા આઇલેન્ડપર બનેલી આ ગુફાઓ માનવ દ્વારા નિર્મિત ગુફાઓ છે. અને સિટી ઓફ કેવ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આઈલેન્ડ પર બે પ્રમુખ ગુફાઓ છે. અહીંયા પાંચ હિન્દુ ગુફાઓ છે અને બે બુદ્ધિસ્ટ ગુફાઓ છે. પહાડોને કાપીને આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.