આ છે દુનિયાનું સૌથી ઊંચું ઝરણું…

Please log in or register to like posts.
News

કેટલું રમણીય અને મનમોહક! જરાં જુઓ આ અહેવાલ..

દુનિયામાં એક-એકથી ચઢીયાતા ઝરણા રહેલા છે. વીકેન્ડ પિકનિક પ્લાન કરતી વખતે તમને આવી જગ્યાઓ વધુ આકર્ષિત કરે છે, ઝરણું – લીલોતરી – પહાડ – દરિયો વગેરે. આજે અમે તમને એક એવા જ ઝરણાં માટે કહેવા જઇ રહ્યા છીએ જેને વિશ્વનું સૌથી ઊંચું ઝરણું માનવામાં આવે છે. અહીંયા ફરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સુંદર હોવાની સાથે સાથે આ જગ્યા ભરપૂર નજારાઓથી ભરી પડી છે.

દક્ષિણ અમેરિકા ખંડના વેનેજુઅલા દેશમાં સ્થિત એન્જલ ફોલ દુનિયાનું સૌથી મોટું અને ઊંચું ઝરણું છે. આ ઝરણું આશરે 3,212 ફીટ એટલે કે 976 મીટર લાંબુ છે. આ ઝરણાની નીચે તળેટીમાં તમને જંગલો જોવા મળશે. અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર આ જગ્યા જોઇ ને જ મન પ્રફુલ્લિત થઈ જાય તો ત્યાં જઈને નરી આંખે જોવાથી કેટલો આનંદ આવશે.!! આ ઝરણાંને જોઇને તરત જ મનમાં રોમાંચ પેદા થાય છે.

આ ઝરણાં નું નામ એંજલ કેવી રીતે પડ્યું ખબર..?અમેરિકાના એક એવિએટર જિમી એન્જલ એ આ ઝરણાં ઉપરથી પહેલી વખત ઉડાન ભરી હતી. એટલે પછી થી નામ જ પડી ગયું. 2009માં રાષ્ટ્રપતિ આ ઝરણાનું નામ બદલવાનો આદેશ આપ્યો હતો પરંતુ બાદમાં તેમણે ના પાડી દીધી. આશરે 1 કિ.મી થી પડતી આ ઝરણાની ધાર જોઇને દરેક લોકો રોમાંચિત થઇ જાય છે.

અહીંની સિઝન હંમેશા એક સમાન હોય છે. ઝરણામાંથી પડતું પાણી વરાળ બનીને ફેલાય જાય છે. જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત અહીં જોવા માટે બાગ-બગીચા છે. આ ઝરણાનું પાણી ચુરુન નદીથી નિકળનારી કેરેપ નદીથી આવે છે. ફોટોઝ જોઇ ને જ એમ થાય છે કે આ પ્રકૃતિ કેટલી સુંદર છે…

” દુનિયા ની સૌથી હસીન પરી છે આ પ્રકૃતિ,
અને અમુક માનવી..
એનો વિનાશ કરીને દેખાડે છે એની વિકૃતિ.”

// પ્રતિક એચ. જાની

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.