વિશ્વમાં સૌથી મોટો અરીસો એટલો મોટો છે કે તમે તેને સ્પેસ પરથી જોઈ શકો છ

Please log in or register to like posts.
News

આ અરીસા નું નામ ‘Salar de Uyuni’ છે, વિશ્વની સૌથી મોટી મીઠાની સપાટ જમીન, 4,086 ચોરસ માઇલ (10,582 કિલોમીટર). દર વર્ષે, દક્ષિણપશ્ચિમ બોલિવિયામાં આ અદ્ભુત વન્ડરલેન્ડ પાણીના પાતળા સ્તર પર સર્જાય છે. જ્યારે આવું થાય, ત્યારે તે ગ્રહ પર સૌથી મોટો અરીસામાં પ્રવેશ કરે છે, અને એક અદ્ભૂત, અતિસુંદર અને અકલ્પનિય પ્રતિબિંબ ઉભુ કરે છે જે સાચે સાચ એક અરીસો જ બની જાય છે. તમે આ અદ્ભૂત નજારો જોય શકો છો, આ ફોટોગ્રાફ્સ તાજેતરમાં જ લેવામાં આવ્યા છે.

કુદરતી રીતે સર્જાયેલુ આ પરિણામી લેન્ડસ્કેપ અતિવાસ્તવ છે. જે કોઈ સારા એવા ચિત્રકાર ની કોઈ પણ રચના થી કમ નથી. Salar ઘણા પ્રાગૈતિહાસિક સરોવરો દ્વારા રચાયું છે, જેને સર્જન માં લગભગ 30,000 થી 42,000 વર્ષ લાગ્યા હશે. કેટલાક ફુટ મીઠા દ્વારા આવરી લેવામાં આવેલુ આ Salar de Uyuni સરોવર વર્ષ નાં મોટાભાગના સમય માં શુષ્ક રહે છે, જ્યારે વરસાદ પડે છે અને અહિયાં થોડુ પાણી ભરાય છે તયારે આ અજાયબી બની જાય છે.

પાણી ભરાઈ ગયા બાદ આ સરોવર અથવા ખારો પાટ એટલો સુંદર લાગે છે જાણે આપણે સ્વર્ગ માં પહોચી ગયા હોઇએ. અને ગરમી નાં સમય માં જ્યારે આ જમીન શુષ્ક હોય તયારે એને જોઇને એવું લાગે કે આ પૃથ્વી પરનું નરક જ છે, પણ આપણાં કચ્છના સફેદ રણ ની જેમ તે વધારે ગરમ નથી. તેનું તાપમાન 55 ડિગ્રી ફેરનહીટ (13 º C) થી 70º F (21º F) સુધીનું છે. જ્યારે આ જમીન પર પાણી ભરાય ત્યારે તમે એની પર ચાલી શકો છો, કાર લઇ ને દુર સુધી જઇ શકો છો અને ફૂટબૉલ, રગ્બી જેવી રમતો પણ રમી શકો છો.

આ અતિવાસ્તવ જગ્યા ની એક હકીકત તો એ છે કે તે ગુલાબી ફ્લેમિંગો માટે મુખ્ય પ્રજનન મથક છે. જેવી રીતે ગુજરાતમાં અમદાવાદ પાસે નળ સરોવર માં દર શિયાળામાં હજારો ફલેમીંગો આવે છે અને ઠંડી દરમિયાન ત્યાં રહે છે, તેવી જ રીતે અહિયાં પણ લાખો ફલેમીંગો આવે છે. માળા બનાવે છે અને રહે છે. શું તમે આ સંપૂર્ણ અરીસા પર ફ્લેમિંગોના હજારો ફ્લૉકની કલ્પના કરી શકો છો? તમારે આ નયનરમ્ય દૃશ્ય જોવું છે? હા….

મારી નરી આખે હું પણ આ દૃશ્ય એક દિવસ જોવા માગુ છું.

સંકલન // પ્રતિક એચ. જાની

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.