દુનિયા ગોળ છે

Please log in or register to like posts.
News

   ” દુનિયા ગોળ છે “

દુનિયા ગોળ છે.
લોકો ના ચહેરા પર હવે આનંદ નો ઢોળ છે.
હર એક હસતાં ચહેરા ની પાછળ હવે દુઃખો ની હોડ છે.
દિલ ને બહેલાવવા લોકો કરે અભિનય એ હવે ગોણ છે.
છંતા પણ શુ કરે દુનિયા ગોળ છે……..!!

કોઈ નું દુઃખ ધણુ નાનુ છે, કોઈ નું દુઃખ ધણુ મોટું છે.
અંત અને અનંત ની રાહમાં, મુત્યુ ની હવે હોડ છે.
જીંદગી ના દુઃખો ની ગઠરી લોકો સાથે લઈ ફરે છે.
શુ કરે હવે જીવવું જ છે તો લોકો જીંદગી સાથે લડે છે.
છતાં  શુ કરે દુનિયા ગોળ છે……..!!

નાનાં મોટા દુઃખો ની આગમાં, હવે શરીરો બળે છે.
એકલતા ની આગ લાગે તો, મુત્યુ પણ નાનુ પડે છે.
હવે તો દુનિયા જુઠી લાગી, પાછી નીરસતા એમાં ભળે છે.
જીંદગી થી કંટાળી માણસ હવે જીવતોજ મરે છે.
છતાં શું કરે દુનિયા ગોળ છે…….!!!

ઉજળતાં શહેરો ની હોડમાં, હવે લોકો વશે છે.
હજારો લોકો ની વચમાં, માણસ પોતાને જ શોધતો ફરે છે.
દુનિયા ના દુઃખો થી અજાણ માણસ પોતાને જ દુઃખી ગણે છે.
દુનિયા ના દુઃખો ની ચોપડી કોને કયાં જોવા મળે છે..???
છંતા પણ શું કરે દુનિયા ગોળ છે…….!!

– મુકેશ વાડિલે

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.