પત્નીના પગમા છૂપાયેલા હોય છે પતિના ભવિષ્યના રહસ્યો

Please log in or register to like posts.
News

અહીં છૂપાયેલા છે તમારા ભવિષ્યના રહસ્યો

માનવ શરીર સૃષ્ટિની સૌથી અદ્ભુત રચના છે તથા એના વિશે શાસ્ત્રોમાં આપેલી જાણકારી એનાથી પણ અનોખી છે. આપણા શાસ્ત્રો, પુરાણો અને વેદોએ માનવ જીવનના દરેક સંભવ-અસંભવ પહેલુઓ સુધી પોતાની પહોંચ બનાવી છે. જેના દ્વારા ભવિષ્યના પણ અનેક રહસ્યોની જીણવટથી સમજી શકાય છે. એવા જ એક શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના હાવ-ભાવ, ચહેરો અને શારીરિક બનાવટના આધારે અનેક પહેલુઓની વિસ્તૃત ચર્ચા કરી છે. જે મુજબ સ્ત્રીના પગ એમના પતિના ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તો આવો જાણીએ શું છે તે રહસ્યો.

શાસ્ત્રમાં આપેલી જાણકારી

દરેક સ્ત્રીના પગમાં કોઇ ખાસ નિશાન હોય છે, જે તેના પતિના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. ઉપરાંત પગનો આકાર પણ એ બતાવે છે કે સંબંધિત સ્ત્રીનું દાંપત્ય જીવન કેવું રહેશે. આમ પણ પુરાણોમાં પતિ-પત્નીને એક-બીજાના પૂરક માનવામાં આવ્યા છે. આ વાતના આધારે કહેવામાં આવ્યું છે કે સ્ત્રી હોય કે પુરુષ, એના શરીર પર અમુક એવા નિશાન હોય છે જે તેના જીવનસાથી સાથે જોડાયેલા હોય છે.

પગના તળિયે બનેલું ચક્ર

શાસ્ત્ર મુજબ જો કોઇ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, ધ્વજ કે સ્વાસ્તિકનું નિશાન હોય તો તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજ સુખ પ્રાપ્ત થાય છે. તે રાજાની જેમ જીવન વ્યતીત કરે છે અને તેની પત્નીને રાણીનું સમ્માન પ્રાપ્ત થાય છે.

પગના એક ભાગમાંથી જતી રેખા

જો પગના તળિયેથી આંગળીઓ તરફ રેખા જતી હોય તો તે પતિ માટે શુભ કહેવાય છે. આવી સ્ત્રી પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. એમને જીવનમાં સફળતા અને ખુશી પ્રાપ્ત થાય છે.

અન્ય આંગળીઓથી તર્જની વડી હોય તો

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્ત્રીના પગના અંગુઠાની બાજુવાળી આંગળી એટલે કે તર્જની વડી હોય તેવી સ્ત્રી પતિના ખંભાથી ખંભો મેળવીને સાથે ચાલવામાં માને છે. વિપરીત વિચારો હોવા પર મ્યુચ્યુઅલ સંપ બનાવવા માટે વધુ પ્રયાસો કરવા પડી શકે છે.

આ આંગળી જમીનને ન અડતી હોય તો

શાસ્ત્રો મુજબ જો ચાલતા સમયે સ્ત્રીના પગની કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળી જમીનને સ્પર્શ ન કરતી હોય તો તે નાની ઉંમરે વિધવા થવાના સંકેત છે.

કમળ કે છત્રીનું નિશાન હોય તો

જો કોઇ સ્ત્રીના તળિયામાં કમળ કે છત્રીનું નિશાન હોય તો તેનો પતિ રાજનીતિના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે અને સમાજમાં તેને માન-સમ્માનની સાથે પ્રસિદ્ધિ તથા સમૃદ્ધિ પણ મળશે.

અનામિકા અંગુઠાથી પણ વડી હોય તો

અનામિકા એટલે કે કનિષ્ઠિકા પહેલાની આંગળી જો અંગુઠા અને તર્જનીથી વડી હોય તો એ વાતનો તે એ વાતનો સંકેત આપે છે કે પોતાના પતિની ચિંતાનું હંમેશ માટે કારણ બની શકે છે.

અનામિકાની લંબાઇ

કોઇ સ્ત્રીના પગની વચલી આંગળી અને અનામિકાની લંબાઇ એક સમાન હોય તો એના પતિની આર્થિક સ્થિતિને લઇને હંમેશા સમસ્યા યથાવત રહી શકે છે. જો કે આવી સ્ત્રીને પોતાના સાસરિયામાં સૌની સાથે સારું બનતું હોય છે. પરંતુ પતિ સાથે હંમેશા ટકરાવ થતો રહે છે.

સ્ત્રીના પગની એડી

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઇ સ્ત્રીના પગની એડીગોળ, કોમળ અને આકર્ષક હોય તો તેવી સત્રીને ઉજ્જવળ જીવનશૈલી પ્રાપ્ત થાય છે. આનાથી વિરુદ્ધ પેની એટલે કે એડી મોટી અને મજબૂત હોય તો તે સંઘર્ષો તરફ ઇશારો કરે છે.

પગ પર બેની રેખા

જો પગના તળિયા પર બનેલી રેખા એકદમ સ્પષ્ટ અને કાપા વિનાની હોય તો આ એ વાત તરફ ઇશારો કરે છે કે તે વ્યક્તિનું જીવન કોઇપણ સંઘર્ષ કે ચિંતા વગર ચાલતું રહેશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.