in

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ ગૃહિણીઓને અચાનક જ હસાવી દીધી, ખેડૂતોને રડાવી નાખ્યા

એક સમયે ડુંગળીના ભાવ અચાનક જ આસમાને પોહચી ગયા હતા અને રીટેઈલ રેટ એક કિલોના ભાવ રૂ.૧૫૦ સુધી પહોંચતા ડુંગળી ઉપભોકતાઓને રડાવી નાખ્યા હતા પણ હવે આ ભાવ નીચે ઉતરીને રૂ.૨૦થી ૩૦માં રીટેઈલ ભાવે વેચાવા લાગી છે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં આવકો ખુબજ વધી જતા ભાવ તળિયે જઈ રહ્યા છે અને જે ડુંગળી પેહલા ખેડૂતોએ ઉંચામાં રૂ.૨૨૦૦ સુધીના ભાવે વેચી હતી એ જ ડુંગળી હવે વીસ કીલોના રૂ. ૬૦થી ૪૦૦ સુધીના જ ભાવે નીચે સરકી જતા ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. એમાં યે પંદર દિવસ બાદ મધ્યપ્રદેશના ૧૪ જિલ્લામાં પાક આવી જશે એથી ભાવ વધુ નીચે બેસી જશે અને ખેડૂતોની હાલત કફોડી થઈ જશે. ડુંગળીના જથ્થાબંધ ખરીદનારાઓ જણાવે છે કે એક સમયે રાજકોટ ગોંડલ યાર્ડમાંથી ડુંગળી આખા દેશમાં જતી હતી પણ હવે બધે પાક આવવા લાગતા બજાર ડાઉન થઈ ગયું છે. જો સરકાર નિકાસના પગલા નહી લે તો ખેડૂતોની પરિસ્થિતિ વધુ કફોડી બની જશે.

Advertisements

ડુંગળીના અનેક કિલો તથા વધુ ખરીદદાર પ્રવીણભાઈ કાકડિયાના કહ્યા મુજબ ગોંડલ યાર્ડમાં સફેદ લાલ ડુંગળીની આવક ૫૦ ગાડીની છે રાજકોટમાં ૨૫ ગાડીની છે જયારે ભાવનગરમાં ૩૦૦૦૦ થેલા મહુવામાં ૪૫૦૦૦ થેલાની આવક છે. મહારાષ્ટ્રના ૨૪ યાર્ડમાં હોબેશ આવક થવા લાગી છે. રાજકોટમાં નબળી ડુંગળીના આજના યાર્ડ ભાવ ૬૦થી ૧૫૦, મીડિયમના ભાવ ૧૫૦થી ૨૫૦ અને સારીનો ભાવ ૨૫૦થી ૩૭૦ અને એક એન્ટ્રી રૂ. ૪૦૦ની હતી. જેમાં લાસણગાવ પીપળગાવ યાર્ડમાં હાલ કીલોનો ભાવ ૨૦ થી ૨૧ ચાલે છે જે નીચે આવીને ૧૫ થી ૧૯ સુધીનો હજુ ભાવ થઈ જશે. આવી જ રીતે પંદર દિવસ પછી મધ્યપ્રદેશમાં ૧૪ જિલ્લામાં નવી ડુંગળીની વિપુલ આવકો પ્રાપ્ત થનાર છે. હમણાં મહારાષ્ટ્રમાં રોજના ૬૦૦૦ વાહનો મારફત માલ ઠલવાય છે. આમ સૌરાષ્ટ્રની ડુંગળીની અન્ય રાજયોને જરૂરત નથી. અને સ્થાનિક તાજેતરની માંગ કરતા પુરવઠો વધી ગયો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ટ્વિટર પર રાજકોટ-અમેરિકાના પાનવાળાની કોલ્ડવોર: 15થી ચાલુ કરીને 18000નું પાન! આ કંપનીએ ઉઠાવી લીધો વાંધો

વન-ડે રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનો નં-૧નો તાજ છીનવાઈ ગયો, બેટિંગમાં વિરાટ ટોચના સ્થાને યથાવત્