in

પતિ કરતો હતો હદ થી વધારે પ્રેમ, તો પત્ની કંટાળી ગઈ, એક ઝઘડા માટે તરસી ગઈ, માંગી લીધા છૂટાછેડા

જ્યારે પણ કોઈ છોકરી ના લગ્ન થાય છે તો એ એવું જ ઈચ્છે છે કે એનો પતિ એનાથી ઘણો પ્રેમ કરે, દરેક વાત માને અને એની સાથે કોઈ ઝઘડો ના કરે. તમારા માંથી ઘણી છોકરીઓ એવા જ પતિ ની કલ્પના કરતી હશે. દુબઈ ના  પૂજૈરા માં રહેવા વાળી સ્ત્રી ને આવો પતિ મળ્યો હતો. જ્યાર થી એના લગ્ન થયા હતા ત્યાર થી એક આદર્શ પતિ હતો. ત્યારે પોતાની પત્ની થી ઝઘડો નહોતો કરતો, એનું કહેવું હંમેશા માનતો હતો, ઘણો પ્રેમ આપતો હતો અને વધારે માં વધારે એના ઘર ના કામો માં પણ મદદ કરતો હતો. જોકે સ્ત્રી ને પતિ નો આ પ્રેમ ગમ્યો નહીં. એ પોતાના પતિ ના પ્રેમ થી એટલી હેરાન અને કંટાળી ગઈ કે એનાથી છુટાછેડા માંગી લીધા.

Advertisements

હા તમે બરાબર વાંચી રહ્યા છો. સ્ત્રી પોતાના પતિ થી માત્ર એટલા માટે છૂટાછેડા માગ્યા કારણ કે એનાથી ઘણો પ્રેમ કરતો હતો. વધુ માં એ તો પૂજૈરા ની શરિયા કોર્ટ માં છૂટાછેડા ની અરજી પણ આપી હતી ત્યાં ના એક ન્યુઝ પેપર ‘ખલીજ ટાઈમ્સ’ ના પ્રમાણે સ્ત્રી એ પોતાના હસબન્ડ નો વધારે પ્રેમ સહન નથી કરી શકતી. એ સ્ત્રી એ કોર્ટ ને બતાવ્યું કે “મારો પતિ ક્યારેય મારા ઉપર બૂમો નથી પાડતો અને ક્યારેય ઉદાસ અથવા દુઃખી થવા નથી દેતો. એ ક્યારેક ક્યારેક મારા માટે જમવા નું પણ બનાવે છે અને ઘર ના કામ માં પણ મદદ કરે છે. અમારા લગ્ન ને એક વર્ષ થઈ ગયું, પરંતુ અત્યાર સુધી અમારો ઝઘડો નથી થયો. મને આ પ્રેમ માં ગૂંગળામણ થવા લાગી. હું એક ઝઘડા માટે તરસી ગઈ. આવા રોમેન્ટીક પતિ ની સાથે રહેવું અશક્ય છે. એ હંમેશા મને માફ કરી દે છે. હું એમના થી ઝઘડો કરવા માંગું છું. હું આવ પતિ ની સાથે નથી રહી સકતી જે મારી દરેક વાત માને.”

ત્યાંજ બિચારા પતિ નું કહેવું છે કે એ તો બસ માત્ર એક સારા પતિ બનવા નો પ્રયત્ન કરી રહ્યો હતો. અને એણે કંઈ ખોટું નથી કર્યું. પતિ નો ઉદ્દેશ માત્ર એક પરફેક્ટ હસબન્ડ બનવા નું હતું. એણે કોર્ટ થી અપીલ પણ કરી કે એ પત્ની થી છૂટાછેડા ની અરજી રદ કરી દે. હમણાં તો કોર્ટે બંને હસબન્ડ વાઈફ ને આ સલાહ આપી છે કે વાતચીત કરી પોતાના મતભેદ નો સમાધાન કરી લે.

Advertisements

જ્યારે સોશિયલ મીડિયા પર આ ખબર આવી તો પત્ની નો પક્ષ સાંભળી ને દરેક હેરાન રહી ગયા. દરેક પત્ની આ પ્રકાર ના પતિ મેળવવા માટે કંઈ પણ કરશે પરંતુ આ સ્ત્રી એ પોતાના પતિ ના પ્રેમ થી કંટાળી ગઈ. કદાચ એને આટલા પ્રેમ ની અથવા આટલી સારી લાઈફ ની ટેવ નહીં હોય અને એ પતિ થી ઝઘડો કરી ને જીવન માં થોડો રોમાંચ લાવવા માંગતી હશે. એક બાબત એ પણ છે કે માણસ એક જ પ્રકાર ના ઈમોશન થી કંટાળી જાય છે. પછી એ દુઃખ હોય કે સુખ. અથવા તો પછી એવું પણ હોઈ શકે છે કે એને પોતાના પતિ નું આટલો સ્વીટ બનવું વધારે સારું નહીં લાગતું હોય. તમે આખી બાબત માં શું કહેવા માંગો છો? શું તમને પણ આટલો વધારે પ્રેમ કરવા વાળો આદર્શ પતિ મળશે તો તમે પણ બોર થઈ જશો? પોતાના જવાબ અમને કૉમેન્ટ માં લખી ને જરૂર બતાવો.

ટિપ્પણી
Advertisements

ટ્રાફિક નિયમ તોડવા વાળા પર ઈંડા અને ટામેટા ફેંકે છે આ માણસ, જુઓ વિડિયો

18 દિવસો માં 900 કિલોમીટર પેદલ ચાલી ને અક્ષય થી મળવા પહોંચ્યો ફૈન, શેર કર્યો સાથે ફોટો અને વિડીયો