in ,

જાણી લો નવા ટ્રાફિક રૂલ્સ કે જેમાં આ 7 કારણોસર પણ ફાટી શકે છે મેમો

આપણા દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો એને લગભગ દોઢ મહિના જેટલો સમય પસાર થઇ ગયો છે. ટ્રાફિકના નિયમો એકદમ સખ્ત થઇ ગયા છે અને એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવતી. એટલે લોકો હવે ભારે પડકારો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લાગ્યા છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમારે બધા જ પ્રકારના કાગળો તમારી પાસે રાખવાની જરૂર પડે છે, પણ શું તમને એ ખબર છે કે બધા કાગળો હોય તો પણ તમારું ચલણ કાપી શકાય છે. એના માટે આ 7 કારણો મુખ્ય રીતે ચકાસવામાં આવે છે. જાણી લઈએ મુખ્ય 7 કારણો વિષે :

– ગાડી ચાલકોએ ખાસ રાખવું આ વાતોનું ધ્યાન

Advertisements

– જાણો કેવી ભૂલ માટે થશે કેટલો ફટકારવામાં આવશે દંડ

કારની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવા પર :

જો કારમાં 5 કરતા વધારે લોકોને બેસાડવામાં આવશે તો એના માટે દંડ ફટકારવામાં આવશે. કોઈપણ કારમાં બેઠકોની સંખ્યાથી વધારે લોકો કારમાં બેઠા હશે તો એના માટે પણ મેમો ફાડી શકાય છે. એવી સ્થિતિમાં, વ્યક્તિને 200 રૂપિયાનો મેમો આપવામાં આવી શકે છે.

ગાડીને મોડિફાઈ કરવા બદલ :

Advertisements

એક સમય એવો હતો કે જ્યારે લોકો પોતાની ગાડીને મોડીફાઈ કરાવતા કે જેનાથી એની ગાડી વધુ સારી દેખાય, પરંતુ જો તમે ગાડીના મૂળ સ્વરૂપને એકદમ બદલી દો છો તો એના માટે તમને 15 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. તમારી સાથે સાથે જે તે દુકાનદાર પર પણ આ દંડનો નિયમ લાગૂ પડે છે.

ટ્રાફિક જામ કરવા બદલ :

દરેક સ્થાને ટ્રાફિક જોવા મળતો હોય છે. જો તમે તમારી ગાડી દ્વારા સડક પર ટ્રાફિક જામ કરી રહ્યા હોય તો એવી પરિસ્થિતિમાં તમને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે.

Advertisements

જો કારમાં વાઈપર ના હોય તો :

વરસાદની ઋતુમાં વાઈપર વિનાની કાર હોય તો એનાથી અકસ્માત સર્જાય છે. અકસ્માત ઘટાડવા માટે આ ફરજિયાત ગણવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમો પ્રમાણે જો તમારી કારમાં વાઈપર નથી તો એના માટે તમને 100 રૂપિયાનો દંડ થઈ શકે છે.

જો સાઈડ મિરર ના હોય તો :

જો તમારી ગાડીમાં સાઈડ મિરર નથી તો એ આજે જ લગાવડાવી લો કારણકે જો તમારી ગાડીમાં સાઈડ મિરર નથી અથવા તો પછી તમે મિરર બંધ રાખીને કાર ડ્રાઈવ કરી રહ્યા છો તો એના માટે તમને 100 રૂપિયાનો દંડ થઈ શકે છે.

જોરજોરથી હોર્ન વગાડવા બદલ :

મોટાભાગના લોકો ગાડીમાં મોટા અવાજના હોર્ન લગાવડાવતા હોય છે. આ વસ્તુ ટ્રાફિક નિયમોની વિરુદ્ધ જ છે. એટલે જો તમે આ પ્રકારના હોર્ન વગાડતા પકડાઈ ગયા તો એના માટે તમને 10 હજાર રૂપિયાનો દંડ અને 3 મહીનાની જેલ પણ આવી શકે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

મેદાન ફરી એક વાર ગુંજી ઉઠશે ‘સચિન સચિન’ ના અવાજથી, લારા સહીત અન્ય દિગ્ગ્જો દેખાશે મેદાન પર

ગણેશજી ની કૃપા થી ભાગ્યશાળી રહેશે આ રાશિઓ, સમય તેમજ ભાગ્ય રહેશે સાથે, દુઃખ નો થશે અંત