સીરમને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરાનું રૂખાપન દૂર થઇ જાય છે. બજારમાં ઘણી પ્રકારના સીરમ વેચવામાં આવે છે, કે જે ચેહરાને સુંદર બનાવવામાં કારગર સાબિત થાય છે. જોકે બજારમાં વેચાતા આ સીરમ ઘણા મોંઘા હોય છે અને ઘણા લોકોના બજેટની બહાર હોય છે. જો તમે પણ સીરમનો પ્રયોગ કરવા ઈચ્છો છો તો એ ખરીદવાની જગ્યાએ ખુદ ઘરે જ બનાવી લો. સીરમને ખુબ જ સરળતાથી બનાવી શકાય છે અને એ લગાવવાથી ચહેરાની સુંદરતા વધારી શકાય છે. તો આવો જાણીએ કેવી રીતે ઘરમાં સીરમને તૈયાર કરી શકાય?
કઈ રીતે કરશો આ સીરમ ઘરે તૈયાર ?
ગ્લિસરીનનું સીરમ – આ સીરમ તૈયાર કરવા માટે તમને ગ્લિસરીન , ગુલાબ જળ અને લીંબુના રસની જરૂર પડશે. તમારે ગ્લિસરીનની અંદર ગુલાબજળ અને લીંબુના કેટલાક ટીપા મિક્સ કરી લો અને એને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવી લો. આ સીરમ લગાવવાથી તમારો ચહેરો મુલાયમ થઇ જશે અને ચહેરાનું રૂખાપન યોગ્ય થઇ જશે. તમે આ સીરમને પોતાના હાથો અને પગ પર પણ લગાવી શકો છો.
એલોવેરા જેલનું સીરમ- એલોવેરા જેલ ત્વચા માટે લાભદાયક હોય છે અને એનું સીરમ લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. એ.એલોવેરા સીરમ તૈયાર કરવા માટે તમારે એલોવેરા જેલમાં વિટામિન ઈ ની કેપ્સુલ નાખી દેવી અને યોગ્ય રીતે મિક્સ કરી લેવું. એ પછી આ સીરમ ચહેરા પર લગાવી લો. આ સીરમ રોજ લગાવવાથી ચહેરા પર નિખાર આવશે.
બદામનું સીરમ – બદામમાં વિટામિન ઈ ઉચ્ચ માત્રામાં મળી આવે છે અને બદામના તેલને ત્વચા પર લગાવવાથી ચહેરાની રંગત સાફ થઇ જાય છે. બદામનું સીરમ બનાવવા માટે તમારે કેટલીક બદામ પીસીને તેલ નીકાળી લેવાનું છે. એ સિવાય તમે ઈચ્છો તો બજારમાં વેચાતા બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલમાં થોડું મધ ઉમેરી દેવું અને એને સારી રીતે મિક્સ કરી લો. પછી ચહેરાને પાણીથી સાફ કરી લો અને પછી એ સીરમ લગાવી લેવું.
રોજ રાત્રે સુતા પહેલા આ સીરમ લગાવવાથી તમારા ચહેરાની રંગત સાફ થઇ જશે અને ચહેરા પર નીખાર આવશે. આ સીરમને તમે હાથ અને પગ પણ લગાવી શકો છો.
સીરમ લગાવવા સાથે જોડાયેલી મહત્વની વાતો :
– તમારે આ સીરમ ફક્ત રાતના સમયે જ લગાવવું. કેમ કે દિવસના આ લગાવવાથી ચહેરા પર ધુળમાટી ચોંટી જાય છે. એ કારણથી ચહેરા પર દાણાં નીકળી શકે છે. માટે એ લગાવવાનો યોગ્ય સમય રાતનો જ હોય છે.
– સીરમનો પ્રયોગ કરતા પહેલા ચહેરાને હંમેશા સારી રીતે સાફ કરી લેવો અને એ પછી જ એને લગાવો. જો ચહેરાને સાફ કર્યા વિના સીરમ લગાવવામાં આવે છે તો ચહેરા પર ખીલ નીકળી આવે છે.
– આ સીરમ પોતાના હાથ અને પગ પર લગાવી શકાય છે. એ લગાવવાથી હાથ અને પગ પણ મુલાયમ બની જશે
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.