in

ઓહ ! 3 કિમી દૂરથી પણ તમારું લોહી ચૂસવા આવી શકે છે મચ્છરો , એ પણ એક જ ઉડાણમાં

આપણે શાંતિથી સૂતા હોય અથવા તો શાંતિથી બેઠા હોય અને અચાનક જ કાન પાસે જેવો કર્કશ ગણગણવાનો અવાજ આવે એટલે આપણે એકદમ જ સફાળા મચ્છરને મારવા માટે હાથપગ ચલાવવા લાગતા હોઈએ છે. એક નાનો અમથો મચ્છર વ્યક્તિને કેટલો ડરાવી દે છે એ વાતનું આ ઉદાહરણ છે. પણ શું તમે એ જાણો છો કે લોહી માટે આ મચ્છરો 3 કિમી દૂરથી ઉડીને તમારા સુધી પહોંચી શકે છે અને ફરી વાર પોતાના સ્થાને જઈ પણ શકે છે. મચ્છરોને પોતે પ્રવાસ કરેલો સમગ્ર રોડ યાદ રહેતો હોય છે.

પણ તમને એ ખબર છે કે લોહી માત્ર માદા મચ્છર જ ચૂસે છે અને એના લીધે બીમારી ફેલાય છે. મલેરિયા જેવી બીમારી ફેલવતા Anopheles genus માદા મચ્છર 475 મીટરથી 3.09 કિમી સુધીનું અંતર એક જ ઉડાણમાં કાપી લેતા હોય છે. જુદા જુદા મચ્છરોના પ્રકાર પર નિર્ભર કરતું હોય છે કે એ કેટલું ઉડી શકે. જેમ કે ચિકનગુનિયા અને ઝિકા વાયરસ માટે જવાબદાર Aedes aegypti પ્રકારના મચ્છર એક ઉડાણમાં 330 મીટર જેટલું જ ઉડી શકે છે. જ્યારે આ પ્રજાતીના બીજા મચ્છરોની વાત કરીયે તો એડીસ એલબોપિક્ટસ Aedes albopictus 676 મીટર જેટલું જ ઉડી શકે છે.

Advertisements

આ માહિતી AMCના એન્ટોમોલોજિસ્ટ્સ દ્વારા જ્યારે મચ્છરોની બ્રિડિંગ સાઇટ્સ અને રેસિડેન્સિયલ એરિયા વચ્ચેના અંતરને મેપ કરતા સમયે સામે આવી હતી. તમને એ વાત જાણીને આશ્ચર્ય જરૂર થશે કે આ મચ્છરો કઈ રીતે ઉડીને પોતાના ખોરાક સુધી પહોંચ્યા છે એ એમને ખુબ જ સારી રીતે યાદ રહે છે અને એમણે ક્યા પ્રકારનું લોહી પીધું હતું એ પણ તેમને સારી રીતે યાદ રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે અમે શહેરમાં મેલેરિયાના કેસ અને જુદા જુદા વિસ્તારોમાં મચ્છરોની ડેન્સિટી વિષે અભ્યાસ કરી રહ્યા છીએ.

એ વાત મહત્વની છે કે છેલ્લા બે અઠવાડિયામાં અમદાવાદમાં મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેના લીધે કોર્પોરેશને અલગ અલગ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવાનો અને ફોગિંગ મશિનથી ફોગિંગ કરવાનું કાર્ય ચાલુ કરી દીધું છે. છેલ્લા એક મહિનામાં તો મચ્છરોના ઉપદ્રવને લઈને શહેરના નાગરિકો દ્વારા કુલ 3868 જેટલી ફરિયાદો મળી છે અને એમાં મોટાભાગની ફરિયાદો શહેરના વેસ્ટ ઝોન એટલે કે નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, નવા વાડજ, એલિસબ્રિજ અને સ્ટેડિયમ વિસ્તારમાંથી મળેલ છે.

ટિપ્પણી
Advertisements

કરીનાએ કાંઈ એમજ પરણેલા સૈફ સાથે લગ્ન નથી કર્યા, લગ્ન સમયે રાખી હતી એક એવી શરત …

સવારમાં સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરાથી ધાર્મિક સાથે સ્વાસ્થ્યને પણ પ્રાપ્ત થાય છે લાભ