in

કેટલીક જોડીઓથી ફિલ્મો થઇ હતી ખુબ જ હિટ, પણ કદાચ ક્યારેય કામ કરશે નહિ આ 5 જોડીઓ

ફિલ્મોમાં પડદા ઉપર ઘણી જોડીઓ એવી બનતી હોય છે કે જેનાથી લોકોનું દિલ જીત્યું હતું અને તેઓની કેમેસ્ટ્રી પણ દર્શકોના દિલમાં વસી ગઈ હતી. એમ જોવા જઇયે તો તેઓએ ઘણી વાર સાથે કામ કર્યું હતું અને અફેયરને લીધે અને પાછળથી વિવાદને કારણે તેમના સંબંધ બગડી ગયા હતા. એમાં કેટલીક જોડીઓ એવી છે જે પડદા પર ખુબ જ પસંદ થઇ હતી, તેઓ પડદા પર ખુબ જ સારું કામ કર્યું હતું પણ હવે કદાચ ક્યારેય તેઓ સાથે કામ કરશે નહિ. તો ચાલો જાણીયે હવે એવી કેટલીક જોડીઓ વિષે જે ખુબ જ હિટ હતી , પણ તેઓ સાથે કામ કરે કે નહિ તેના વિષે કઈ કહી શકાય એમ નથી.

શાહરૂખ – પ્રિયંકા :-

શાહરૂખ અને પ્રિયંકાની જોડીએ ખુબ મોડા બોલીવુડમાં એન્ટ્રી કરી, પણ તે બંનેની એક ફિલ્મ ડોન ખુબ જ પસંદ થઇ હતી. આ ફિલ્મમાં શાહરૂખનું પાત્ર ડોનનું હતું અને પ્રિયંકાનું પાત્ર રોમાંનું હતું. અને આ ફિલ્મ હતી ત્યારે જ શાહરૂખ અને પ્રિયંકાના અફેયરની વાતો ઉડવા લાગી હતી. અને શાહરૂખની પત્ની ગૌરીએ પ્રિયંકાનું નામ શાહરૂખના લીસ્ટમાંથી કાઢી નાખ્યું હતું. ગૌરીના કહેવા મુજ્બ ઋત્વિકની એક્સ વાઈફ સુજેન પણ પ્રિયંકાથી દુર જ રહેતી હતી. એટલે સુધી બન્યું કે તેઓએ ઘણી વાર પ્રિયંકાને ઇગ્નોર પણ કર્યા. હાલમાં જ પ્રિયંકાના લગ્ન થયા અને શાહરૂખ ખાન પણ એમાં આવ્યા ન હતા.

ઋત્વિક-કંગના :-

જો આ બંનેની જોડીની વાત કરવામાં આવે તો બોલીવુડની આ જોડી ઘણી કોન્ટ્રોવર્ષીયલ રહી હતી. આ બંનેએ જોડે ક્રીશ ૩ માં કામ કર્યું હતું અને કાઈટ્સના એક ગીતમાં કંગના એ સ્પેશ્યલ દેખાવ પણ કર્યો હતો. અને તેઓના અફેયરના ઝગડાથી બધાનું ધ્યાન ખેંચાયું હતું અને કંગના દ્વારા ઋત્વિક પર ઘણા બધા આરોપ પણ લગાવાયા હતા. કંગનાએ જણાવ્યું હતું કે ઋત્વિક એ તેની સાથે લગ્ન માટેની વાત કરી હતી અને પછી તે બદલાઈ ગયો હતો. અને બંને વચ્ચે ઘણો વિવાદ થયો હતો. તેમની પણ ફિલ્મ હીટ ગઈ હતી, પણ હવે તેમના ઝગડા જોઈને અઘરું લાગે છે તેઓ સાથે કામ કરે છે કે નહિ.

અક્ષય કુમાર – પ્રિયંકા ચોપડા :-

અક્ષય કુમાર ખિલાડી કુમાર તરીકે ઓળખાય છે અને તેમની એક્શન અને કોમેડી કરતા પણ વધુ તેઓ તેમના અફેયરને માટે ચર્ચામાં રહ્યા હતા . તેમનું નામ જો કોઈની સાથે જોડાયું હોય તો તે છે શિલ્પા અને રવિના ટંડન અને પ્રિયંકા ચોપડા સાથે પણ જોડાયું હતું. અક્ષય અને પ્રિયંકાએ જોડે અંદાજ, વક્ત, એતરાજ જેવી ફિલ્મોમાં એકટિંગ કરી હતી. અને તેમની જોડીમાં બનેલી ફિલ્મો લોકોને ઘણી ગમી હતી, પણ પછી અફેયરના વિવાદને કારણે અક્ષય અને પ્રિયંકાએ ત્યારબાદ આગળ જોડે કામ કર્યું નથી અને હવે કરે એવી શક્યતા પણ નથી.

સલમાન – એશ્વર્યા :-

જો અફેયરની વાત કરીએ તો સૌથી વિવાદ થયો હોય એવી અને સૌથી વધુ પસંદ કરવામાં આવી હોય એવી જોડીની જો વાત કરીયે તો તે છે સલમાન અને એશની જોડી . આ બંનેની એક જબરદસ્ત ફિલ્મ હતી હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મના સેટ પર જ બંને વચ્ચે પ્રેમ ચાલુ થયો હતો. પછી બીજી મુવી હમ તુમ્હારે હે સનમમાં એશ સલમાનની ઓપોઝીટ દેખાઈ હતી. પણ હવે વિવાદને કારણે તેઓ એ હમણાં સાથે કામ નથી કર્યું. હવે તો ઘણી બધી એવી એક્સ જોડી બધું ભૂલીને સાથે કામ કરે  છે, પણ લગભગ હવે સલમાન અને એશ માટે આ શક્ય નહિ થાય.

શાહિદ – કરીના :-

એક સમય એવો હતો જયારે આ બંને દો જિસ્મ ઓર એક જાન ની જેમ રહેતા હતા અને તેઓના રસ્તા ઘણા સમય પહેલા જ અલગ થઇ ગયા છે. હવે બન્નેના લગ્ન પણ થઇ ગયા છે અને તેઓ પોતાના બાળકો સાથે ખુબ જ સુખી રીતે જીવે છે. જો જોવા જઇયે તો તો શાહિદનું નામ પ્રિયંકા સાથે પણ જોડાયું હતું, પણ બીજું બધું પહેલાનું ભૂલીને તે પ્રિયંકાના રીસેપ્શનમાં પહોચી ગયા હતા, પણ શાહિદ હજી પણ કરીનાથી તો દૂર જ રહે છે. તે બંનેએ જબ વી મેટ મુવી સાથે કરી હતી. અને ફિલ્મ સુપરહિટ થઇ ગઈ હતી. આ બંનેની જોડી ખુબ જ લોકોને ગમી હતી. પણ હવે આ બંને સ્ટાર સાથે મળશે નહિ.

ટિપ્પણી

આજે પણ લોકો સાંઈબાબાના આ પાંચ વચનનું કરે છે પાલન

માસિક રાશિફળઃ ફેબ્રુઆરી 2019, જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં