એવું વાઈ-ફાઈ કે 1 સેકન્ડમાં 3 HD મૂવી થશે ડાઉનલોડ

Please log in or register to like posts.
News

એજન્સી : નવી દિલ્હી

નેધરલેન્ડ્સના સંશોધકોનું કહેવું છે કે એક નવા વાયરલેસ નેટવર્કની મદદથી વાઈ-ફાઈની સ્પીડ 300 ગણી વધારે ઝડપી બની જશે. આ નેટવર્કમાં ઈન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે.

એન્ડહોવેન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર ટોન કૂનને કહ્યું હતું કે હકિકતમાં અમે પ્રકાશના કિરણોનો ઉપયોગ વાયરલેસ રીતે ઈન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે કરી રહ્યા છીએ જ્યાં પ્રત્યેક કિરણ હાઈ-કેપેસિટી ચેનલ તરીકે કામ કરી રહી છે. અહીં કામ ઓપ્ટિકલ ફાઈબર તરીકે થઈ રહ્યું છે પરંતુ ફાઈબરની જરૂર નથી. હાલમાં અમે પ્રત્યેક સેકન્ડે 112GB સુધી ટ્રાન્સફર કરી શકીએ છીએ.

આ 3 ફૂલ લેન્થ એચડી ફિલ્મ જેટલો ડેટા છે જે ફક્ત 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ રહ્યો છે. લાઈટ એન્ટિના અલગ-અલગ એન્ગલ્સ પર ઘણી બધી અદ્રશ્ય વેવલેન્થને રેડિએટ કરે છે. જો યુઝરનો સ્માર્ટફોન કે ટેબલેટ એક એન્ટિનાની સાઈટલાઈનથી દૂર થાય છે તો બીજી સાથે જોડાઈ જાય છે. ઈન્ફ્રારેડ વેવલેન્થ તમારી આંખોમાં નથી જતો તેથી તે સુરક્ષિત છે. આ સિસ્ટમનું મેન્ટેનન્સ અને પાવર યુઝની ચિંતા પણ કરવી પડશે નહીં. પ્રત્યેક યુઝરને તેનું અલગ એન્ટિના મળે છે.

કૂનને કહ્યું હતું કે અમારી ટેકનિકના ઘણા મોટા ફાયદા છે જેમાં યુઝર્સને કેપેસિટી શેર કરવી પડતી નથી તેથી તમારી પાસે અલગ કેપેસિટી હોય છે. આ ઉપરાંત જો તમારે કંઈ ટ્રાન્સફર કરવું હશે તો ફક્ત એક બીમ મળશે જે ખ્યાલ પણ નહીં આવે. તેથી પાવર યુઝ ઘણો ઓછો થશે.

તેમણે કહ્યું હતું કે બીજો ફાયદો એ છે કે પ્રકાશ દિવાલ પાર કરી શકતો નથી. તેનો મતલબ તમારૂ કોમ્યુનિકેશન એટલા રૂમ સુધી જ મર્યાદિત રહેશે રૂમમાં તમે છો. તેથી બહારના હસ્તક્ષેપનો કોઈ સવાલ જ નથી. હાલમાં ટીમ ફંડ એકઠુ કરી રહી છે જેથી આગામી પાંચ વર્ષ સુધી આ ટેકનોલોજીને વિસ્તારી શકાય.

સ્તોત્ર: નવગુજરાત સમય

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.