in

શહીદ મેજરના વાઈફ આર્મીમાં જઈને લેફ્ટનન્ટ બનીને પતિને શ્રદ્ધાંજલિ આપવાના છે

શહીદની વાઈફ જશે આર્મીમાં

મુંબઈઃ ‘મારા પતિ હંમેશા મને ખુશ અને હસતા જોવા ઈચ્છતા હતા અને માટેજ મેં આર્મીમાં જવાનું પસંદ કર્યું.’ આ વાત જણાવી રહ્યા છે શહીદ થયેલા મેજર પ્રસાદ મહાદિકના પત્ની ગૌરી મહાદિક. ગૌરીએ એસએસબીની પરીક્ષામાં ટોપ કર્યું છે અને હવે તે સેનાનો યુનિફોર્મ પહેરીને આપણા દેશના તિરંગાનું સન્માન વધારવા માટે રેડી છે.

પરીક્ષામાં આવી છે ટોપ

આર્મી મેજર પ્રસાદ મહાદિકનું અરુણાચલ પ્રદેશના તવાંગમાં પોસ્ટિંગ થયું હતું , અને ડિસેમ્બર 2017માં એક ઉગ્રવાદીઓનો હુમલો થયો હતો એમાં તે શહીદ થયા હતા. પછી તેમના પત્ની ગૌરીએ એસએસબી દ્વારા શહીદોની વિધવાઓ માટે જે ખાસ પરીક્ષા યોજાયી હતી એમાં તેઓ ટોપ થયા હતા. વધુ માહિતિ આપતા ગૌરી જણાવી રહ્યા છે, ‘ પતિ શહીદ થયા તેના 10 દિવસ પછી જ હું એમ વિચારી રહી હતી કે હવે મારે શું કરવું જોઈએ? ત્યારબાદ મેં મારા પતિ માટે કંઈક કરવું છે એવું વિચાર્યું અને એક લક્ષ્ય બનાવ્યું છે કે સેનાને જોઈન કરવી છે.’

એ જ એકેડમીમાં જશે જ્યાં લીધી હતી તેના પતિએ ટ્રેનિંગ

ગૌરી જણાવે છે , ‘ પોતે આ નક્કી કરી લીધું હતું કે પતિનો જ યુનિફોર્મ અને સ્ટાર્સ પહેરીશ. હવે અમારા બંનેનો યુનિફોર્મ હશે. હવે ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઇ લીધી છે પછી આવતા વર્ષે હું લેફ્ટનન્ટ તરીકે આર્મી જોઈન કરી લઈશ. મેં પણ એ જ જગ્યાએ ટ્રેનિંગ લીધી હતી કે જ્યાં મારા પતિએ પણ ટ્રેનિંગ લીધી હતી અને હવે હું પણ તેઓની જેમ જ આટલી અઘરી ટ્રેનિંગમાંથી પસાર થવા માટે તૈયાર જ છું.’

મેજર માઓવાદીના હુમલામાં થયા હતા શહીદ

મેજર પ્રસાદ મહાદિક અને ગૌરીના લગ્ન થયાને માત્ર બે જ વર્ષ થયા હતા અને તેઓ શહીદ થયા હતા. મેજર મહાદિક ભારતીય સેનાની 7મી બિહાર રેજિમેન્ટના અધિકારી હતા. તેમને ભારત-ચીન બોર્ડર પાસે તવાંગમાં પોસ્ટિંગ મળ્યું હતું, અને 30 મી ડિસેમ્બર 2017 ના રોજ માઓવાદીઓની થયેલી ફાયરિંગમાં તેઓ શહીદ થયા હતા. સવારમાં 6 વાગ્યે તેમના બેરક પર ગોળીબારી ચાલુ થઈ ચુકી હતી.

તેનો અને તેના શહીદ પતિનો જોરદાર થયો છે સંયોગ

ગૌરી પોતાના શહીદ પતિ જોડે કેટલીક ખાસ એવી વાતો જણાવી છે કે જે ખાસ તેમના પતિ જોડે મેચ થાય છે. તેઓ જણાવે છે કે, ભોપાલ અને અલાહાબાદમાં જયારે તેમની પરીક્ષા થઇ હતી એમાં મને ચેસ્ટ નંબર 28 મળ્યો હતો , મારા પતિએ પણ આ જ નંબર મેળવ્યો હતો. આ સિવાય મેડિકલ ટેસ્ટમાં પણ મેં 45 ચેસ્ટ નંબર મેળવ્યો અને , મારા પતિની જન્મ તારીખ 9 (4+5) છે. માટે તેઓ સાચે જ મારા માટે ખુબ જ લકી છે અને હંમેશા મને એવો જ અનુભવ થાય છ કે તેઓ મારી જોડે જ છે.

ટિપ્પણી

હવે લોન્ચ થઇ ગયો છે 5 કેમેરાવાળો સ્માર્ટફોન , જાણીયે શું છે તેની કિંમત ?

આખા વિશ્વમાં 4 નંબરની તાકાતવર સેના એટલે ઇન્ડિયન એરફોર્સ , શું તમે એની તાકાત વિષે જાણો છો ?