in

કેમ રિલાયન્સ જિયો પરથી વાત કરવા ચૂકવવા પડશે પૈસા ? જાણવા મળી નવી જ વાત

હવે રિલાયન્સ જિયોથી અન્ય ટેલિકોમ નેટવર્ક્સ પર કોલિંગ ફ્રી નથી થઇ રહ્યા અને એ સાથે જ બીજા પણ કેટલાક મોટા એનાઉન્સમેન્ટ કંપનીની તરફથી કરવામાં આવ્યા છે. હવેથી જિયો યુઝર્સ સિવાયના બાકી નેટવર્કસ પર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચૂકવવા પડશે. અત્યાર સુધી તો જિયોમાં યુઝર્સને માત્ર ડેટા માટે જ રિચાર્જ કરાવવું પડતું હતું,અને એમાં એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ પણ યુઝર્સને ફ્રીમાં મળતો હતો. તો હવે જિયો પાસેથી બાકી નેટવર્ક્સ પર કોલિંગ કરવા માટે તમને અલગથી IUC ટોપ-અપ રીચાર્જ કરાવવું પડશે. કેમ હવે જિયોમાંથી અનલિમિટેડ કોલિંગ ફ્રીમાં નહીં થાય? અને એનાથી તમને શું અસર થશે? તો ચાલો જણાવી દઈએ એના વિષે ખાસ વાતો.

શું છે IUC?

ઇન્ટરકનેક્ટ યુજેસ ચાર્જ એટલે કે આઇયૂસી (IUC)જ જિયોના કોલિંગ તમામ નેટવર્ક્સની સાથે ફ્રી ના રહેવાના લીધે બન્યું છે. જો કે વાત એવી છે કે એક ટેલિકોમ નેટવર્ક્સથી બીજા નેટવર્ક પર કોલિંગ માટે ટ્રાઇ તરફથી નક્કી કરવામાં આવેલી એક દરની ચૂકવણી કંપનીઓએ કરવી પડતી હોય છે. જેના દ્વારા નેટવર્કથી બીજા નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરી શકાતો હોય છે, તેને બીજા નેટવર્કને આ આઇયુસી ફી આપવી પડે છે. દાખલા તરીકે જો કોઈ એરટેલ ગ્રાહક છે અને એણે કોઇ જિયો ગ્રાહકને કોલ કર્યો છે તો એરટેલ જિયોને તેના માટે આઇયુસી ચાર્જ આપશે. એ જ પ્રમાણે જિયોના ગ્રાહક તરફથી જો એરટેલના નંબર પર આઉટગોઇંગ કોલની સ્થિતિમાં જાય તો જિયોને પણ એરટેલને આઇયૂસી ચાર્જની ચૂકવણી કરવી પડશે.

Advertisements

શું છે આ પાછળનું ગણિત?

જિયો અથવા બાકી નેટવર્ક્સ એકબીજાને એના પર કરવામાં આવતા કોલ્સના આધારે ચૂકવણી કરતી હોય છે. આ સ્થિતિ તો જ શ્રેષ્ઠ ગણાય કે જ્યારે બધા જ ઓપરેટર્સ પર આવતા કોલ્સની સંખ્યા લગભગ સમાન હોય અને એમને એકસરખી જ રકમની એકબીજાને ચૂકવણી કરવી પડે. જો આંકડામાં વાત કરીયે તો જો એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા ત્રણેય પર આવતા કોલ્સની સંખ્યા લગભગ સમાન હોય તો તેઓએ એકબીજાને સમાન આઇયુસી ચાર્જ આપશે અને સંતુલનની સ્થિતિ જળવાઈ રહેશે એનું કારણ છે કે તો એનાથી કોઇ જ કંપનીને નુકસાન થશે નહીં. જો જેટલો આઇયૂસી ચાર્જ આપવો પડી રહ્યો છે તેટલો જ બીજા ઓપરેટર્સને મળી જાય તો કોઈ જ ફાયદો કે નુકસાન થશે નહિ.

માર્કેટમાં થયો છે આ બદલાવ

રિલાયન્સ જિયોએ ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી કર્યા પછી યુઝર્સ ખુબ જ ઝડપથી જિયોની તરફ શિફ્ટ થયા હતા. જો અત્યારેની સ્થિતિ પર એક નજર કરીએ તો વોડાફોન-આઇડિયાનો માર્કેટ શેર 32.53 ટકા, જિયોનો માર્કેટ શેર 29.08 ટકા અને એરટેલનો શેર 28.12 ટકા છે. જિયોનો માર્કેટ શેર વધવાની સાથે જ તેના નેટવર્કથી બાકીઓ પર જતા આઉટગોઇંગ કોલ્સની સંખ્યા વધી છે. એના માટે જિયો કસ્ટમર્સ પાસેથી અત્યાર સુધી અલગથી કોઇ ચાર્જ લેવાતો નહતો પણ એને કંપનીઓને આઇયૂસીની ચૂકવણી કરવી પડતી હતી. તો તમને જણાવી દઇએ કે અત્યાર સુધી જિયોએ એરટેલ અને વોડાફોન આઇડિયાને લગભગ 13500 કરોડ રૂપિયા આઇયૂસી ચાર્જ તરીકે ચૂકવી દીધા અને એના માટે કસ્ટમર્સ પાસેથી કોઇ જ કોલિંગ ચાર્જ લેવામાં આવ્યો નથી.

કયા કારણથી લગાવવો પડ્યો કોલિંગ ચાર્જ?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)તરફથી વર્ષ 2017માં આઇયૂસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો. તો ટ્રાઇએ 1 જાન્યુઆરી 2020થી સંપૂર્ણ ખત્મ કરવાનો નિર્ણય પણ લઇ લીધો હતો. એના લીધે જિયોએ 2020 સુધીમાં આઇયૂસી ચાર્જ બાકી કંપનીઓને આપતા રહેવાનો નિર્ણય પણ માન્ય લીધો હતો અને કસ્ટમર્સ માટે અનલિમિટેડ કોલિંગ પણ ફ્રી રખાયું હતું. તાજેતરમાં જ ટ્રાઇએ રિવ્યુ લેવા માટે આઇયૂસી સાથે જોડાયેલા કંસલ્ટેશન પેપરની માંગણી કરી છે અને આઇયૂસીને ખત્મ કરવાની બદલે એની સમયમર્યાદા વધારી શકે છે. એના લીધે દબાણના કારણે જિયોને આ ખર્ચ કસ્ટમર્સને સોંપવો પડ્યો છે. જિયોએ એમ કહ્યું છે કે આ અસ્થાયી પગલું છે અને આઇયૂસી ચાર્જ ખત્મ થશે એટલે તરત જ ફરીથી કોલિંગ સંપૂર્ણપણે ફ્રી કરી દેવામાં આવશે.

Advertisements

એની અસર તમારા પર શું થશે?

અત્યારે તો જિયોના હાલના પ્લાન્સમાં કોઇ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. જો તમારે જિયોના સિમથી બાકી નેટવર્ક પર કોલ કરવો હશે તો તમારે અલગથી આઇયૂસી ટોપ-અપ વાઉચરથી રીચાર્જ કરાવવું પડશે. એની ટોપ-અપની કિંમત 10 રૂપિયાથી ચાલુ થાય છે. આ રકમ પણ કસ્ટમર્સને વધારે લાગે નહિ એના માટે કંપની 10 રૂપિયાના આઇયૂસી ટોપ પર 1 જીબી ડેટા પણ એક્સ્ટ્રા આપશે. એ જ પ્રમાણે બીજા નેટવર્ક પર કોલિંગ કરવાની સ્થિતિમાં તમારા આ રિચાર્જમાંથી 6 પૈસા પ્રતિ મિનિટના દરથી રકમ કપાશે. એ રીતે 10 રૂપિયાના રિચાર્જથી બીજા નેટવર્ક્સ પર તમે 124 મિનિટ (2 કલાક 4 મિનિટ) ફ્રી કોલિંગ કરી શકશો. જિયોથી જિયો નંબર પર, લેન્ડલાઇન પર કે વોટ્સએપ જેવી ઇન્ટરનેટ સર્વિસીસ પર તો કોલિંગ ફ્રીમાં જ છે અને ઇનકમિંગ કોલ્સ માટે કસ્ટમર્સને કોઇ જ ચૂકવણી નહિ કરવી પડે.

ટિપ્પણી
Advertisements

ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી આ અભિનેત્રી, ક્યારેક ધોની સાથે હતું અફેયર

દીપિકાનો નવો એક ખુલાસો, ફિલ્મો સિવાય ક્રિકેટમાં પણ યૌન શોષણ થાય છે