in ,

આ કારણે છોકરીને ટેડીબીયર વધુ પસંદ હોય છે – તેને આવું લાગે છે – તેને ખુશ કરવી હોય તો માત્ર આટલું વાંચી લો..

પ્યાર-ઇશ્ક-મહોબ્બત…આ તો એવું છે ને જેટલું જાણો એટલું ઓછું જ પડે. કોઈ પ્રેમને આજ સુધી સંપૂર્ણ જાણી શક્યું છે ખરા!! છોકરો હોય કે છોકરી દરેકના મનમાં કોઈ પસંદગીની વ્યક્તિ હોય જ છે. બસ, અમુકની પ્રેમ કહાની પૂર્ણ થાય છે અને અમુકની અધવચ્ચે જ રહી જાય છે. પણ એ દરમ્યાન વચન અને વાયદાઓ પણ ઘણા થતા હોય છે. સાચું ને…? ઉપરાંત એ સમયે ગીફ્ટ અને ખાસ પસંદગીની આઈટમ પણ એકબીજાને અપાય છે. તમે કોઈ દિવસ આવું કર્યું ખરું? મોટાભાગના લોકોએ સ્વીટ લવનો અનુભવ કર્યો જ હોય છે. આજકાલનો સમય જ એવો છે કે રૂબરૂ અથવા સોશિયલ મિડીયાથી પણ દોસ્તી થઇ જાય છે. બસ વાત તો અંતે બેસ્ટ રિલેશનશીપની જ આવે.

એ રિલેશનશીપમાં અમુક વખતે તમારા પાર્ટનરને ખુશ કરવા ભેટ આપવી પડે છે. ભેટ બહુ કિંમતી હોય એવું જરૂરી નથી પણ ભાવના અને લાગણી વ્યક્ત કરવાની સીસ્ટમ પ્રોપર હોવી જોઈએ. પાર્ટનરના ગુસ્સાને ઠીક કરવા અથવા પાર્ટનરને રાજી કરવા ગીફ્ટ બહુ કામ કરે છે. પણ તમને ખબર છે છોકરીને કેવી ગિફ્ટ વધુ પસંદ આવે? તો જાણીએ આજના આ આર્ટીકલમાં કઈંક એવી જ માહિતી.

આટલું જાણી લેશો પછી તમે ક્યારેય કન્ફ્યુશ નહીં થાવ. આ વસ્તુઓ છોકરીને બહુ પસંદ હોય છે કારણ કે તેને તે ખુબ પ્રેમ કરતી હોય છે. તો પહેલા તો તમારી પાર્ટનરને ખુશ કરવાનું પ્રોમિસ કરવું પડશે. બોલો પ્રોમિસ… હા, યે હુઈના બાત… ચાલો જાણીએ વધુ આગળ….

સૌથી મહત્વની અને વધુ પસંદ આવતું ગીફ્ટ આ જ હોય છે…

છોકરીઓને સૌથી વધુ પસંદ આવતું હોય એવું ગિફ્ટ ટેડી બિયર હોય છે. નાનું અને મોટું કોઈપણ પ્રકારનું ટેડી બિયર છોકરીને બહુ જ ગમતી વસ્તુ છે. તો એ ખબર છે કેમ ગિફ્ટમાં ટેડી જ અપાય છે? એ પણ જણાવી જ દઈએ. આટલા કારણો છે જેને લીધે છોકરીને ટેડી બિયર વધુ પસંદ આવે છે :

૧. ટેડી ડે

છોકરીઓને ટેડી તો પસંદ હોય છે પરંતુ ૧૦ ફેબ્રુઆરીના દિવસે ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ કારણે અને આ દિવસે પણ ટેડી આપીને પાર્ટનરને રાજી કરી શકાય છે.

૨. ડેકોરેશન આઈટમ

છોકરીનો પર્સનલ રૂમ હોય તો તે તેમાં ડેકોરેશન માટે ટેડીને રાખવાનું વધુ પસંદ કરે છે અને ગર્લફ્રેન્ડ માટે પણ ટેડી બહુ બેસ્ટ રહે છે કારણકે તેનો તે ઘરના સુશોભન માટે પણ ઉપયોગી કરી શકે છે.

૩. આરામદાયક અહેસાસ

અમુક છોકરીઓને ટેડી સાથે લઈને સુવાની ટેવ હોય છે. ત્યારે કોઈ વ્યક્તિની હાજરી હોવાનો અહેસાસ ગર્લ્સ કરે છે. છોકરીને વધુ પસંગીની આઈટમ છે તેથી તે તેને જીવની જેમ સાચવે છે. ટેડી બિયર ખુબ જ આરામદાયક હોવાથી તેને ભેટવું વધુ પસંદ કરે છે.

૪. બેસ્ટફ્રેન્ડ ટેડી

જો છોકરીની ઉંમર નાની હોય તો ટેડી તેમનો બેસ્ટફ્રેન્ડ બને છે અને તેની સાથે રમવાનું વધારે પસંદ કરે છે. તો ગર્લ્સ માટે ટેડી બેસ્ટફ્રેન્ડ પણ હોય છે.

૫. બેસ્ટ ગિફ્ટ ઓપશન

છોકરીને ખુશ કરવા માટેનો બેસ્ટ ઓપશન ટેડી ગિફ્ટ છે જેથી તે ગુસ્સાવાળી પોઝીશનમાં હશે તો પણ ખુશ થઇ જશે.

તો હવે ખબર પડી ને શા માટે છોકરીને ગીફ્ટમાં ટેડીબીયર વધુ પસંદ હોય છે. કોઇપણ છોકરીની મોટેભાગે પહેલી પસંદગી ટેડીબીયર જ હોય છે. તો તમે પણ તમારી ગર્લફ્રેન્ડને ટેડીબીયર આપીને ખુશ કરી શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

ઓનલાઈન કોઈ વ્યક્તિ પસંદ આવી ગયું હોય તો માત્ર આટલું વાંચી લો – છેતરામણી તો નથી ને…

આ છોકરી પરીક્ષા આપવા ગઈ ને’ બાળક લઈને ઘરે આવી – બે મિનીટ થશે જાણી જ લો બધાએ વાંચવા જેવું છે…