in

ચમચમાતા મોતીઓ જેવા સફેદ દાંત મેળવવા માટે અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય

દરેક ચમકતા દાંત મેળવવા ની ઇચ્છા રાખે છે. પરંતુ ઘણા લોકો ના દાંત ઘણા પીળા હોય છે પોતાના દાંત નું પીળાપણું દૂર કરવા માટે લોકો ઘણા પ્રકાર ના ટુથપેસ્ટ નો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં પણ પીળાપના ની સમસ્યા થી એમને છુટકારો નથી મળતો. જો તમારા દાંત પણ પીળા છે અને એટલા પ્રયત્ન કર્યા છતાં પણ સફેદ નથી થઈ રહ્યો હતો તમે આ લેખ માં બતાવવા માં આવેલા  નુસખા અજમાવી ને જુઓ. આ નુસખા ની મદદ થી તમારા પીળા દાંત એકદમ મોતીઓ ની જેમ સફેદ થઇ જશે.

કેમ થાય છે દાંત પીળા

Advertisements

જે લોકો પોતાના દાંત ની યોગ્ય સંભાળ નથી રાખતા અને જમ્યા પછી બ્રશ નથી કરતા એ લોકો ના દાંત પીળા પડી જાય છે. આના સિવાય જે લોકો તંબાકુ, સિગરેટ, ચા કોફી વધારે પડતી પીવે છે એ લોકો ના દાંત પર પણ પીળાપણું જમા થઈ જાય છે અને દાંત પીળા દેખાવા લાગે છે.

આવી રીતે કરો દાંતો નું પીળાપણું દૂર

લીંબુ નો રસ લગાવો

દાંતો ની પીળાશ દૂર કરવા માટે તમે લીંબુ નો રસ લગાવો. લીંબુ નો રસ લગાવવા થી દાંત એકદમ સાફ થઈ જશે અને પીળાપણું દૂર થઈ જશે. તમે એક લીંબુ ને સારી રીતે નીચોવી લો. પછી એનું રસ ને રૂ ની મદદ થી દાંત પર સારી રીતે લગાવી લો. દાંત પર રસ લગાવ્યા પછી તમે 15 મિનિટ માટે એને છોડી દો જ્યારે સુકાઈ જાય તો તમે દાંત પર બ્રશ કરી લો. આવું કરવા થી દાંત એકદમ સાફ થઈ જશે અને પીળાપણા નો અંત થઇ જશે.

Advertisements

ગાજર ખાઓ

ગાજર ની મદદ થી પણ દાંત નું પીળાપણું દૂર કરી શકાય છે. એટલા માટે તમે ગાજર નું સેવન કરો અને એને ચાવી ચાવી ને ખાઓ. ગાજર ખાવા થી દાંત નો પીળાપણું સાફ થઈ જશે અને દાંત મજબૂત પણ થઈ જશે.

સફરજન ના વિનેગર લગાવો

Advertisements

સફરજન ના વિનેગર દાંત નું પીળાપણું દૂર કરવા માં કારગર સાબિત થાય છે અને દાંત પર લગાવવા થી દાંત એકદમ સફેદ થઈ જાય છે. એટલા માટે તમે ઈચ્છો તો દાંત પર સફરજન વિનેગાર પણ લગાવી શકો છો. સફરજન નો વિનેગાર સરળતા થી બજાર માં મળી જાય છે. તમે રૂ ની મદદ થી એને દાંત પર લગાવી લો અને પછી પોતાના ટુથબ્રશ થી દાંત સાફ કરી લો. આવું કરવા થી તમારા દાંત ની ચમક પાછી આવે છે.

કેળા ની છાલ ઘસો

કેળા ની છાલ ની મદદ થી પણ દાંતો ને સાફ કરી શકાય છે. તમે એક કેળા ની છાલ લો અને દાંત પર સારી રીતે ઘસો. રોજ એક અઠવાડિયા સુધી આવું કરવા થી તમારા દાંત સાફ થઈ જશે અને દાંત નું પીળાપણું દૂર થઈ જશે.

Advertisements

લીમડા નું દાતણ કરો

લીમડા નું દાતણ કરવા થી દાંત સારી રીતે સાફ થઈ જાય છે. પીળાપણું પણ દૂર થઈ જાય છે. લીમડા નું દાતણ કરવા માટે તમે લીમડા ની એક ડાળ લો. પછી આ ડાળી ને પોતાના દાંત પર સારી રીતે ઘસો. તમે એક અઠવાડિયા સુધી આ પ્રક્રિયા કરો. તમારા દાંત ની ચમક પાછી આવી જશે અને પીળાપણું દૂર થઈ જશે.

ભોજન ના પછી બ્રશ કરવું

Advertisements

જમ્યા પછી તમે બ્રશ જરૂર કરો. કારણકે બ્રશ ન કરવા થી જમવા નું દાંત પર ચોંટેલું રહે છે તેના કારણે દાંત પીળા પડી જાય છે.

ઉપર બતાવવા માં આવેલા ઉપાય દાંત ને સફેદ કરી દે છે અને પીળા દાંત થી છુટકારો મળે છે. એટલા માટે તમે આ ઉપાયો ને જરૂર અજમાવી ને જુઓ.

ટિપ્પણી
Advertisements

જાણો કોણ હતી તુલસી અને શા માટે ભગવાન વિષ્ણુ દ્વારા પથ્થર બનવાનો શ્રાપ આપવામાં આવ્યો, સંપૂર્ણ વાર્તા વાંચો

શ્રીલંકા વેકેશન થી સારા એ શેર કર્યા ગ્લેમરસ ફોટા, નાના કપડાં મા પુલ માં મસ્તી કરતી દેખાઇ