શું તમે જાણો છો કે લંગડા કેરીનુ નામ લંગડા કેવી રીતે પડ્યું?

Please log in or register to like posts.
News

ભારતમાં લગભગ ૧૫૦૦ રીતની કેરીની જાતની ખેતી કરવામાં ઓ છે દરેક કેરીનો પોતાનો એક અલગ સ્વાદ અને ફ્લેવર હોય છે.

જેવી ગરમી આવે છે તેવી જ બજારમાં દશહરી, ચૂસસ, અલ્ફાંસોસ અને તોતા પરી જેવી કેરીની જાત બજારમાં આવી જાય છે. તેની એક શાનદાર જાત છે લંગડા, જે કે મધ્યમ આકારાની, અંડાકાર અને લીલી હોય છે.

દેખાવમાં કેવી હોય છે આ કેરી
મે થી ઓગસ્ટની વચ્ચે આવનાર આ કેરી લીલી હોય છે અને તેનો આકાર મધ્યમથી મોટો હોય છે. તેના ગુદામાં ફાઈબર નથી હોતું, આછા પીળા રંગનું હોય છે અને પાક્યા પછી સારી સુગંધ આવે છે. બીજી જાતોની તુલનામાં આ વધારે ગળી અને મુલાયમ હોય છે. તેનું બીજ સમતલ અને ગોળ આકારનું હોય છે. તે પાક્યા પછી પણ આછો કલર જ રાખે છે જ્યારે કે બીજી જાતો પાક્યા પછી રંગ પીળો થઈ જાય છે.

Where does the Langra Aam get its Name from

ક્યાં મળે છે આ કેરી

આ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાળા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિસા, પંજાબ, પશ્વિમ બંગાળ, અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરી ઘણા પ્રકારની માટી અને વાતાવરણમાં ઉગે છે.

Where does the Langra Aam get its Name from

લંગડા કેરીનો ઈતિહાસ

લંગડા એક હિન્દી શબ્દ છે જેનો અંગ્રેજીમાં મતલબ છે ”લેમ” એટલે કે લંગડા. તેની ઉત્પત્તિ બનારસની માનવામાં આવે છે. પૂર્વમાં ખેતી કરનાર પદમ શ્રી હાજી કલીમુલ્લાહના અનુસાર ” મારા મામૂ સાહેબે લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં તેની ખેતી કરી હતી. તે બનારસમાં રહેતા હતા, તેમને એક કેરી ખાધી અને તેના બીજને પોતાના ઘરના આંગણામા રોપી દીધો. પગથી લંગડો હોવાના કારણે તેમને ગામ અને સંબંધી અને સાથી લંગડા કહેતા હતા. તેના ઝાડની કેરી ગળી અને ગુદાથી ભરેલી હતી. તે ઝાડ અને તેના ફળોને આગળ જઈને ‘લંગડા’ના નામથી ઓળખવામાં આવ્યા. તે એ પણ કહે છે જોકે લંગડા દરેક દેશમાં દરેક જગ્યા પર મળે છે પરંતુ જે સ્વાદ બનારસની કેરીમાં છે તે બીજી કોઈ જગ્યાની કેરીમાં નથી.

તે યાદ કરે છે કે પહેલા દિલ્હીના તાલકટોરામાં પ્રદર્શન યોજાયું હતું અને તેમાં મેં કેટલાક એમરિકાના મિત્રોને બોલાવ્યા હતા. અમે તેમને ઘણા પ્રકારની કેરી આપી. અમે પૂછ્યું કે સૌથી સારી કઈ છે તો તેમને લંગડા જ સૌથી સારી છે જે કે વધારે ગળી (વગર પાકેલી) હતી નહી જે કે અમેરિકન સ્વાદ અનુસાર હતી.

Where does the Langra Aam get its Name from

હાજી કલીમુલ્લાહનુ નામ થયુ લિમ્કા બુક ઓફ રિકોર્ડઝમાં દાખલ

પદ્મ શ્રી હાજી કલીમુલ્લાહ જૂના જમાનામાં બાગાયતી કરતા હતા અને ઉત્તર પ્રદેશના મલીહાબાદમાં પોતાની કેરીની જાત ઉગાડવા માટે જાણીતા હતા. કેરીની ૩૦૦થી વધારે જાત ઉગાડવાની સાથે જ ‘અનારકલી’ નામની જાત કેરીની જાત ઉગાડવાના કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ રિકોર્ડસમાં દાખલ છે. તેમને પોતાના બગીચામાં ૫ નવી જાત ઉગાડી જેને નયનતારા, એશ્વર્યા, નર્ગિસ અને જહાંનારા નામથી ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં તેમને એક કેરીનું ઝાડ ઉગાડ્યું જેને તેમને ‘નમો’ નામ આપ્યું જે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત છે. ખાન સાહેબ તેને પ્રધાનમંત્રીજી ને ગુજરાતમાં ઉગાડવા માટે આપવા ઈચ્છે છે. તેમને ત્રણ નવી જાત પણ ઉગાડી છે જે કે મોહમ્મદ આજમ ખાન, વિધાન સભાના સદસ્ય, બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને એપીજે અબ્દુલ કલામના નામ પર છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.