in ,

જીવનમાં સંઘર્ષ આવે તો આપણા મૂળ મજબૂત કરવા જોઈએ, ક્યારેય નિરાશ ના થવું જોઈએ

કેટલાક લોકો એવા હોય છે કે એ સંઘર્ષ કરતાં-કરતાં પોતાની હિંમત હારી જતા હોય છે, તો એવી રીતે નિરાશ ના થવું જોઈએ

> એક સંતે યુવકને એક બાળકની કથા સંભળાવી અને તે આત્મહત્યા કરવાનો હતો એનો વિચાર એના મગજમથી દૂર કર્યો

એક જૂની લોકકથા છે એ મુજબ એક યુવક પોતાના જીવનમાં સંઘર્ષ કરતાં-કરતાં ખુબજ થાકી ગયો હતો, તેને કમાવું હતું પણ તેને ધન પ્રાપ્તિના કોઈજ સાધન નહતા મળતા એટલે એ વ્યક્તિ પોતાની જિંદગીથી નિરાશ થઈ ગયો હતો અને આત્મહત્યા કરવા માટે જંગલમાં જતો રહ્યો હતો , એવા સમયે એને એક સંત મળી જાય છે અને સંત એ યુવકને પૂછે છે કે અહીંયા એકલો તું શું કરે છે

> તો એ યુવાન પોતાની બધી સમસ્યાઓ સંતને જણાવે છે અને પછી સંત એને કહે છે કે તને કોઈ કામ ચોક્કસથી મળી જશે. એવી રીતે કોઈ દિવસ નિરાશ ના થવું જોઈએ. તો એ યુવાને સંતને કીધું કે હું સાવ હિંમત હારી ગયો છું, તો હવે હું કંઈ નહીં કરી શકું.

> સંત એ વ્યક્તિને કહે છે કે હું તને એક કથા સંભળાવું છું. એ સાંભળીને તારી નિરાશા પણ દૂર થઈ જશે. કથા એવી છે કે એક નાના બાળકે એક વાંસનો અને એક કેક્ટસ(થોર)નો છોડ વાવ્યો. અને પછી એ બાળક રોજ એ બંને છોડની ખુબજ સંભાળ કરતો હતો. એ વાતને એક વર્ષ થઇ ગયું. તેણે જોયું કે કેક્ટસનો છોડ તો ઘણો જ મોટો થઈ ગયો છે પણ જે વાંસનો છોડ છે એ તો પહેલા જેવો જ છે. છતાં પણ એ બાળકે હિંમત હારી નહિ અને એ બંને છોડની દેખરેખ કરતો જ હતો.

> એવી રીતે થોડા મહિના પસાર થઈ જાય છે પણ વાંસનો છોડ જેવો પહેલા હતો એવોને એવો જ રહ્યો હતો. તેમ છતાં એ બાળક નિરાશ નહતો થતો અને એની દેખભાળ કર્યા જ રાખી.

> એ વાતને પણ થોડા મહિના થયા અને વાંસનો છોડ પણ મોટો થવા માંડ્યો હતો અને થોડા જ મહિનામાં તો એ છોડ કેક્ટસ કરતાં પણ મોટો થઈ ચુક્યો હતો , હકીકત એવી હતી કે વાંસનો છોડ પોતાના મૂળને મજબૂત બનાવી રહ્યો હતો અને એના કારણે એને મોટો થવામાં વધારે સમય લાગ્યો હતો.

> પછી સંત એ યુવાનને સમજાવે છે કે જયારે પણ આપણા જીવનમાં સંઘર્ષ આવે તો આપણે આપણા મૂળને મજબૂત કરવા જરૂરી છે આપણે ક્યારેય નિરાશ થવું જોઈએ નહિ. જો આપણા મૂળિયા મજબૂત હશે તો જ આપણે આપણા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકીયે. એટલું આપણે ધૈર્ય રાખવું જ જોઈએ. તે યુવાનને સંતની બધી જ વાત સમજાઈ જાય છે અને પછી એ આત્મહત્યા કરવાનો વિચાર પણ છોડી દે છે.

કથામાંથી મળતી શીખ-

આ કથા પરથી આપણને એક શીખ મળે છે કે જયારે પણ આપણા જીવનમાં ખરાબ સમય હોય તો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને આપણા ખરાબ સમયમાં આપણે મૂળિયા મજબૂત કરવાં જોઈએ એટલે કે પોતાનામાં રહેલી યોગ્યતાઓને નિખારવાનું કર્યું કરવું જોઈએ. જો આપણામાં રહેલી ખામીઓ દૂર થશે તો આપણી યોગ્યતાઓ નિખરવા માંડશે અને આપણને સફળતા પણ મળે છે.
izmir escort

ટિપ્પણી

અધર્મી આચરણથી થઇ શકે છે જીવન બરબાદ, માટે હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ

સાચે જ સલામ છે આ દીકરીને કે પોતાના લીવરનો 65 % હિસ્સો આપીને બચાવી લીધો પિતાનો જીવ