in

છોકરી ને ભાભી બોલાવી ને ખરાબ રીતે ફસાઈ ગયા રણવીર સિંહ, સ્ત્રી થી મળ્યો આવો જવાબ

બોલિવૂડ ના સૌથી અતરંગી એક્ટર રણવીર સિંહ છે, અને રણવીર એ કીધેલી દરેક વાત માં અતરંગી અંદાજ જરૂર જોવા મળે છે. પછી એ એવોર્ડ ફંક્શન માં કીધેલી વાત હોય કે કોઈ પર્સનલ પાર્ટી ના અલગ અંદાજ હોય. રણવીર સિંહ હંમેશા મીડિયા ની અટેન્શન અલગ અલગ અંદાજ માં મેળવી લે છે, અને હવે તો સોશિયલ મીડિયા દ્વારા એ પોતાની દરેક વાત દરેક અંદાજ લોકો સુધી પહોંચાડે છે. આ વખતે છોકરી ને ‘ભાભી’ બોલાવી ને ખરાબ રીતે ફસાઈ ગયા રણવીર સિંહ, આ વિડિયો ટીકટોક પર ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે.

છોકરી ને ભાભી બોલાવી ને ખરાબ રીતે ફસાઈ ગયા રણવીર સિંહ

Advertisements

ટીકટોક પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈ ને તમને હસવું આવી જશે. આ વિડીયો ને ગુનીત વિરદી એ શેર કર્યો છે જે સેલીબ્રીટી મેકઅપ આર્ટિસ્ટ છે. એ એક વાર રણવીર સિંહ થી મળ્યા અને જેવું રણવીર એમના થી મળ્યા તો એમણે ભાભી કહી ને બોલાવ્યો. આના પછી મોબાઈલ કાઢી ને સેલ્ફી પણ લેવા લાગ્યા. જેવુ રણવીર સિંહ એ ભાભી કીધું ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા પરંતુ ગુનિત ને કદાચ એ પસંદ ન આવ્યો. ગુનીતે રણવીર સિંહ ને કીધું, ‘ભાભી ન બોલો પ્લીઝ’ આના પછી આસપાસ ઉભેલા લોકો પણ એમને ભાભી કહી ને જ બોલાવવા લાગ્યા. ગુનિત એ આ વિડીયો ટીકટોક પર શેર કર્યો અને એમાં કેપ્શન આપ્યું, “જ્યારે રણવીરે પોતાને ભાભી બોલાવ્યું, તો દિલ કે અરમા આસુઓ મે બહ ગયે.” આ વીડિયો ને અત્યારસુધી 21 હજાર લાઇક્સ મળી ચૂક્યા છે અને એ ટીકટોક પર ટેન્ડ પણ કરી રહ્યો છે.

હિન્દુસ્તાન ટાઇમ્સ ના પ્રમાણે, રણવીર સિંહ દિલ્હી માં કોઈ લગ્ન માં પર્ફોર્મન્સ કરવા પહોંચ્યા હતા. જ્યાં એમણે ‘તતડ . . . . .’, ‘ આંખ મારે. . . .’ અને ‘ કાલા ચશ્મા. . . .’ જેવા બોલિવૂડ સોંગ પર પરફોર્મ કર્યું હતું. આ લગ્ન માં ગુનીત પણ હાજર હતી અને અહીંયા એમણે રણવીર ની સાથે સેલ્ફી પણ લીધી. આ સમયે રણવીર એ એમને ભાભી કહી ને બોલાવ્યો હતો.

Advertisements

બોલિવૂડ મા પોપ્યુલર છે રણવીર સિંહ

વર્ષ 2010 માં રણવીરસિંહ એ ફિલ્મ બેન્ડ બાજા બારાત થી પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી. એના પછી એમણે લુટેરા, લેડીઝ વર્સિસ રિકી બહલ, કિલ દિલ, ગોલિયોં કી રાસલીલા – રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત, ગલી બોય જેવી ફિલ્મો માં કામ કર્યું. રણવીર આ દિવસો માં ફિલ્મ 83 ની શૂટિંગ માં વ્યસ્ત છે. એમાં એ ક્રિકેટ ના મહાન ખેલાડી કપિલદેવ નું પાત્ર કરતા દેખાશે, કારણ કે આ ફિલ્મ એમની બાયોપિક છે. રણવીર સિંહ ની રીયલ લાઈફ ની પત્ની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મ માં તેમની પત્ની ના પાત્ર માં દેખાશે. રણવીર ની પાસે આના સિવાય બે હજુ પ્રોજેક્ટ છે જેના ઉપર વાત તો થઈ ગઈ છે પરંતુ એણે પબ્લિકલી રિવેલ નથી કરવા માં આવ્યો. રણવીર સિંહ ઈન્ડસ્ટ્રી ના ઘણા પોપ્યુલર એક્ટર છે અને એમને હંમેશા અલગ અંદાજ માં જોવા માં આવે છે.

ટિપ્પણી
Advertisements

પાછલા 30 વર્ષો થી દુલ્હન ની જેમ કપડાં પહેરી ને રહે છે આ માણસ, ઘણી રસપ્રદ છે એમની વાત

એકદમ પોતાની માતા ની જેમ દેખાય છે આ ફેમસ એક્ટ્રેસ, બહેન ના બર્થ ડે પર શેર કર્યા થ્રો બેક પિક્ચર