મુશ્કેલી આવે ત્યારે….

Please log in or register to like posts.
News

ઘણી વખત લોકો ને એમ હોય છે કે મુશ્કેલી આવે ત્યારે શું કરવું? લોકો બેબાકળા અને કન્ફ્યુઝ પણ થઇ હોય છે. તો આજ નો આ લેખ એવા વ્યક્તિઓ માટે ખાસ છે. હું કોઈ એવો મંત્ર થી આપવા નો કે ના તો તબક્કાવાર તમારી દરેક સમસ્યા નું સમાધાન આપવા નો છું. હું તો માત્ર થોડું માર્ગદર્શન જ આપીશ.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક માં @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે અંગે મેસેજ કરજો તથા સૂચન આપજો.

સ્વામી વિવેકાનંદ તે વખતે કાશી(વારાણસી) માં જ્ઞાન માટે ભ્રમણ કરતા હતા. કાશી માં તે વખતે વાંદરાઓ નો ખુબ જ ત્રાસ હતો. વાંદરાઓ ગમે તેની વસ્તુ લૂંટીને ભાગી જાય અને ગમે તેને લાફો મારીને જાય. એક વખત તેઓ રસ્તા પર થી જતા હતા અને સામે થી વાંદરાઓ અચાનક જ આવી ચઢ્યા. સ્વામી વિવેકાનંદ જોડે બીજા પણ અમુક વ્યક્તિઓ હતા. બધા ભાગવા મંડ્યા.તેથી તે જોઈ સ્વામી વિવેકાનંદ પણ ભાગવા લાગ્યા. પણ ત્યાં એક માણસ બેઠો હતો, તેણે સ્વામી વિવેકાનંદ ને આવી રીતે ભાગતા જોયા એટલે તરત જ બૂમ પડી કહ્યું,”डरो मत,डंटे रहो.” (ડરો નહિ,ઉભા રહો). સ્વામીજી ઉભા રહી ગયા. વાંદરાઓ કશી હેરાનગતિ આપ્યા વગર સીધે સીધા જતા રહ્યા.

ત્યાર પછી સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે, “ક્યારેય પણ મુશ્કેલી આવે,તો તેના થી ડરો નહિ પણ તેમનો સામનો કરો, અડીખમ ઉભા રહો.”

મનુષ્ય નું જીવન છે તો મુસીબત અને મુશ્કેલી તો આવવાની જ છે. માણસ ભાગી જશે તો માત્ર તેનો હંગામી ઉકેલ મળી જશે પણ જો માણસ અડીખમ રહીને તેનો મુકાબલો કરશે તો તે અચૂક તેનો કાયમી ઉકેલ લાવી શકશે.

“तावद् भयेषु भेतव्यं यावद्भयमानागतम् ।
आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशंकया ।।”

(चाणक्य-नीतिः–5.3) 

ચાણક્ય નો પણ આ અંગે મત જાણવા લાયક છે,” મુશ્કેલી થી ડરો , પણ ક્યાં સુધી? જ્યાં સુધી મુશ્કેલી ના આવે ત્યાં સુધી. પણ જયારે તમારા પર મુશ્કેલી આવી પડે ત્યારે તમામ પ્રયત્નો કરી ને તેનો સામનો કરો.”
ગુજરાતી માં પણ આ અંગે એક દુહો છે.

હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય,
ખંત જો દિલમાં હોય તો, કદી ન ફોગટ જાય.

કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ ઉદ્યમ(મહેનત) કરવા થી તે પર પડે જ છે.દિલ માં જો ખંત હોય તો તે કયારેય વ્યર્થ (ફોગટ) જતી નથી.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.