in

મીડિયા સામે આલિયા ના ના કરતી રહી છતાં પિતા મહેશ ભટ્ટે બધાને ખખડાવી નાખ્યા, વિડિયો થયો વાઇરલ

બુધવારના રોજ મુંબઈમાં આલિયા ભટ્ટની સિસ્ટર શાહીન ભટ્ટની બૂક આઈ હેવ નેવર બીન (અન)હૈપીયરને ફરી એક લોન્ચ કરવામાં આવી. આ વખતે પૂજા ભટ્ટ સહિત ભટ્ટ પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં મહેશ ભટ્ટ, સોની રાજદન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ અને આલિયા એકસાથે જોવા મળ્યા હતા. આ સમયે પૂજા ભટ્ટે આલિયામાં પરિવારના અમુક ગુણ ન હોવાનું પણ કહ્યું.

એ ઉપરાંત આલિયાના પિતા મહેશ ભટ્ટની પણ એક વાત પર વધુ ગુસ્સે ભરાયા હતા. માનસિક સ્વાસ્થ્ય બાબતે વાતો કરતા મહેશ ભટ્ટે તેનો મિજાજ ગુમાવતા ઉંચા અવાજે બોલવાનું ચાલુ કરી દીધું હતું જેના લીધે આલિયા ભટ્ટ પણ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આમ પણ મહેશ ભટ્ટ જે હોય એ સામે જ બોલી દેવા માટે ઓળખીતા છે. બધાની હાજરીમાં ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો ઉપર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ મહેશ ભટ્ટને એક પત્રકારે યુવતી વિશેનો સવાલ કર્યો હતો અને જોયા જેવી થઈ હતી.

 

View this post on Instagram

 

When daddy gets angry. #maheshbhatt got emotional during #shaheenbhatt book launch #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ગુસ્સે થયેલા મહેશ ભટ્ટને સોની રાઝદાને પીઠ થપથપાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો એ પણ વીડિયોમાં જોઈ શકાય છે. આલિયાએ પણ વચ્ચે ના ના કરતી ટિપ્પણી કરી અને ચેતવણી આપી. આટલું થવા છતાં મહેશ ભટ્ટે મક્કમપણે પોતાનો મત જનતા સમક્ષ રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે તે નાની છોકરીને આ હિંસક સમાજમાં ભળી જવાની અપેક્ષા ન રાખી શકે.

ટિપ્પણી

ફક્ત 1 જ મિનિટમાં 80 ટકાથી વધુ ફોન ચાર્જ થઈ જશે, આવી અનોખી ટેકનોલોજી

અચાનક જ નથી આવી ગઈ દેશમાં મંદી, જાણો કેવી રીતે બગડી ગઈ આખી અર્થ વવ્યસ્થા?