in

લગ્નના 22 વર્ષ પછી હિમેશે આપ્યા હતા પત્નીને છૂટાછેડા, આશા ભોંસલે મારવા ઇચ્છતી હતી થપ્પડ

બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયા હાલમાં 46 વર્ષના છે અને તેઓનો જન્મ 23 જુલાઈ 1973 ના રોજ થયો હતો. હિમેશના પિતા વિપિન રેશમિયા પણ મ્યુજિક કમ્પોઝર હતા. હિમેશ પોતાના અંગત જીવનના કારણે ઘણી ચર્ચાઓમાં રહે છે.

Advertisements

ભલે એ એમના 22 વર્ષના લગ્ન તોડવાનું હોય કે પછી સલમાન અને આશા સાથે થયેલો ઝગડો હોય. એ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આજે આપણે એની કેટલીક એવી વાતો વિષે વાત કરીશું કે જેના વિષે તમે નહિ જાણતા હોવ.

સલમાન ખાન છે હિમેશના ગોડફાદર :

હિમેશ રેશમિયા સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીમાં પોતાના ગોડમદર માને છે. હિમેશ રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ થી સિંગર તરીકે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી એમણે ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘જલવા’ અને ‘તેરે નામ’ જેવી ફિલ્મોમાં મ્યુજિક આપ્યું હતું. હિમેશ રેશમિયાએ વર્ષ 2005 માં આવેલી ફિલ્મ ‘આશિક બનાયા આપને’ માં ટાઇટલ સોન્ગથી ગાયિકીમાં પગ મુક્યો હતો. હિમેશને ડેબ્યુ ગાવા માટે બેસ્ટ ડેબ્યુ સિંગરનો ફિલ્મફેયર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Advertisements

સલમાન સાથે લડાઈ :

હિમેશ રેશમિયાનું નામ ઘણા વિવાદો સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હિમેશે પોતાના ગોડફાદર સલમાન સાથે લડાઈ કરી હતી. જોકે,એનું એમને પરિણામ પણ ભોગવવું પડ્યું હતું. એમને ઘણી ફિલ્મોથી પણ નીકાળવામાં આવ્યા હતા.

Advertisements

આશા ભોંસલે મારવા ઇચ્છતી હતી થપ્પડ :

હિમેશ રેશમિયા અને આશા ભોંસલે વચ્ચે પણ વિવાદ થઇ ચુક્યો છે. એમાં એવું છે કે, હિમેશે એક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે હાઈ પીચ ગાવાને કારણે અવાજમાં નેઝલ વોઇસ ટચ આવી જાય છે. એના માટે એમને આર.ડી.બર્મનનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. હિમેશની આ કમેન્ટ આર.ડી.બર્મનની પત્ની આશા ભોંસલેને નહતી ગમી. એમણે કીધું કે આ પ્રકારની વાત કરવાવાળાને તો એક થપ્પડ મારવી જોઈએ. એ પછી સિંગિંગ શો ‘સા રે ગા મા પા’ માં બંને જજ પણ બન્યા. જોકે, એ વિવાદ ઉકલ્યો નહિ.

22 વર્ષ જુના સંબંધને કર્યો ખતમ :

હિમેશ એ સમયે અચાનક જ ચર્ચામાં આવી ગયા હતા જયારે એમણે પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે ચોરીછૂપે લગ્ન કરી લીધા. લગ્નમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોનો જ સમાવેશ થયો હતો. હિમેશે વર્ષ 2017 માં 22 વર્ષ જુના સંબંધને ખતમ કરીને પહેલી પત્ની કોમલને છૂટાછેડા આપી દીધા હતા. બંનેની વચ્ચે ક્યારેય પણ કોઈ વિવાદની ખબર નહતી આવી પણ અચાનક જ બંનેના છૂટાછેડાની ખબર ચોંકાવનારી હતી.

Advertisements

હિમેશે પોતાની લોન્ગ ટાઈમની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે 11 મે 2018 ના રોજ લોખંડવાલા એપાર્ટમેન્ટમાં સાત ફેરા લીધા હતા. લગ્ન ગુજરાતી રીતિરીવાજોથી થયા. હિમેશ અને સોનિયા 10 વર્ષ સુધી રિલેશનમાં હતા. લગ્ન પહેલા હિમેશ અને સોનિયા લગભગ 8 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા.

Advertisements

હિમેશની બિલ્ડિંગમાં જ રહે છે એમની એક્સ વાઈફ :

જણાવી દઈએ કે સોનિયા , હિમેશની પહેલી પત્ની કોમલની ખુબ જ સારી મિત્ર છે. કોમલનું ઘર એ જ બિલ્ડિંગમાં છે જેમાં હિમેશ રહે છે. જણાવી દઈએ કે હિમેશ રેશમિયા અને કોમલનો એક દીકરો પણ છે અને છૂટાછેડા પછી બંને સાથે મળીને એનું ધ્યાન રાખી રહ્યા છે.

જો એના કામની વાત કરીયે તો હિમેશ રેશમિયા ફિલ્મ ‘મેં જહાં રહું’ માં દેખાશે. આ ફિલ્મ વર્ષ 2020 માં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ 27 ડિસેમ્બરથી શરુ થશે. ફિલ્મને લઈને અત્યારે એક્ટિંગ વર્કશોપ ચાલી રહી છે. ફિલ્મનું નિર્દેશન રાજેશ શેટ્ટી કરશે. રાજેશ, યશ ચોપડાની સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મમાં જાવેદ અખ્તર પણ શામેલ છે. એ સિવાય હિમેશે ઇન્ડિયન આર્મી સોલ્જર , બિષ્ણુ શ્રેષ્ઠની બાયોપિકના રાઇટ્સ પણ ખરીદી લીધા છે. જણાવી દઈએ કે બિષ્ણુ શ્રેષ્ઠે વર્ષ 2010 માં મૌર્યા એક્સપ્રેસમાં 40 જવાનોનો એક સાથે મુકાબલો કર્યો હતો અને એને ધૂળ ચટાડી દીધી હતી.

Advertisements
ટિપ્પણી
Advertisements

ભૂખ્યો તંબુમાં રહ્યો, પકોડી પણ વેચી, પરંતુ હવે 17 વર્ષની ઉંમરમાં તો આ બેટ્સમેને મચાવી દીધી છે ધમાલ

આ અભિનેતાએ માત્ર 2 મિનિટના કાર્યથી ઘટાડયું 13 કિલો વજન, જાણી લો જાપાની ખાસ ટિપ્સ