in

વૉટ્સએપ પર આવી ગયું છે જોરદાર ફીચર, જાતે જ મેસેજ થઇ જશે ડીલીટ

જાણો છો કે હવે વૉટ્સએપમાં એવી કઈ નવી સુવિધા આવી રહી છે? જે તમારી મુશ્કેલીને પણ દૂર કરી દેશે
હવે વૉટ્સએપના યૂઝરો માટે એક ખૂબ જ મહત્વની સુવિધા આવી ગઈ છે. WABetaInfo પાસેથી મળેલી માહિતી પ્રમાણે વૉટ્સએપ ‘ડિલીટ મેસેજ’ નામની સુવિધા પર કામ કરી રહ્યું છે, અને એનો ઉપયોગ હાલમાં બીટા યૂઝર્સ કરી શકે છે. હમણાં થોડા સમય પહેલા જ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે વૉટ્સએપ ‘Disappearing Messeage’ સુવિધા લાવવાની તૈયારીમાં છે. એ સાથે જ હવે એવું પણ કહેવાઈ રહ્યું છે કે હવે આ સુવિધાને વૉટ્સએપ ડિલીટ મેસેજનાં નામથી લાવવામાં આવશે. આ સુવિધાની તપાસ 2.19.348 બીટા વર્ઝન પર ચાલુ જ છે.

હવે તમને વિચાર આવતો હશે કે વૉટ્સએપમાં મેસેજને ડિલીટ કરવાની પહેલા પણ એક સુવિધા તો હતી જ ને.

Advertisements

આ સુવિધાના રોલઆઉટ પછી યૂઝર્સ તેમના ગ્રૃપ સેટિંગ્સ પર જઈ શકે છે અને ‘Delete Messages’ નો વિકલ્પ પસંદ કરી શકે છે. આ વિકલ્પ પસંદ કર્યા પછી On અને Off સાથે સમય સેટ કરવાનો વિકલ્પ પણ જોઇ શકાશે.

તમને મળશે 5 ટાઇમિંગ ઑપ્શન

આમાં સમયના પાંચ વિકલ્પો આવશે , પ્રથમ 1 કલાક, બીજો 1 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિનો અને 1 વર્ષ માટે. એટલે કે જો તમે 1 કલાક પસંદ કરો છો, તો મોકલેલો મેસેજ 1 કલાક પછી ઓટોમેટિક જ ડિલીટ થઇ જશે. આ સુવિધા માટેની ખાસ અને મહત્વની બાબત એ છે કે મેસેજ ડિલીટ થયા પછી ડિલીટ મેસેજનો કોઇ ટ્રેક જ નહીં રહે.

Advertisements

આપણે જ્યારે પણ કોઇ ખોટા ગ્રૃપ અથવા ચેટમાં મેસેજ મોકલી દેતા હોઈએ છીએ, તો આપણી પાસે થોડા સમય માટે delete for everyone’ નો વિકલ્પ રહેતો હોય છે. પણ આ ફીચરમાં યૂઝરને એક વાત સૌથી વધારે પરેશાન કરે છે કે ‘એ મેસજમાં‘This message has been deleted’ લખેલું આવતું હોય છે અને એના લીધે રીસીવરને એવી ખબર પડી જાય છે કે મેસેજ મોકલીને કોઇએ ડિલીટ કર્યો છે , પણ હવે આવનારા ડિલીટ મેસજ સુવિધામાં મેસેજ ડિલીટ થયા પછી ‘This message has been deleted’ જેવું લખેલી આવશે નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ઘરે જ બનાવો હર્બલ શેમ્પુ, ટુંક જ સમય વાળ થશે કાળા ,લાંબા અને ઘાટા

શરત લગાવી લો ! કપિલ ની ઓન-સ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી ના આ 5 રહસ્ય નહીં જાણતા હોવ તમે