in

દેવદિવાળી પર ફક્ત આ કાર્યો કરો , જેનાથી મળશે જન્મોના પાપોમાંથી મુક્તિ

એવું કહેવામાં આવે છે કે , જ્યાં ભોલેનાથની સાથે અન્ય તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

કારતક માસ અમાસે મુખ્ય દિવાળી ઉજવવામાં આવે છે અને એના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. જે કારતક મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવતો હોય છે. આ દિવાળી ખાસ તો ગંગા મૈયાની પૂજા માટે કાશી તીર્થસ્થળની સાથે અન્ય ગંગા ઘાટ પર પણ મનાવવામાં આવે છે. જે માન્યતા છે એ પ્રમાણે આ દિવસે ભગવાન શિવજી ધરતી પર આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય શિવજીની પૂજા અર્ચના કરે છે અને અન્નદાન કરે છે એમના પાછલા 7 જન્મોના પાપનો નાશ થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે, જ્યાં ભોલેનાથની સાથે અન્ય તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

Advertisements

તો શું કરવું દેવ દિવાળીએ ?

– આ દિવસના ગંગાજળથી સ્નાન કર્યા પછી વિધિ વિધાનથી ગંગાજી અને શિવજીની વિશેષ પૂજા કરવી.

– હજારો લોટના દિવા પ્રગટાવીને વહેતા જળમાં પ્રવાહિત કરવા.

– આ દિવસે જે પણ મનુષ્ય શ્રધ્ધાપૂર્વક માં ગંગાજી અને ભગવાન શિવજીની વિશેષ પૂજા અને અભિષેક કરવું અને પછી અન્નનું દાન કરવું અને એ કરવાથી એ વ્યક્તિના પાછલા જન્મમાં થયેલ પાપ કર્મોનો નાશ થશે.

Advertisements

કેમ ઉજવવામાં આવે છે દેવ દિવાળી?

માન્યતા એવી છે કે એ પ્રમાણે દેવઉઠી અગિયારસના ચાર મહિના પછી ભગવાન વિષ્ણુ નિન્દ્રાથી જાગે છે, અને એનાથી જ પ્રસન્ન થઇને બધા દેવી દેવતાઓ સ્વર્ગથી આવે છે અને ભગવાન શિવજીની પ્રિય નગરી એટલે કે કાશીમાં ગંગા મૈયાના તટ પર દિવો પ્રગટાવીને ઉત્સવ મનાવે છે.

દેવદિવાળીના પૂજા કરો અને આ કાર્યો :

– સવારે જલ્દી ઉઠી જવું અને શ્રી ગણેશજીનું ધ્યાન કરતા કરતા ગંગાજળથી સ્નાન લો.

– સ્નાન પછી લોટમાંથી 5 અથવા 11 દિપકો વડે આરતી કરવી અને એ દિવા ગંગાજીને સમર્પિત કરવા.

Advertisements

– હવે કોઇ પાત્ર લો અને એમાં ગંગાજળ લઇને ભગવાન શિવજીને ગંગા-અભિષેક કરી અને ષોડપોચાર વિધિથી પૂજન કરો. એવું કરવાથી મા ગંગા તમારા પાછલા 7 જન્મોમાં થયેલા બધા જ પાપ હરી લેશે.

– ગંગાજી અને શિવજીની શ્રધ્ધા પૂર્વક આરતી કરવી અને એ પછી ત્યાં જ ગંગા ઘાટ પર બેસીને ॐ नमः शिवाय 108 વાર મંત્ર જાપ કરવા.

– 31 વખત મહામૃત્યુજય મંત્રનો જાપ કરો.

Advertisements

– તમારી સુવિધા પ્રમાણે શ્રી રામચરિતમાનસનો પાઠ અથવા શ્રી સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ.

– દેવદિવાળીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રનામાવલીનો પાઠ કરવો જોઇએ.

– આ દિવસે તમારે તમારા ઘરે ગંગા મૈયાના પવિત્ર જળને ચોક્કસ લઇ આવવું જોઈએ.

Advertisements

– આ દિવસે અન્નનુ દાન કરવાને ઘણું મહત્વનું માનવામાં આવ્યું છે.

– દેવદિવાળીના દિવસે પૂજા કરવામાં આવે તો એનાથી તમને એક સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જન્મ જન્માંતરના પાપનો પણ નાશ થાય છે.

ટિપ્પણી
Advertisements

જાણો અમદાવાદમાં આટલી જગ્યાઓએ મળતી પ્રખ્યાત ખાવાની વસ્તુઓ વિષે, જ્યાં થાય છે ગજબની પડાપડી

ભલે કાલે દેવઉઠી અગિયારસ હતી પણ સૂર્યના રાશિ પરિવર્તનના લીધે લગ્નના મુહૂર્ત છે 18 નવેમ્બર પછી