in

જો ઘરે જ કરો છો બ્લીચ , તો લગાવતા પહેલા ચોક્કસ રાખો આ સાવધાની

ચહેરાને ફટાફટ ચમકાવવા માટે મહિલા હોય કે પુરુષ દરેક બ્લીચની મદદ લે છે. બ્લીચની મદદથી એકબાજુ ચહેરા પર ના ગમતા વાળનો રંગ આછો થઇ જાય છે ને ત્વચા પણ ચમકદાર દેખાવા લાગે છે. ઘણા લોકો બ્લીચ પાર્લરમાં જઈને કરાવવાનું પસંદ કરે છે અને કેટલાક એને ઘરે જ લગાવી લે છે. પણ જો તમે ઘરે જ બ્લીચ કરતા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Advertisements

જો તમે પહેલી વાર બ્લીચ કરી રહ્યા છો તો તમારી ત્વચા પ્રમાણે બ્લીચ ક્રીમ પસંદ કરો. સાથે જ જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો બ્લીચ કરતા પહેલાં તેને કાનની પાછળ લગાવીને પહેલા ચેક કરી લો.

જો તમને ખંજવાળ અથવા ફોલ્લીઓ હોય તો બ્લીચ ના કરો. સાથે જ બ્લીચ કરતા પહેલાં થ્રેડિંગ ના કરાવો. સાથે જ બ્લીચ કરતી વખતે અને નીકાળતી વખતે હાથનો ઉપયોગ ના કરવો. તમારા હાથમાં કીટાણુ અને બેક્ટેરિયા હોય છે. માટે હંમેશાં બ્રશથી જ બ્લીચ લગાવો.

Advertisements

ઘરે બ્લીચ લગાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
સૌથી પહેલા ફેશવોશ કરો. એ પછી, પ્રિ-બ્લીચ ક્રીમથી ચહેરાની મસાજ કરો. હવે એક બાઉલમાં 2 થી 3 ચમચી બ્લીચિંગ ક્રીમ લો અને તેમાં 1 અથવા 2 ચપટી એક્ટિવેટર ઉમેરો. ધ્યાનમાં રાખો કે એક્ટિવેટરનું પ્રમાણ સંતુલિત હોય કારણ કે એનાથી તમારી ત્વચાને પણ નુકસાન પહોંચી શકે છે.

Advertisements

બ્લીચના તૈયાર મિશ્રણને હવે એક બ્રશ વડે પોતાના આખા ચહેરા પર અને ગરદન પર લગાવી લો. એ વાતનું ધ્યાન રાખો કે બ્લીચ આઈબ્રો અને કલમો પર ના લગાવવું. એ પછી બ્લીચને 10 થી 15 મિનિટ માટે એમ જ છોડી દો.

હવે સ્પંજ અથવા પછી ટીશ્યુ પેપેરથી બ્લીચ સાફ કરી લો અને પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરાને સારી રીતે લૂછી લો અને પછી પોસ્ટ બ્લીચ ક્રીમથી ચહેરા પર મસાજ કરી લો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

શાહરુખ ખાનને લઈને રવીનાએ કર્યો મોટો ખુલાસો, કીધું જયારે પણ મળતા હતા તો મારી નજીક આવીને..

ચહેરા પર ગ્લો લાવવા માટે રોજ લગાવો આ સીરમ, જાણો સીરમ ઘરે બનાવવાની વિધિ