in ,

સાષ્ટાંગ નમસ્કાર કરવાથી થાય છે આ સ્વાસ્થ્ય લાભ

આજકાલના આ મોર્ડન જમાનામાં નમસ્કાર કરવું અથવા તો પછી કોઈને ઝૂકીને ચરણસ્પર્શ કરવા જેવું તો આપણી નવી પેઢી માટે માત્ર એક ઔપચારિકતા જ રહી ગઈ છે પરંતુ કેટલાક એવા પણ છે જે આ જમાનામાં પણ નમસ્કાર કરવાને સન્માન કરવું માને છે. આમાંથી જ કેટલાક લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ ને ઘણું જ મહત્વપૂર્ણ માને છે.

સાષ્ટાંગ નમસ્કાર પણ નમસ્કાર નો એક રૂપ છે જેમાં શરીરના બધા અંગો જમીનને અડે છે. સામાન્ય રીતે આ નમસ્કાર ને દંડકાર નમસ્કાર અને ઉદ્દંડ નમસ્કાર પણ કહેવામાં આવે છે. અહીંયા દંડ નો અર્થ થાય છે લાકડી. એટલા માટે આ પ્રણામ કરવા માટે વ્યક્તિ જમીન પર એકદમ લાકડીની જેમ ઊંઘી જાય છે.

આવી મુદ્રા ની પાછળ નો અર્થ થાય છે કે જેવી રીતે જમીન પર પડેલી લાકડી એકદમ એકલી અને મજબૂર હોય છે એવી જ રીતે મનુષ્ય પણ દુખી અને લાચાર છે. આ કારણે જ એ ભગવાનની શરણમાં આવ્યો છે અને એની મદદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે. આવી રીતે નમસ્કાર કરીને ઈશ્વર સુધી પોતાની વાત પહોંચાડવા ના પ્રયત્ન કરે છે.

કેટલાક બીજા વિચારોથી આ નમસ્કાર નો અર્થ થાય છે કે પોતાના અહમ નો ત્યાગ કરવો. આપણે ઉભા હોઈએ અને જમીન પર પડી જઈએ છીએ ત્યારે આપણને વાગે છે, એવી જ રીતે જ્યારે બેઠા-બેઠા પણ પડી જઈએ છીએ તો આપણને વાગે છે પરંતુ સાષ્ટાંગ નમસ્કાર માં પડવાની અને વાગવાની કોઇ ગુંજાઇશ નથી હોતી.

સાષ્ટાંગ નમસ્કાર થી મનુષ્યની અંદર વિનમ્રતા ના ભાવ આવે છે. જ્યારે કોઈ બીજો આપણું માથું ઝુકાવે છે તો આનાથી આપણું અપમાન થાય છે પરંતુ જ્યારે આપણે પોતે પોતાનું માથું ઝુકાવીએ છીએ તો એ આપણા માટે સન્માનની વાત હોય છે.

હિન્દુ ધર્મમાં નમસ્કાર

હિન્દુ ધર્મમાં નમસ્કાર નું ઘણું મહત્વ હોય છે. આપણે હંમેશા આપણા થી મોટા અથવા તો પછી કોઈ સંતપુરુષ ની આગળ ઝૂકી ને નમસ્કાર કરીએ છીએ. હિન્દુ ધર્મ માં નમસ્કાર કરવું એટલે સન્માન આપવું હોય છે. જ્યારે આપણે કોઈની આગળ પોતાનું માથું ઝુકાવીએ છીએ તો એ માણસ આપણો આભાર સ્વીકાર કરે છે અને ઈશ્વર થી આપણા માટે સુખ અને સમૃદ્ધિ ની પ્રાર્થના કરે છે.

કોને કહેવાય છે સાષ્ટાંગ નમસ્કાર

સાષ્ટાંગ નમસ્કાર માં તમારા શરીરના 8 અંગો જમીન નેઅડે છે. એ આઠ અંગ હોય છે છાતી, માથું,હાથ અને પગના પંજા, ઘુટણ,શરીર, મગજ અને વચન. સામાન્ય રીતે આ નમસ્કાર માત્ર પુરુષો જ કરે છે.

સૌથી પહેલાં બન્ને હાથ છાતી થી જોડીને કમર થી ઝૂકીને પછી પેટ ના આધારે ઉંઘીને બંને હાથ જમીન પર ટેકવો. એના પછી પેહલા જમણો અને પછી ડાબો પગ પાછળની તરફ લઈ જઈને એકદમ સીધા ઊંઘી જાઓ. તમે એવી રીતે ઊંઘો કે તમારી છાતી,હથેળી,ઘૂટણ અને પગ ની આંગળીઓ જમીન પર ટેકવેલી રહે. હવે બંને આંખો બંધ કરી લો અને સાચા મનથી ઈશ્વરને યાદ કરો.

શું સ્ત્રીઓ સાષ્ટાંગ નમસ્કાર કરી શકે છે?

શાસ્ત્રો ના પ્રમાણે સ્ત્રીઓ ને આ નમસ્કાર કરવા ની મનાઈ હોય છે કેમકે આ મુદ્રા માં એમના સ્તન અને ગર્ભાશય જમીન ને અડે છે. જોવા જેવી વાત છે કે સ્ત્રીઓ બાળક ને સ્તનપાન કરાવે છે અને એમના ગર્ભ માં નવા જીવ નો ઉછેર થાય છે એટલા માટે આમના આ અંગો ને જમીન ને સ્પર્શ ના કરવું જોઈએ.

આવા માં સ્ત્રીઓ પંચાંગ નમસ્કાર કરી શકે છે. આ નમસ્કાર માં સ્ત્રીઓ ને પોતાની હથેળીઓ ની સાથે સાથે પોતાના ઘૂટણ ને પણ જમીન થી અડાડવું પડે છે.

સાષ્ટાંગ પ્રણામ કરવા થી સ્વાસ્થ્ય લાભ

સાષ્ટાંગ નમસ્કાર માત્ર ઈશ્વર ના ચરણો માં જઇ ને એમને યાદ કરવું નથી હોતું પરંતુ આના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ હોય છે. હાં તો,આ નમસ્કાર થી આપણાં સ્પાઇન માં લચીલાપણું અને સુધાર આવે છે. આના થી માંસપેશી સંપૂર્ણ રીતે ખૂલી જાય છે સાથે જ પગ ખભા અને માંસપેશીઓ માં મજબૂતી પણ આવે છે. આ મુદ્રા થી મનુષ્ય ની અંદર સકારાત્મકતા આવે છે અને એના થી અહમ નો પણ નાશ થાય છે. આટલું જ નહીં એ પોતાને જમીન થી જોડાયેલુ પણ અનુભવવા લાગે છે.

Facebook Comments

What do you think?