જાણો, અળસી ખાવાના ફાયદા અને નુકસાન

Please log in or register to like posts.
News

અળસીના ખાવાના ફાયદા

અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં ઓમે-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક હોય છે. એક ચમસી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો આજે અમે તમને જણાવીશું તે ખાવાના ફાયદા અને નુકસાન.

કેન્સરથી સુરક્ષા

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.

હ્રદયની બિમારી

અળસીમાં મળી આવતો ઓમેગા-3 બળતરાને ઘટાડે છે અને હ્રદય ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક થતી નથી. સાથે તે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

ડાયબિટિસને નિયંત્રણમાં રાખે છે

અળસી ખાવાથી ડાયિબિટિસ નિયમંત્રણમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ ગ્રસ્ત લોકો પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

કફમાં રાહત

અળસીના બીજને મિક્ષરમાં ચૂર્ણ બનાવી 15 ગ્રામ, મુલેઠી પાંચ ગ્રામ, મિશ્રી 20 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

અળસી ખાવાથી થતું નુકસાન

પેટની સમસ્યાઃ અળસી અથવા કોઈ પણ ફ્લેક્સીડ્સ વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે અળસીમાં રહેલા લેક્સેટિવ જાડો, છાતીમાં બળતરા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા લાવી શકે છે. એટલા માટે જરૂરી છે કે પ્રતિદિન 30 ગ્રામથી વધુ અળસીનું સેવન ન કરવું.

ઈજા જલદી નહીં રૂજાય

જો તમે અળસીનું સેવન કરો છો તમને જે કોઈ ઈજા પહોંચી છે તે જલદી નહીં રૂજાય. કારણ કે ઓમેગા-3 લોહીને જામવાની પ્રક્રિયા ધીમી કરી દે છે.

ગેસની સમસ્યા વધી શકે છે

અળસીમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી ઘણી વખત પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

એલર્જીનું કારણ

અળસીનું વધુ પડતુ સેલન એલર્જી રિએક્શનનું કારણ પણ બની શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.