સાપ્તાહિક રાશિફળઃ 9 એપ્રિલથી 15 એપ્રિલ 2018

Please log in or register to like posts.
News

આવું રહેશે તમારુ આગામી સપ્તાહ

એપ્રિલનું બીજુ સપ્તાહ તમારા માટે ખાસ યોગ અને તક લઈને આવી રહ્યું છે. ત્યારે રાશિ અનુસાર તમને કઈ બાબતે ફાયદો થશે અને કઈ બાબતથી સાવધાન રહેવું તે જાણીને સમગ્ર સપ્તાહ દરમિયાન તે પ્રમાણ વર્તવાથી અનિષ્ટને પહેલાથી જ દૂર રાખી શકાય છે. વાંચો સાપ્તાહિક રાશિફળ…

મેષ

સપ્તાહના પહેલા દિવસે તમારા કામમાં પ્રગતિ જોવા મળશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમારા પર કામનું ભારણ વધશે. કારોબારમાં નવી યોજનાઓ બનાવી શકશો. તારીખ 9,10, અને 11 તમારા યશ અને કિર્તીમાં વધારો કરશે. તમે મેળવેલી સિદ્ધીઓની પ્રસંશા થશે તેમજ સમય જાણે તમારી સાથે ચલાતો હોય તેવું અનુભવશો. તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભૂરપૂર પ્રયાસ કરશો.

14 એપ્રિલે 12મો ચંદ્ર ચિંતાનો કારક

સામાજીક જીવન સુખરુપ બનશે. તારીખ 12-13 દરમિયાન કોઈ નવા કાર્યનો શુભારંભ કરશો. લાભ મેળવવા માટે ઉત્તમ સમય છે. પરિવાર સાથે સુખદ સયમ પસાર થશે. 14મી તારીખે 12માં સ્થાનનો ચંદ્ર તમને ચિંતા કરાવશે. ઘર-પરિવારમાં અચાનક વાતાવરણ ખરાબ થઈ શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃષભ

સપ્તાહની શરુઆત નિરાશાજનક રહેશે. તારીખ 9,10 અને 11મીની બપોર સુધી વધુ પરીશ્રમ કરવો પડશે. તમને કોઈ કષ્ટ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડા સાવધાન રહો. ખાસ કરીને પેટ અથવા આંખના રોગ થવાની આશંકા છે. જ્યારે તારીખ 12-13 દરમિયાન નોકરીમાં પ્રગતિના સંકેત છે. તમે બધી બાજુથી ચિંતામાં ઘેરાયેલા હોય તેવો અનુભવ થશે. તમારા પર કામનું ભારણ વધારે રહેશે.

એકંદરે સપ્તાહ આશાપૂર્ણ બનશે

જમીન મકાન સંબંધી કાર્યોમાં લાભ મળશે. ઉધાર આપેલ કે ફસાયેલા પૈસા પરત મળશે. કોઈ પ્રકારના અણબનાવ અથવા દુર્ઘટનાઓથી તમારી રક્ષા કરો. આ સપ્તાહ તમારા માટે આશાપૂર્ણ બની રહેશે. તારીખ 14 દિવસે કરિયર સાથે જોડાયેલ મહત્વપૂર્ણ ઘટના બની શકે છે. જેના પરીણામે તમારા જીવનમાં મોટું પરંતુ સારુ પરિવર્તન આવશે.

મિથુન

અઠવાડિયાની શરુઆતમાં સારા સમાચાર મળશે. જોકે માનસિક રુપે તમે પોતાનામાં ધીરજનો અભાવ અનુભવશો. જ્યારે લગ્નોત્સુકો માટે ખૂબ જ સારો યોગ છે, જીવનસાથી મળી શકે છે. તારીખ 9,10 અને 11મીના બપોર સુધી આઠમો ચંદ્રમા માનસિક ચિંતાનું કારણ બનશે. આ સમય તમારા કામકાજના સ્થાન પર શત્રુઓથી સાવધાન રહો. તમારી કોઈ ભૂલના કારણે તમારે બીજા સામે ખરું-ખોટું સાંભળવું પડી શકે છે.

નવી યોજનાઓ બનાવીને સાકાર કરી શકશો

તારીખ 12-13 દરમિયાન સરકારી કામકાજમાં સફળતા મળે. વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવી શકશો. નોકરીમાં કરવામાં આવેલ તમામ પ્રયાસો સફળ રહેશે. વિદ્યાર્થી વર્ગ ભણવામાં અનુકૂળ સમય અને કરિયરમાં આગળ વધશો. પરિવારમાં તણાવગ્રસ્ત વાતાવરણમાં રાહત મળશે. તારીખ 14 દરમિયાન તમે તમારી ક્ષમતા અને ઉર્જાનો ભરપૂર પ્રયોગ કરશે. જેથી મહેનતનું ફળ તમારા હક્કમાં રહેશે.

કર્ક

ઘર-પરિવારમાં વ્યસ્ત રહેશો. આપ કોને મદદ કરી શકો તેવી સ્થિતિમાં આવશો. મિત્રો દ્વારા શુભ સમાચાર મળશે. જોકે આ સપ્તાહ દરમિયાન સમસ્યા વધશે. નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે કોર્ટકચેરીના કામકાજમાં નિરાશા સાંપડશે. તારીખ 9,10 અને 11 દરમિયાન કપલ વચ્ચે રહેલી ગેરસમજણ દૂર થઈ જશે. દિવસો તમારા માટે મધ્યમ રહેશે. પ્રેમના મામલે તમે ભાગ્યશાળી સાબિત થશો. કોઈ સારા સમચાર મળશે. તો કાયદાકીય મામલે તમે સમજૂતી માટે તૈયાર રહેશો.

સપ્તહનો ઉત્તરાર્ધ કષ્ટદાયક

તારીખ 11ની બપોર પછીનો સમય કષ્ટદાયક બની શકે છે. તારીખ 12-13 દરમિયાન વેપારમાં નુકસાનની આશંકા છે. વરિષ્ઠ અધિકારી તમારા કામથી સંતુષ્ટ નહીં થાય જેનું ફળ ભોગવવું પડશે. આરોગ્યનું ધ્યાન રાખવું. તારીખ 14નો દિવસ તમારા માટે રાહત લઈને આવશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. આ દિવસે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે.

સિંહ

આરોગ્ય સાથે જોડાયેલ બાબતે રાહતનો શ્વાસ લેશો. દરેક પ્રકારની સુવિધા મળશે. મહત્વપૂર્ણ કાર્યો પૂરા થતા તમારો ચહેરો ખીલી ઉઠશે. રોજગાર શોધતા યુવકોને સફળતા મળશે. બેંકોના કાર્ય તમે ખૂબ વ્યવસ્થીત રીતે પૂરા કરી શકશો.

જીવનસાથી સાથે નિકટતા વધશે

તારીખ 11,12 અને 13 દરમિયાન જીવનસાથી સાથે સંવાદ વધશે. નોકરીમાં તમારા બોસ તમારાથી ખુશ રહેશે. જૂની મુશ્કેલીઓનો અંત આવશે. તારીખ 14નો સમય તમારા માટે નકારાત્મક રહેશે. સંતાનના ભવિષ્યને લઈને ચિંતિત રહેશો. આરોગ્યનું ધ્યાન રાખવું જરુરી છે.

કન્યા

આ સપ્તાહમાં તમે પ્રિયજનને મળવા માટે સફળ આયોજન કરી શકશો. પ્રત્યેક કાર્યોમાં સફળતા રહેશે. જેનાથી તમારામાં ઉત્સાહ અને સ્ફૂર્તિનું નવું જોમ જોવા મળશે. ગ્રહોની દશા પૂર્ણ સ્વરુપે તમારા પક્ષમાં ન હોવાને કારણે કોઈ પણ નવું કામ શરુ કરતા પહેલા અને નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી દેખાતો. મકાન દસ્તાવેજ બાબતે ખૂબ સાવધાની રાખો. વિદ્યાર્થી વર્ગ માટે પ્રગતીકારક સમય છે. ભણતરમાં સફળતા મળશે અને કરિયર માટે નવી તક મળશે.

હરવા ફરવા જવાનો પ્લાન કરશો

સાહિત્ય અને કળાજગત સાથે જોડાયેલ વ્યક્તિઓ નવું યોગદાન આપી શકશે. પ્રેમી યુગલ એકબીજાના સહવાસનો લાભ ઉઠાવી શકશે. સપ્તાહના અંતે તમારા કાર્યમાં આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ દેખાશે. કાર્યમાં સફળતા અને યશ મળશે. રોજબરોજના કામથી કંટાળીને હરવા-ફરવામાં વધુ ધ્યાન આપો તેવા સંકેત છે.

તુલા

સ્કૂલ કૉલેજના જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. 9 અને 10 તારીખ દરમિયાન તમારી સાથે વિશ્વાસઘાત થવાની આશંકા. કોઈની પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આર્થિક અને કાયદાકીય મામલામાં જરા પર બેદરકારી ન રાખશો. કોઈ પણ નવા કાર્યની શરુઆતમાં વિધ્ન આવી શકે છે. આળસ અને થાકનો અનુભવ થશે. હાથમાં આવનારા રુપિયા અટકી શકે છે.

અટકેલું કામ પૂર્ણ થશે

શત્રુઓ અને વિરોધીઓથી પરેશાન થઈ શકો છો. અશુભ કે અપ્રિય સમાચાર મળીશે એવી આશંકા છે. 11, 12 અને 13 તારીખ દરમિયાન ભાઈઓ અને પરિવારના સભ્યોની સાથે મધુર સંબધ બનશે. કોઈ પ્રતિભાશાલી વ્યક્તિની સહાયથી તમારું અટકેલું કામ પૂર્ણ થશે. તમારી સફળતા તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે. વિદ્યાર્થીઓ માટે પડકારજનક સમય રહેશે. 14 તારીખે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક

જૂના અને ખાસ કરીને વિપરીત લિંગવાળા મિત્રો સાથે મુલાકાત થશે, જૂની યાદો તાજી થશે. મનમાં એક અદ્ભૂત ઉમંગ રહેશે. મિત્રો સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવશો. પારિવારિક સમસ્યાઓનું નિવારણ આવશે. 9, 10 તારીખ દરમિયાન તમારો વ્યવહાર શાલીન રહેશે. કોઈ બાબતે મનમાં જરા પર દ્વેષ ભાવ નથી થાય. તમને ઈચ્છિત ફળ મળી શકે છે. ઉચ્ચ અધિકારી તમારા કાર્યોની પ્રશંસા કરશે. રોજગારની તકો પ્રાપ્ત કરશો.

ખર્ચ કરતી વખતે ધ્યાન રાખો

નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને યોગ્ય તક મળશે. 11, 12 અને 13 તારીખ દરમિયાન આર્થિક મુશ્કેલીની શંકાને જોતા નાણાનો ખર્ચ યોગ્ય રીતે કરવો. મનમાં અસંતોષની ભાવના રહેશે. કોઈ પણ વાતે મનમાં ઉદાસીનતા રહેશે. પ્રમ પ્રસંગોમાં પડવાની સંભાવના રહેલી છે.

ધન

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 11 તારીખે બપોરના ઉત્તરાર્ધના સમય અને 12 તથા 13 તારીખ દરમિયાન તમે તમારી ક્ષમતાઓનો વધારે ઉપયોગ કરી શકશો. તમારી મહેનતનું પરિણામ સંતોષપ્રદ રહેશે. નોકરીમાં તમારા દ્વારા કરાયેલા કાર્યના વખાણ થશે.

દાંપત્ય જીવનમાં વિવાદ થઈ શકે છે

સહકર્મી તમારી પાસે માર્ગદર્શન લેશે અને વરિષ્ઠ અધિકારી મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તમારી પર ખાસ વિશ્વાસ મૂકશે. પાડોશી સાથે સંબંધોમાં સુધાર થશે. 14 તારીખનો દિવસે મધ્યમ ફળદાયી રહેશે. દાંપત્ય જીવનમાં પરસ્પર વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. ભૌતિક સુખ સુવિધાઓ પર વઘારે ખર્ચ થશે.

મકર

10, 11 તારીખના દિવસે રુપિયાની લેવડ-દેવડ અથવા આર્થિક વ્યવહાર સંભાળીને કરો. તન અને મનના સ્વાસ્થતા સાથે તમામ કાર્ય કરશો. ક્યારેક-ક્યારેક તમે ઉતાવળમાં ભૂલ કરી બેસશો, જેનાથી વિવાદ કે કોઈની સાથે મતભેદ થઈ શકે છે. 12 અને 13 તારીખના દિવસે તમે બગડેલા સંબંધો સુધરી શકે છે. અહિત ઈચ્છનારા લોકોને ઓળખવાની કળા શીખવાની સલાહ છે. અઠવાડિયાની મધ્યમાં આનંદ ઉલ્લાસ સાથે સમય પસાર થશે.

આર્થિક લાભની સંભાવનાઓ

શરીર અને મન બન્ને રીતે તમે સ્વસ્થ રહેશો. નાનીના ઘરેથી લાભ થશે અથવા સારા સમાચાર મળશે. આર્થિક લાભની સંભાવના છે. અઠવાડિયાના અંતમાં તમે ઉત્સાહમાં રહેશો. 14 તારીખના દિવસે પરિવારની સાથે ફરવા, તીર્થયાત્રા પર જવાનું કે મોલમાં શોપિંગ માટે અને સિનેમાઘરમાં જવાનો પ્લાન બની શકે છે. ખાવાપીવા પર ધ્યાન રાખો. ભોજનમાં શક્ય હોય તો તરળ પદાર્થ વધારે લો. કોઈના પર અંધવિશ્વાસ ન કરો.

કુંભ

દાંપત્ય જીવનમાં પરસ્પર વિવાદ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. ધનપ્રાપ્તિનો યોગ છે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટની યોજના બની શકે છે. ગણેશજીનું સ્મરણ કરીને આગળ વધો. જીવનસાથી સાથે નિકતાનો આનંદ ઉઠાવી શકશો. સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં તમારી ખ્યાતી વધશે. ભાગીદારો સાથેના સંબંધોમાં ખટપટ થઈ શકે છે. આવક-જાવકના કાર્ય સાથે જોડાયેલા વેપાર ધંદામાં લાભ અને સફળતા મળશે.

ખરીદી કરી શકો છો

તમારી ખોવાયેલી વસ્તુઓ મળવાની સંભાવના છે. ગૃહસજ્જા માટે જરુરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. પરિવારના સભ્યોની સાથે આનંદનો સમય પસાર કરશો. કલાકારોને પોતાની કળાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તમારી કળાની કદર કરાશે. વિચાર્યો ન હોય તેવો ખર્ચ પણ થશે.

મીન

અઠવાડિયાની શરુઆતમાં પારિવારિક અને દાંપત્યજીવન ઉત્તમ રહેશે. મનની વાત કોઈની સાથે કરશો એટલે કે તમારી વેદના કોઈની આગળ ઠાલવી શકો છો. વ્યવસાયમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારી જીવનશૈલીમાં સુધાર આવશે. કોઈ જગ્યાએ ઉધાર રુપિયા આપ્યા હશે તે પાછા આવશે. આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીમાં વધારે સારી રહેશે.

જીવનસાથી તરફથી પ્રેમ મળશે

જીવનસાથી એક-બીજાની ભાવનાને સમજશે. એકબીજાનો આદર કરશો. તમારા હાથે શુભકાર્ય સંપન્ન થશે. નવી જવાબદારીઓ વધશે. ભાઈઓ સાથે પ્રમભાવ વધશે. 11, 12 અને 13 તારીખ દરમિયાન નકામો વાદ-વિવાદ થઈ શકે છે. શત્રુ હાનિ પહોંચાડવાની કોશિશ કરી શકે છે.

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.