in

સાપ્તાહિક રાશિફળઃ 8 થી 14 ડિસેમ્બર 2019

મેષ

આ સપ્તાહે વ્‍યવસાય કરતા જાતકો પોતાના લાભ માટે નવા નવા લોકો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આનંદભર્યા સમયમાં જૂના મિત્રો કે પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનો હર્ષ બમણો કરી દેશે. જો કે તંદુરસ્‍તીનું થોડું ધ્યાન રાખવાની આપને સલાહ છે. ખાસ કરીને ગજા બહારનું કામનું ભારણ લેવું નહીં અને વધુ વજન ઉંચકવું નહીં કારણ કે કમરમાં દુખાવો અથવા કરોડરજ્જૂને લગતી સમસ્યાઓ થઇ શકે છે. મિત્રો સાથે મતભેદ થવાથી મનમાં થોડો કચવાટ થઇ શકે છે. તેમની સાથે વ્યવહાર કરતી વખતે વાણી પર સંયમ રાખવો. અગાઉ ઊભી થયેલી ગેરસમજ ટળવાથી મનમાં હળવાશ અનુભવશો. સપ્તાહના મધ્યમાં આવક વધશે અને સાથે સાથે મિત્રો કે સ્નેહીઓ તરફથી ભેટ સોગાદો પણ મળશે. પરિવારજનો અને સ્નેહીજનો સાથેની આપની નિકટતા વધશે. કામકાજમાં વિસ્તરણ કે આર્થિક રોકાણની લાંબા ગાળાની યોજનાઓ અંગે વિચારતા આપ દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મુકાઇ જશો. વિદ્યાર્થીઓ આ સપ્તાહે અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે પરંતુ ખરાબ મિત્રોની સોબતના કારણે વાત બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે.

Advertisements

વૃષભ

સપ્તાહની શરૂઆતમાં તમારું મન થોડુ બેચેન રહેશે. મુસાફરી માટે સમય અનુકૂળ નથી. સ્વાસ્થ્ય પણ સાચવજો. પેટમાં ગરમી, લૂ લાગવી કે ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કૌટુંબિક વિસંવાદિતાના પ્રશ્નો આપને સતત વ્યસ્ત રાખશે. નવા સંબંધો ઉપાધિકારક બનવાની શક્યતા હોવાથી હાલ પૂરતી કોઈની સાથે મુલાકાત ટાળવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થાય તેમના લગ્ન યોગ પણ ઊભા થાય. ખોરંભે ચડેલા કાર્યો હવે ધીમે ધીમે સરળતાપૂર્વક પાર પડે. મહત્વના મુદ્દે કુટુંબના સભ્‍યો સાથે ખુલ્લા દિલે ચર્ચાવિચારણા થવાથી પ્રશ્નોનું નિરાકરણ આવે. ગૃહસજાવટની ચીજો પાછળ આપ ખર્ચ કરો તેવી શક્યતા છે. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. નિયમિત કસરત અને ખાવાપીવામાં પણ નિયમિતતા જાળવી રાખવાથી આપ સારું આરોગ્‍ય માણી શકશો. દરેક વ્યક્તિ પ્રત્યે આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. આપને રોજિંદા જીવનથી કંઈક નવું કરવાની અંતઃસ્ફુરણા થશે. વિદ્યાર્થીઓને એકંદરે રાહતનો અનુભવ થશે.

મિથુન

Advertisements

આપ વડીલો સાથે ખૂબ સારી રીતે સમય પસાર કરી શકશો પરંતુ જીવનસાથી જોડે આપના સંબંધો સામાન્ય રહેશે. પ્રણય પ્રસંગોમાં ખાસ નવીન બનવાની શક્યતા નથી તેમાં ય પ્રિયપાત્ર સાથેની વાતચીતમાં ધ્યાન નહીં રાખો તો ગેરસમજના કારણે ખટરાગ થવાની સંભાવના છે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. આવકમાં ઘણી વૃદ્ધિ થશે અને નિયમિત આવક સિવાય અન્ય લાભ મળશે. આરોગ્‍ય સુખાકારી પણ સારી જળવાઈ રહેશે. ટૂંકમાં તમામ પ્રકારે આનંદમંગલનો સમય છે! જોકે, સપ્તાહના મધ્યમાં સાચવવા જેવું છે કારણ કે તમારું મન કોઇપણ બાબતે વ્યાકુળ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમને અન્યથી અણગમો થાય અથવા કોઇ ખોટા નિર્ણય લેવાય તેવું બની શકે છે. આવી સ્થિતિથી બચવા માટે માનસિક રીતે શાંત રહો તે આવશ્યક છે. છેલ્લા ચરણમાં આવક વધવાની સાથે જ સ્વાભાવિક રીતે આપનો ખર્ચ વધશે અને આપ પોતાના અથવા પરિવારની સુખસગવડ કે મનોરંજન માટે નાણાં ખર્ચતા અચકાશો નહીં. આપનો ખર્ચ વ્યાજબી છે પરંતુ આપને નાણાંનો નશો ન ચડે તેનું ધ્યાન રાખજો.

કર્ક

સપ્તાહની શરૂઆત તમે તાજગી સાથે કરશો અને તમારા મનમાં કારકિર્દીમાં પ્રગતી કેન્દ્ર સ્થાને રહેશે. સાથે સાથે પરિવારનું વાતાવરણ સુમેળભર્યું રહેશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ધારી સફળતા મળે પરંતુ મહેનતનો કોઇ વિકલ્પ નથી તે વાત યાદ રાખજો. લાંબાગાળાના રોકાણની યોજનાઓ પાર પડશે. વેપારીવર્ગ અને નોકરિયાતો માટે સમય સુધારાપૂર્ણ હોવાથી આપના હાલના પ્રોજેક્ટ સુપેરે પાર પડશે. સહોદરો તેમ જ પ્રિય પાત્ર સાથે સંબંધો સુધરતા જણાશે. આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લિતા અનુભવે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે. તમે કંઇ પરિવર્તન ઇચ્છો અથવા કામકાજમાં ફેરફાર થાય તેવું બની શકે છે. પ્રણય સંબંધોમાં અહંને અંકુશમાં રાખવાની સલાહ છે. છેલ્લા બે દિવસમાં ઋતુમાં થતા પરિવર્તનના કારણે અજીર્ણ તથા પાચનતંત્રને લગતા પ્રશ્‍નો સતાવે. આ સપ્તાહમાં આપ કામના બોજથી થોડી હળવાશ મેળવવા પરિવાર અને સંતાનો સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરી શકો છો. આ સમયમાં તમે પરિવારની ખુશી માટે વાહન અથવા કોઇ ગેઝેટની ખરીદી કરો તેવી પણ સંભાવના છે.

Advertisements

સિંહ

શરૂઆતમાં કોઇ જૂના મિત્રો સાથે લાંબા ગાળે મુલાકાત થતા આપ બાળપણની યાદોમાં સરી પડશો. કાર્ય સફળતાથી આપની આવક તો બેશક વધશે જ સાથે સમાજમાં, ધંધાર્થી વર્તુળોમાં, ઓફિસમાં તેમ જ ઘરમાં આપનો માનમોભો પણ વધશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ આપની સમક્ષ હથિયાર હેઠાં મુકશે. ભાઇ- બહેનોથી લાભ થાય.આપ મિત્રો સાથે પાર્ટી કે સામાજિક મેળાવડાઓમાં આનંદ માણશો. જમીન, વાહન, મિલકત કે કોઈપણ કાયદાકીય દસ્તાવેજની કાર્યવાહીમાં તમે આગળ વધશો અથવા આ દિશામાં રોકાણ કરવા માટે તૈયારી કરશો. ઘરમાં વડીલો તરફથી સહકાર મળે અને છેલ્લા ચરણમાં તેમનાથી કોઇ ફાયદો થઇ શકે છે. આપની શારીરિક સ્‍ફુર્તિ વધશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થવાના પણ યોગ છે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. ઉપરી અધિકારીઓને પોતાના નવા વિચારો કે શ્રેષ્ઠ પરફોર્મન્સથી પ્રભાવિત કરી શકશો. આપના હાથ નીચે કામ કરતા લોકોથી લાભ થાય. પરંતુ લોકો આપના સાલસ સ્વભાવનો ગેરલાભ ઉઠાવે નહીં તેની કાળજી રાખવી. આપની કલ્પનાશક્તિ ખીલી ઉઠતાં આપની મૌલિકતા નવો ચિલો ચાતરશે.

કન્યા

Advertisements

સપ્તાહની શરૂઆતમાં અહંની ભાવનાથી કોઇની લાગણી ન દુભાય તેની કાળજી રાખવી. મનમાં થોડી વ્યાકુળતા પણ રહેશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ચિત્ત એકાગ્ર ન રહે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. થોડી શારીરિક અસ્વસ્થતા અનુભવશો. છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની થાય. સપ્તાહના મધ્યથી ફરી આપની ગાડી પાટે ચડવા લાગશે. આપના કાર્યો પાર પડવાથી આનંદ ઉત્‍સાહમાં વધારો થશે. મન તાજગી અને પ્રફુલ્‍લિતતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટનનો કાર્યક્રમ ઘડાય. નવું કાર્ય શરૂ કરવા માટે અંતિમ ચરણમાં સારી તકો મળી શકે છે. છેલ્લા બે દિવસમાં તમે ખાસ કરીને પ્રોફેશનલ બાબતોમાં વધુ ધ્યાન આપી શકશો. પરિવારમાં પણ એકંદરે સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થવાના યોગ જણાય છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં મન નહીં લાગે પરંતુ સપ્તાહના મધ્યમાં ઉચ્ચ અભ્યાસમાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અત્યારે તમે ઘર અને ઓફિસમાં પોતાની આસપાસના માહોલમાં સુધારો કરવા માટે ખર્ચ કરો તેવી શક્યતા છે.

તુલા

તમે અત્યારે સુખ-સગવડના સાધનો વસાવશો. નોકરીમાં પ્રમોશનની તક મળે. આપની સુષુપ્ત ઇચ્છા પૂરી થાય. સપ્તાહના મધ્યમાં તમને થાક લાગશે પણ તમારી પાસે દમ છે, થોડો સમય વિરામ અને મનોરંજનમાં ધ્યાન આપીને નવી ઉર્જા સાથે ફરી આગળ વધશો તો ક્યાંય પાછા નહીં પડો. સપ્તાહના મધ્યમાં આપે કામકાજના સ્‍થળે મગજનો પારો કન્‍ટ્રોલમાં રાખવો અને આપની સાથે કામ કરતા મિત્રો, સહકર્મચારી કે નોકરો સાથે ઝઘડો ન થાય તેનો ખ્યાલ રાખવો. દેશાવર કાર્યોમાં તમે આગળ વધી શકશો અને વિદેશ જવાનું આયોજન હશે તો તેમાં પણ ફાયદો થઇ શકે છે. જેઓ કૃષિ, વાહન, રીઅલ એસ્ટેટ જેવા કાર્યોમાં જોડાયેલા છે તેમના માટે સમય પ્રગતિ વાળો છે. કમ્યુનિકેશનમાં પણ તમે સારી રીતે આગળ વધશો. પ્રણય અથવા દાંપત્યજીવનનું સુખ માણવાની તકો મળે પરંતુ ખાસ કરીને તા. 10ના મધ્યાહનથી 12ની સાંજ સુધી મનમાં થોડી વિરક્તિ રહેશે. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ મધ્યમાં તમે સામાન્ય અભ્યાસથી વિચલિત થઇ શકો છો. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે જળવાઇ રહેશે.

Advertisements

વૃશ્ચિક

પ્રોફેશનલ મોરચે તમે સારી શરૂઆત કરશો. વાણીના કારણે કાર્યોમાં ક્યારેક રુકાવટો આવશે પરંતુ આપ તેને દૂર કરવાના રસ્‍તા પણ શોધી કાઢશો જે એક સારી વાત કહી શકાય. મનમાં ઉમંગ સાથે આપ જોશ અને જુસ્સો જાળવી રાખશો. સપ્તાહના પૂર્વાર્ધમાં તમે પોતાના રસના વિષયો તરફ આગળ વધશો. બાળકો તરફથી કંઇક નવી માંગણી આવે અથવા તેની જીદ આપે સંતોષવી પડે તેવી શક્યતાઓ ઊભી થાય. નવા પ્રોજેક્ટ, નવા કામોની જવાબદારી આપના ઉપર આવવાની શક્યતા છે. પરિવાર કે પ્રેમસંબંધોની બાબતોમાં પણ સમય અનુકૂળ હોવાથી ખાસ ચિંતા જેવું નથી. જોકે, કોઇપણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં ક્યાંય ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કદાચ આ સમયમાં તમારે દોડાદોડી પણ વધારે કરવી પડશે અને આપને ભવિષ્યમાં તેનો લાભ પણ મળશે. સપ્તાહના અંતિમ ચરણમાં આપની આધ્યાત્મિકતા વધશે અને આપ પોતે ઇશ્વરની નજીક છો તેવો અહેસાસ થશે. આ સપ્તાહમાં સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે.

ધન

Advertisements

જમીન, મકાન, વાહન વગેરે બાબતોમાં મહત્ત્વના દસ્તાવેજોને આખરી સ્વરૂપ આપવા માટે સમય તમારી તરફેણમાં છે. કેટલાક નકારાત્મક વિચારોના કારણે મન લાગણીથી આર્દ્ર બને માટે શક્ય હોય ત્યાં સુધી આવા વિચારોથી દૂર રહેવું અને ધાર્મિક બાબતોમાં ધ્યાન આપવું જેથી મનની શાંતિ અને સ્થિરતા જળવાશે. સંબંધો બાબતે મનમાં કલ્‍પનાના તરંગો આપને રંગીન દુનિયામાં લઇ જશે. પ્રણયજીવનમાં સફળતા મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. મિત્રો સાથે આનંદભરી મુલાકાત થાય. આ સમયમાં તમને સાહિત્‍ય કલાક્ષેત્રે નવું સર્જન કરવાની પ્રેરણા થાય. આપ ધા‍ર્મિક પરોપકારનું કાર્ય કરો. ભાગીદારીના કાર્યોમાં સામેવાળા સાથે દલીલબાજીમાં પડવું નહીં. છેલ્લા ચરણમાં લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી પતિ- પત્‍ની વચ્‍ચે મનદુ:ખ ના થાય તે જોવાની જવાબદારી તમારી રહેશે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. ખોટા વાદ વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના મામલે ધાર્યા કરતા ઓછી સફળતા મળે. વિદ્યાર્થીઓને શરૂઆત સારી છે પરંતુ અંતિમ ચરણમાં અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે.

મકર

સપ્તાહની શરૂઆતમાં તમે પરિવાર સાથે વધુ સમય વિતાવશો. વડીલો આપને સહકાર આપશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. કુટુંબીજનોને આનંદમાં રાખવા અને તેમની ખુશીઓ માટે અથવા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તમે ખર્ચ કરવામાં પણ પાછા નહીં પડો. આ કારણે કોઇ મોટી ખરીદીની શક્યતા પણ છે. દૂર રહેતા મિત્રો કે સ્નેહીઓ સાથેના સંપર્ક કે સંદેશાવ્યવહારથી આપને ફાયદો થઇ શકશે. આકર્ષક વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો. આપના અનેક કાર્યોમાં પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સુમેળભર્યા સંબંધો કામ લાગશે. આપનું તન અને મન પ્રસન્ન રહેશે. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે પરંતુ તમારામાં શાશ્વત પ્રેમના બદલે વિજાતીય આકર્ષણ વધુ રહેશે. આવી સ્થિતિમાં તમે કોઇપણ ખોટા વિચારોથી દૂર રહેજો. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે અને આપ એક યા બીજી રીતે આવકના સ્ત્રોત ઊભા કરી શકશો. નવા કામ શરૂ કરવા યોગ્ય તબક્કો છે. વિદ્યાર્થીઓને સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં ઘણી રુચિ રહેશે. તમે કંઇક નવું શીખવા માટે તત્પર રહેશો. સ્વાસ્થ્ય માટે બેદરકાર ના રહેવાની સલાહ છે.

Advertisements

કુંભ

કોર્ટ કચેરીના મામલામાં ઉકેલ આવી શકે છે. અત્યારે તમે પ્રોફેશનલ બાબતોમાં વધુ વ્યસ્ત રહો અને તેનાથી ફાયદો થવાની પણ પૂર્ણ શક્યતા છે. સંયમિત વાણી અને વર્તનમાં પારદર્શકતા તમને કારકિર્દીમાં નવા મુકામ સુધી લઇ જઇ શકે છે. ઘર વપરાશની વસ્તુઓ પાછળ ખર્ચ વધારે રહેશે. આપનો આત્‍મવિશ્વાસ અને નિર્ણયશક્તિ વધશે. વડીલ વર્ગ તરફથી લાભ થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. સામાજિક કાર્યોમાં તમે સક્રિય થશો. શરૂઆતમાં મિત્રો સાથે સમય વીતાવવાની તકો મળી શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તમે સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા માટે સક્રિય રહો. કુટુંબમાં આનંદમંગળ રહેવાથી તમારી માનસિક પ્રફુલ્લિતા જળવાશે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીઓના સંપર્કથી લાભ થાય. રોકાણ કરો તેવી પણ શક્યતા છે. છેલ્લા ચરણમાં પ્રેમસંબંધોમાં વધુ પડતી લાગણી આપનો મૂડ અપસેટ કરશે. ઉગ્ર દલીલો કે વાદવિવાદથી બચવું. અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે જેમાં ખાસ કરીને તા. 13 અને 14ના રોજ અભ્યાસમાં વધુ સમય આપવો જરૂરી છે.

મીન

ગ્રહોની સ્થિતિ જોતા આ સપ્તાહે તમે ઘર-પરિવારમાં આનંદપૂર્વક સમય વિતાવશો. કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યની ચર્ચા થાય. આપ આત્મવિશ્વાસ સાથે ત્‍વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જોકે દોડધામના કારણે એસીડીટિ, કરોડરજ્જૂ કે સાંધાનો દુઃખાવો અથવા અનિયમિત ભોજનના કારણે પેટની તકલીફો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સામાન્ય સમય રહેશે. આપની બૌદ્ધિક ક્ષમતાથી આપને ચર્ચામાં જોડાવાનું મન થાય, પરંતુ પોતાનો કક્કો ખરો કરવાની જીદ છોડજો નહીંતર સંબંધો પર અસર પડશે. પરિવારમાં સુલેહપૂર્ણ વાતાવરણ રહેશે. આર્થિક લાભ થવાની શક્યતા પણ છે. ભાઇ- ભાંડુઓથી લાભ થશે. આપની આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિ સેવા કાર્યો કે જરૂરિયાદમંદોને મદદ કરવા પ્રેરશે. જીવનનું સત્ય શોધવા માટે આધ્યાત્મિક ગુરુના શરણે જાવ તેવી પણ શક્યતા છે. શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્નતા અનુભવશો. મિત્રો, સ્વજનો સાથે પિકનિક કે પ્રવાસનું આયોજન થાય. પ્રિય પાત્રની મુલાકાત આપના મનને આનંદિત કરે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પૂજાએ આલિયાને મોઢાં પર કહી દીધું, તારામાં ભટ્ટ પરિવારના એકપણ ગુણ નથી એટલે તું બોલીવુડમાં …..

અડદિયા પાક જમવામાં ટેસ્ટી હોવાની સાથે જ સ્વાસ્થ્ય માટે હોય છે એકદમ બેસ્ટ, જાણી લો આ રીત