સાપ્તાહિક રાશિફળઃ 26 માર્ચથી 1 એપ્રિલ 2018

Please log in or register to like posts.
News

મેષ

પરિવાર સાથે મિલનસાર વાતાવરણ રહેવાથી ખુશહાલી રહેશે. ખર્ચામાં વધારો થઇ શકે છે. પરિવારની ખુશી કે પરિજનોની માગણીને પગલે મન મારીને ખર્ચો કરશો. સાચું પૂછો તો આ સમય બચત કરવાનો હોવો જોઇએ. પ્રવાસ થશે. 27 તારીખે શુક્ર તમારી રાશિમાં ગતિ કરતો હોવાથી મેરેજ લાઇફ માટે આનંદદાયી પળ રહેશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. ઑફિસ કે વ્યવસાયિક કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો. મોટાભાગનો સમય કામકાજના વિસ્તરણ જેવા આયોજનો કે તે સંબંધિત ચર્ચામાં વ્યતિત થશે. આર્થિક રૂપે લાભદાયક સમય નથી.

ખર્ચો થશે

શત્રુ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તેથી સાવધાન રહેવું. ખર્ચામાં થતા વધારાથી પરેશાન રહેશો. 28 અને 29 તારીખ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. જોત જોતામાં એકાગ્રતા અને સમજણની શક્તિમાં સુધારો થશે. તમારી બુદ્ધિમાં વૃદ્ધિ થશે. કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદથી તમે પ્રગતિના પગથિયાં ચઢી શકશો. 30 અને 31 તારીખે આર્થિક મામલે સમજી-વચારીને જ કાર્ય કરશો. આર્થિક રૂપે લાભદાયક સમય રહેશે. નોકરીમાં પ્રમોશન થશે. આર્થિક દ્રષ્ટિકોણ અને કેરિયરના હિસાબે શ્રેષ્ઠ સમય રહેશે.

વૃષભ

સપ્તાહના પ્રારંભમાં વાદ-વિવાદથી દૂર રહેવામા જ ભલાઇ છે. પરિવારમાં ચિંતાજનક વાતાવરણ રહેશે. માનસિક રૂપે નિરાશ થઇ શકો છો. જીવન સંઘર્ષમય રહેશે. પ્રયત્ન કરવા પર પણ નિરાશા મળશે. ખરાબ તબિયત રહેવાના કારણે ઉપચાર કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે આગળ-પાછળ ધ્યાન રાખવું. 26 અને 27 તારીખે ધન લાભ થશે. તમારા પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. યાત્રાના યોગ બનશે. ભાગ્યનો સાથ મળશે. અધૂરાં કામ પૂરાં થશે. કાર્યોમાં જરૂરી પરિવર્તન આવશે. 28, 29 અને 30 તારીખે ભાઇઓ કે સંબંધીઓ સાથે બોલાચાલી થઇ શકે છે.

કષ્ટદાયક સમય

સંતાનને લઇને ચિંતા રહેશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ અથવા બૉસ સાથે કોઇ વાતને લઇને વાદ-વિવાદ થઇ શકે છે. મન પર નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે તૂ-તૂ-મેં-મેં ચાલુ રહેશે. સમજી-વિચારીને દરેક કામ કરવાં. વિદ્યાર્થીઓમાટે 31મી તારીખ સારી રહેશે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાં સમાધાન થશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળશે.

મિથુન

તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. મિત્રોનો સાથ-સહકાર મળી રહેશે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે. આવકના સ્રોત પર ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. 26 અને 27 તારીખ દરમિયાન માતા-પિતા સાથે સમય વિતાવી શકશો. આ સમયે ભાવનાત્મક સંબંધોમાં ઉર્જાનું સંચાર થશે. કમાણીના નવા સ્રોત ઉભા કરી શકશો.

વ્યવસાયમાં લાભ થશે

27 તારીખ બાદ શુક્ર તમારી રાશિમાંથી અગિયારમાં સ્થાને ભ્રમણ કરશે જે તમારા અંદર રૂચિ, આનંદ અને પ્રમોદની લાગણી વધારશે. સ્વાસ્થ્ય સારું રહેવા પર પણ સાવધાની રાખવી જરૂરી છે. સંતાનથી ખુશી મળશે. 28, 29 અને 30 તારીખના બપોરે જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવશે. તણાવ મુક્ત રહેશો. ઉપરી અધિકારીઓ સાથે તાલમેળ સારો હેશે. ભેટ મળવાના યોગ છે. વ્યાપારમાં નવો કોન્ટ્રાક્ટ મળવાની આશા છે. વ્યવસાય હેતુ નવા સંપર્ક સ્થાપિત કરી શકશો. 30 તારીખની બપોર બાદ કે 31મી તારીખનો સમય ખરાબ છે. કોઇ સાથે વિવાદ થવાની સંભાવના છે. કોઇ નજીકના સંબંધીથી દુઃખ મળવાથી સંબંધો બગડી શકે છે.

કર્ક

કાર્યસ્થળના સંબંધમાં અવરોધ પેદા થશે. પ્રેમ સંબંધોમાં મુસિબત રહેશે. સંઘર્ષ, વિવાદ અને ઝઘડાથી બચવું. 26 અને 27 તારીખ વચ્ચે તમારા પરિવારમાં સુખ-શાંતિમાં વધારો થશે. તમે અવસરવાદી થશો. નોકરીમાં તમારા પદમાં પ્રગતિ સાધી શકશો. તમારા કામ માટે તમે સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જશો. જમીન-મકાનમાં રોકાણથી આર્થિક લાભ થશે. માંનું સ્વાસ્થ્ય બગડી શકે છે. વિદ્યાર્થીઓએ અધ્યયન વિશે બહુ ધ્યાન રાખવું જોઇએ. સમજદારીથી નિર્ણય લેવો, નહીંતર કોઇ મોટી આર્થિક નુકસાની થઇ શકે છે.

લાભ થશે

28, 29 અને 30ના બપોર સુધીમાં તમે કોઇ ક્ષેત્રે તમારી ક્ષમતા સાબિત કરશો. ખર્ચની સાથે તમારી આવકમાં પણ વધારો થશે. તમારી અંદર પડેલી ઉર્જા સંચારનો અનુભવ કરશો. પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે ઉપરાંત વિદેશ જવાના સુંદર યોગ બનશે. તમારા વિચારોમાં પરિવર્તન આવશે. તમારા વિચારો અને કાર્યોથી તમે અન્યોને પ્રેરિત કરશો. પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવશો. પરિારની મદદથી વ્યાપારમાં વૃદ્ધિ થશે.

સિંહ

આર્થિક મામલે તમે મજબૂત નિર્ણય લેશો. જેનાથી તમારા નફામાં વધારો થશે. જૂના મિત્રો સાથે સમય વિતાવશો. ઇચ્છિત કામ પૂરું કરી લેશો. આર્થિક સ્થિતિ પહેલેથી વધુ મજબૂત થશે. 26 અે 27 દરમિયાન ચંદ્રમા 12મા સ્થાને હોવાથી મુશ્કેલી વાળો સમય રહેશે. પીઠ પાછળ તમારી નિંદા કે આલોચના થઇ શકે છે.

શત્રુથી બચવું

ગુપ્ત શત્રુ અને તેમના ષડયંત્રોથી સાવધાન રહેવું. 28, 29 અને 30 દરમિયાન તમારા દરેક સંબંધોમાં મિઠાશ આવશે. રસ્તામાં દરેક મોકાનો પૂરે-પૂરો લાભ ઉઠાવી શકશો. શુભ સમાચાર મળશે. પરિવારમાં કોઇ મહેમાન આવી શકે છે. 31મી તારીખે પાર્ટી અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેશો.

કન્યા

નોકરી વ્યવસાયમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમારી સર્જન શક્તિ અને રચનાત્મકતાને યોગ્ય દિશા મળવાથી મસ્તિષ્કમાં નવ વિચારો ખીલશે. સપ્તાહના મધ્યમાં વ્યાવહારિક અભિવૃત્તિ અપનાવવી તથા સ્ત્રી વર્ગથી સાવધાન રહેવું. જમીન-જાયદાદના કાર્ય સંભવ હોય તો થોડો સમય ટાળવાં. ધીરે-ધીરે ગ્રહદશા સુધરવાથી તમે શરીર અને મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ આશાનું કિરણ જાગૃત થશે. નોકરી કરતા લોકોને સાથી કર્મચારીઓનો સહયોગ મળશે.

વિવાદથી બચવું

29 અને 30 તારીખ દરમિયાન પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાજનક રહેશે. વિપરિત લિંગ વાળા વ્યક્તિ સાથે મુલાકાત દરમિયાન સાવધાન રહેવું. કોઇની પણ સાથે વિવાદમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે. જીવનમાં સત્ય શોધવા માટે તમે આધ્યાત્મ અથવા ગૂઢ વિદ્યા તરફ આકર્ષિત થશો પણ અંતિમ દિવસોમાં બૌદ્ધિક અથવા લેખનકાર્યમાં સક્રિય રહેશો અને તમે તમારી કલમની તાકાત પ્રદર્શિત કરી શકશો.

તુલા

અઠવાડિયાના પ્રારંભમાં તમારા ઘરમાં મહેમાનનું આગમન થઇ શકે છે. વધુ પડતો સમય તમે લોકોના સ્વાગત-સત્કારમાં વ્યસ્ત રહેશો. 26 અને 27 તારીખ દરમિયાન આત્મવિશ્વાસ અને મનોબળથી દરેક લક્ષ્યને મેળવી શકશો. વ્યવસાયમાં નવા અનુભવ થશે. નવી કાર્યશૈલીને અમલમાં લાવવાની સંભાવના છે.

ઘરેણાની ખરીદી થશે

નવા ઘરેણાની ખરીદી થશે. 27મી તારીખથી શુક્ર તમારી રાશીના 7મા સ્થાનમાં ભ્રમણ કરશે. પરિણિત અને કુંવારા એમ બંને જાતકો માટે સારો સમય છે. લગ્નેશની દ્રષ્ટિ લગ્ન પર રહેશે. વિપરિત લિંગ આકર્ષણ વધુ રહેશે. તમને પરમ આનંદ પ્રાપ્ત કરવાનો મોકો મળશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. 28 અને 29 તારીખ દરમિયાન તમે કરેલા રોકાણમાંથી લાભ મેળવી શકશો. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. 30 અને 31 તારીખે ખર્ચો થઇ શકે છે. ઘરના કોઇ વડિલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વૃશ્ચિક

કોઇની સાથે તમારી બોલાચાલી થઇ શકે છે. વાણીમાં કટુતા અને ક્રોધ પર નિયંત્રણ રાખવો. તમારા ખુદના લોકો તમારા પર વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ કામને અન્યના ભરોસે છોડવા પર મુસિબત પેદા થશે. તમારી પ્રતિષ્ઠા પર આંગળી ઉઠી શકે છે. જેટલું કામ કરી શકો તેટલું કામ જ હાથમાં લેવું યોગ્ય રહેશે. દુશ્મન હેરાન કરી શકે છે. આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નો પેદા થશે. ત્વચાની સમસ્યા, ગુપ્ત રોગ, એલર્જીની સંભાવના વધી જશે. ગરમીને કારણે શરીર રોગગ્રસ્ત રહેશે. વિવાહિત જીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે. જો કે નોકરી તમારા માટે શુભ રહેશે.

માનસિક શાંતિ રહેશે

પોતાની કલ્પનાશક્તિથી તમે કામમાં નવીન પ્રયોગથી તમે ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકશો. 26 અને 27 તારીખે તમને માનસિક રૂપે સંતોષ રહેશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધી જશે. જરૂર જણાશે ત્યાં પહેલ પણ કરશો. 29-29 તારીખે ધન પ્રાપ્તિના હેતુસર કરેલી મહેનતથી તમને ધાર્યા કરતા સારું પરિણામ મળશે. 30 અને 31 તારીખે કોઇ જૂના રોગથી છુટકારો મળશે.

ધન

નવા કપડાં, ઘરેણા અને કીમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મળશે. મહત્વપૂર્ણ આર્થિક લેણ-દેણ થશે. આવકમાં વધારો થશે. બેંકથી લોન મળવા માટે ઉત્તમ સમય છે. જીવનસાથી સાથે મધુર સંબંધોમાં વૃદ્ધિ થશે. કુંવારાને વિવાહ માટે યોગ્ય વ્યક્તિ મળશે તથા જેમની સગાઇ થઇ ગઇ છે એમના વિવાહની પરિસ્થિતિ બનશે.

યાત્રાના યોગ

26 અને 27 તારીખ સાંજ પછીનો સમય અશુભ છે. કોઇ કાર્ય કરતી વખતે મુસિબતમાં સપડાઇ શકો છે. 28, 29 અને 30 તારીખ સુધી તમે સંબંધો સંભાળવાનો પ્રયત્ન કરશો. કોઇ મિટિંગમાં તમે ભાગ લેશો. પિતાની તબિયતની સંભાળ રાખવી. વિદેશયાત્રામાં તકલીફ પડી શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે. કામમાં વ્યસ્તતા રહેશે પણ તમારી આ વ્યસ્તતા તથા મહેનત સફળતા પ્રાપ્ત કરાવશે. ઉધાર વસૂલી માટે સમય યોગ્ય હેશે.

મકર

અઠવાડિયાની શરુઆતમાં કામકાજમાં વધુ મહેનત કરવા પર પણ ઓછી સફળતા મળશે. અપચો કે પટ સંબંધી દર્દ, શરદી, ઉધરસની સમસ્યા રહેશે. આક્રોશમાં આવીને જોખમભર્યો વિચાર, નિર્ણય કે આયોજન કરશો તો મુશ્કેલીઓમાં વધારો થશે. કોઇપણ વિષય અંગે નિર્ણય લેતા પહેલાં શાંત મનથી દરેક પાસાંનો વિચાર કરવો. કામની ભાગ-દોડમાં પરિવાર તરફ ધ્યાન નહીં આપી શકો. 27 અને 28મી તારીખે પ્રવાસ દરમિયાન ઇજા થવા અથવા સ્વાસ્થ્ય બગડવાની કે દગો ખાવાની સંભાવના છે. અઠવાડિયાના મધ્યમાં લોન્ગ ટર્મની આર્થિક યોજના બનાવી શકશો. પૈસા બનાવવા માટે શૉર્ટકટ ભારી પડી શકે છે.

આર્થિક લાભના યોગ

29 અને 29 તારીખે આર્થિક તથા વ્યવસાયિક દૃષ્ટિથી સપ્તાહ લાભદાયક હોવાની સૂચના ગણેશજી આપી રહ્યા છે. તન-મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. હનુમાનજીની પૂજા-પાઠ અને હનુમાન ચાલીસા વાંચવી. મિત્ર, સ્વજનો સાથે કોઇ સમારોહ કે પ્રવાસમાં જશો. બીમાર જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રતિદ્વંદી સામેની લડાઇમાં જીત નિશ્ચિત છે. 30 તારીખે બપોર બાદ અને 31 તારીખે અઠવાડિયાના અંતે જીવનસાથી અને સંતાન સાથે સુખમય સમય વિતાવી શકશો. નોકરીમાં સંતોષ અને રાહત મળશે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉત્તમ સંબંધ રહેશે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટના કાર્ય સાથે જોડાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળશે.

કુંભ

ઘરે મહેમાન આવશે. મિત્રો અને સંબંધીઓએ આપેલી ભેટ તમને ખુશ કરી દેશે. જીવનસાથી અને સંતાનો માટે સમય કાઢી શકશો. પરિવાર સાથે સુંદર સ્થળે ફરવા માટે જશો. નવાં કાર્યો કરવામ માટે પ્રેરિત થશો. જો કે, એમના વિષયમાં તમે નિર્ણય નહીં લઇ શકો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહેશે. વાતચીત કરવાની તમારી કળા આ સમયે રંગ લાવશે. તમારી પરોપકારની ભાવના લોકસેવાના કાર્ય કરાવશે. પરિવાર, જીવનસાથી અને સંતાન પ્રત્યે પણ આત્મીયતા વધશે. તન-મન પ્રફુલ્લિત રહેશે. વિવાદથી બચવું.

સ્વાસ્થ્યની પરેશાની

માનસિક અશાંતિની સાથે શારીરિક અસ્વસ્થતાથી તમે પરેશાન રહેશો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. શક્ય હોય તો લાંબી યાત્રાથી બચવું. વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ સમય છે. અભ્યાસમાં એકાગ્રતાની જરૂરિયાત રહેશે. સમર્પણની ભાવના રાખવી. તમે રહસ્યમય વિષય તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધુ આકર્ષિત થતા હોવ તેવી અનુભુતિ કરશો. જીવનની વાસ્તવિકતા સમજવાના પ્રયત્નના રૂપે તમે આધ્યાત્મિકતા તરફ ઢળશો. નિયમિત પ્રાણાયમ કરવાથી તબિયતમાં સુધારો થશે.

મીન

કાર્યને સફળ બનાવવા માટે તમે વ્યસ્ત રહેશો પણ મહેનતની સરખામણીએ ફળ ઓછું મળશે. કોઇથી અપમાનિત થઇ શકો છો. 26 અને 27 તારીખે અટકેલાં કાર્યોને ગતિ મળી શકે છે. તમે વિચાર્યું પણ ન હોય તેવું કાર્ય પૂર્ણ થઇ શકે છે. દરેક પ્રતિસ્પર્ધિ અને ચેતાવણીનો સામનો ચાલાકી અને વિવેકથી કરશો. ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. ઓછી મહેનતે પણ વધુ ફળ પ્રાપ્ત થશે. 27 તારીખથી પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સોના-ચાંદી અને ઘરેણાની પ્રાપ્તિ થશે. સ્ત્રી વર્ગથી લાભ થઇ શકે છે.

આવકમાં વધારો થશે

28 અને 29 તારીખે જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આનંદ પ્રાપ્તિનો દિવસ રહેશે. તમારા માટે તમે કોઇ નવી વસ્તુની ખરીદી કરશો. 30 અને 31 તારીખે યોજના પૂર્ણ કરવા માટે તમારી દૃઢ ઇચ્છાશક્તિ રહેશે. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રમાં લાભ થવાના સંકેત છે. મિત્ર તરફથી લાભ થશે અને તેઓ તમારા પર ધન ખર્ચ પણ કરશે. કુંવારા જાતકો માટે જીવન સાથીની શોધ માટે અનુકૂળ સમય છે. વિદેશમાં વ્યાપાર કરવાવાળા અથવા વિદેશી કંપનીમાં નોકરી કરતા જાતકો આવકમાં વધારો થશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.