in

સાપ્તાહિક રાશિફળઃ 19 થી 25 એપ્રિલ 2020

મેષ

આ સપ્તાહની શરૂઆત પ્રોફેશનલ મોરચે સારી રહે પરંતુ તમારે ઉતાવળિયા વલણ પર થોડુ નિયંત્રણ રાખવું જરૂરી છે. સપ્તાહના મધ્યમાં કામના સ્થળે તમારા પર વધુ પડતું ભારણ રહેશે અને તેમાં પણ દૈનિક કાર્યક્રમો, શોખ અને સ્વાસ્થ્યમાં ચડાવઉતારના કારણે તમારે વધુ સાવધાની રાખવી જરૂરી છે. આપના સાહસમાં સફળતા મળશે જેને કારણે ખુશીની લાગણી અનુભવો. છેલ્લા ચરણમાં આપની યોજનાને પણ સફળતાપૂર્વક પૂરી કરી શકશો. સપ્તાહના અંતમાં લાંબા ગાળાને વેપાર અને આર્થિક આયોજન કરવા માટે ઉત્તમ સમય છે અને તેનાથી ભવિષ્યમાં આપને આર્થિક રીતે સારુ વળતર પ્રાપ્ત થશે. યોગ્ય નિર્ણય નહીં લઇ શકો અને રોકાણમાં પણ નિષ્ફળતા સાંપડે તેવું બની શકે. તેથી દરેક આર્થિક બાબતોમાં સાવચેતીભર્યું વલણ અપનાવવું જરૂરી છે. વિદ્યાર્થી જાતકો શરૂઆત સારી કરે. અંતિમ તબક્કામાં તમે ભાવિ અભ્યાસ અંગે સક્રિય થશો. સપ્તાહની શરૂઆતમાં પરિવારમા રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે. સપ્તાહના મધ્યમાં કૌટુંબિક જીવનમાં શારીરિક અથવા માનસિક અસ્વસ્થતા રહે. વ્યવહારુ ચિંતા આપની માનસિક ક્ષિતીજો પર વર્ચસ્વ કરે. આપની અવિચારી, ઓચિતું અને આવેગી પગલું આપના પ્રણયજીવનના સંતુલનને ખોરવી શકે છે. જોકે બાકીનો સમય પ્રણયજીવન અને દાંપત્યસુખ માટે બહેતર જણાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય સુખાકારીમાં સતત ચડાવઉતારના એંધાણ જણાઈ રહ્યા છે.

વૃષભ

સપ્તાહની શરૂઆતમાં સંતાનોને લગતી સમસ્યાઓથી માટે આપ જવાબદારી નિભાવો. સંતાનોને આધ્યાત્મિક રીતે તાલીમ આપવા માટે આ ઉત્તમ સમય છે. જોકે, પૈતૃક મિલકતોને લગતા કાર્યો, ઉપરી અધિકારીઓ વગેરેથી સંભાળવું પડશે. હવે જો પ્રોફેશનની વાત કરીએ તો, શરૂઆત તમે સારી કરશો. તમને અત્યાર સુધી કરેલા કાર્યોના ફળરૂપે લાભ પણ થાય. જોકે, સપ્તાહના મધ્યમાં ખાસ કરીને સરકાર અથવા કાયદા વિરોધી કોઇપણ પ્રવૃત્તિઓથી દૂર રહેવું અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે અને કામકાજમાં તમારી પ્રગતિ પણ રૂંધાશે. છેલ્લા દિવસે તમે વિચારોમાં નવીનતા લાવીને કામકાજમાં પ્રગતિ કરી શકશો. વિદ્યાર્થીજાતકો શરૂઆતમાં સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપશે. ઉત્તરાર્ધમાં મન વધુ ચંચળ રહેવાથી અભ્યાસમાં એકાગ્રતા ઘટી શકે છે જેમાં ખાસ કરીને કોઇપણ વિષયના ઉંડા અભ્યાસ અથવા રિસર્ચ જેવા કાર્યોમાં અટકી શકો છો. જોકે, છેલ્લો દિવસ આપના માટે બહેતર પુરવાર થશે. પ્રણયસંબંધો માટે ઉત્તમ તબક્કો ચાલી રહ્યો છે. તમે અવારનવાર મુલાકાતો, ડેટિંગ, કમ્યુનિકેશન દ્વારા તમારા સાથી જોડે સંપર્કમાં રહેશો. ઉત્તરાર્ધમાં થોડી મુશ્કેલી વર્તાશે પરંતુ છેલ્લા દિવસે તમે તમારા સાથીને ઉત્તમ સમય આપીને તેમનું દિલ જીતવામાં સફળ રહેશો. સપ્તાહના મઘ્યમાં આ તબક્કામાં કોઇપણ જાતનું શારીરિક જોખમ ના લેવાની સલાહ છે. વજનમાં વધારો થઇ શકે છે. આપે શરીર માટે હાનિકારક એવા કોલેસ્ટ્રોલની નિયમિતપણે ચકાસણી કરાવવી જરૂરી છે.

મિથુન

પ્રોફેશનલ જીવનમાં આપનો ઉત્સાહી ઓસરી ગયો હોય તો હવે ધીમે ધીમે તમે ફરી સક્રિય થશો અને સપ્તાહના મોટાભાગના દિવસો પ્રોફેશનલ કાર્યોમાં જ સમર્પિત કરશો. છેલ્લા દિવસે આપનું મન થોડુ બેચેન રહે જેથી આપ શું કામ કરી રહ્યા છો તેનુ ચોક્કસ વિશ્લેષણ કરવું પડે. જોકે, ટેકનિકલ ક્ષેત્રમાં જોડાયેલા જાતકોને એવું લાગશે કે તમામ મોરચે આપની કામગીરીઓ ધીમી પડી ગઈ છે. સપ્તાહના અંતમાં કામકાજ અને પરિવાર બંને પર વધુ ધ્યાન આપવુ પડે. નાણાકીય રીતે વધુ પદ્વતિસર અને સુવ્યવસ્થિત બનો તેમાં તમારી ભલાઇ છે. તમારા ખર્ચા પર કાબુ રાખો નહીંતર બજેટની મર્યાદા પાર થઇ જાય. ગણતરી કરીને જ જોખમ લેવાની સલાહ છે. સપ્તાહની શરૂઆતમાં આપ ઉચ્ચ અભ્યાસ કરતા હોવ તો વધારે અનુકૂળતા રહે. ધાર્મિક બાબતોમાં પણ તમે રુચિ દાખવશો. જોકે છેલ્લા દિવસે તમે અભ્યાસમાં થોડી બેચેની અનુભવો. આપ પ્રેમમા વધુ હૂંફ મેળવો. આપના જીવનસાથી પાસેથી વધુ સહાનુભૂતિશીલ સ્વભાવની પણ અપેક્ષા રાખી શકો છો. આ સપ્તાહમાં તમને ઘુંટણમાં તકલીફ થાય અથવા પગમાં ઈજા થવાની સંભાવના છે.

કર્ક

સપ્તાહની શરૂઆતમાં જો કે એક વાત યાદ રાખજો કે પલાયનવાદ લાંબા સમય સુધી ટકતું નથી. અંગત જીવનમાં તણાવ અને દબાણને દૂર કરવા માટે વૈકલ્પિક પ્રવૃત્તિઓ પસંદ કરો. આપની અન્ય લોકો સાથેના સંપર્કને વધારવાની ક્ષમતા તમારી પ્રણયની સંભાવનાઓમાં વધારો કરશે. તમે કોઇ એવી જગ્યાએ હશો જ્યાં સામાજિક મુદ્દાઓ સાથે મજબૂત ભાવનાત્મક લગાવ હશે. સપ્તાહના મધ્યમાં તમારે નિયમિત જીવનશૈલીને અનુસરવી પડશે અને યોગ્ય સમયે ભોજન લેવાની આદત રાખવી પડશે. આ સમયમાં ખાસ કરીને જંકફૂડ અને પિત્ત થાય તેવા ખોરાકથી દૂર જ રહેવું પડશે આપ સહકર્મચારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી કરીને આપના શત્રુઓમાં વધારો કરો તેવી સંભાવના પણ હોવાથી કોઈપણ વ્યક્તિ સાથે કામ પુરતી ચર્ચા રાખજો તો સંબંધોનું સિંચન કરવામાં સરળતા રહેશે. સપ્તાહના અંતમાં તમારા હાથમાં રહેલા કોઈપણ કાર્યોમાં સરળતાથી પાર પડવાની શક્યતા હોવાથી ખાસ ચિંતા જેવું નથી. વિદ્યાર્થી જાતકોને એકંદરે અભ્યાસના કાર્યો સારી રીતે આગળ વધશે.

સિંહ

સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે તો તમે સંબંધો અને કામકાજમાં સારી રીતે સમય વિતાવશો પરંતુ તે પછીના બે દિવસમાં આપના દરેક પગલાં વધુ સાવચેતીપૂર્વક લેવા પડશે. તમે બેચેન, મુડી અને રક્ષણાત્મક બનશો. આસપાસના લોકો આપનો વિરોધ કરે તેવી પણ સંભાવના છે. ભૂતકાળની ભાવનાત્મક બાબતોથી તમે ફરીથી ઘેરાયેલો રહેશો જે આપના વર્તમાન સંબંધો અને સૌહાર્દને ખલેલ પહોંચાડશે. સપ્તાહના મધ્યમાં તમે આંતરસ્ફૂરણા અને બૌદ્વિક ચાર્તુયની મદદથી ખાસ કરીને પ્રોફેશનલ મોરચે યોગ્ય નિર્ણય લઇ શકશો. સપ્તાહના અંતમાં કરવેસા સંબંધિત કામકાજો અથવા સરકાર અને કાયદાને લગતા અન્ય કાર્યોમાં આગળ વધી શકશો. મુસાફરી દરમિયાન તમારી કિંમતી ચીજોની સલામતી માટે વધુ ધ્યાન આપવું પડશે. છેલ્લા ચરણમાં ખાસ કરીને સૌંદર્યપ્રસાધનો, ડિઝાઇનિંગ, ફિલ્મ, અભિનય, વસ્ત્રો, હોટેલ વગેરેના કાર્યોમાં સારી પ્રગતિ થઇ શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય સારો છે પરંતુ પૂર્વાર્ધમાં મન થોડું બેચેન રહે.

કન્યા

સપ્તાહની શરૂઆતમાં રોજિંદી આવકના સ્ત્રોતોમાંથી આર્થિક લાભની શક્યતા છે. કામકાજના સ્થળે તમે અન્ય લોકો સાથે સહયોગ રાખી શકશો અને તેનાથી તમારું કામ ઝડપથી આગળ વધશે. જોકે, ખાસ કરીને સરકારી અથવા કાયદાકીય અવરોધોના કારણે વ્યવસાયમાં તમે થોડી મુશ્કેલી અનુભવો. અહં સંતોષવા કે પછી પોતાનો કક્કો ખરો કરવાનો આગ્રહ કામકાજના સ્થળે તમારા સંબંધોમાં તણાવ લાવી શકે છે. આખા સપ્તાહ દરમિયાન ખાનપાનમાં સહેજ પણ બેદરકારી આપનું સ્‍વાસ્‍થ્‍ય બગાડશે. અપચો અને એસિટીડીની પણ ફરિયાદ રહેશે. ઘર પરિવાર અને કાર્યક્ષેત્રમાં આપે બાંધછોડનું વલણ અપનાવવું પડે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા માટે સાચવવું અને વિનમ્ર રહેવું. છેલ્લા દિવસે ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. વિદ્યાર્થી જાતકોને આ સપ્તાહમાં મન વધુ ચંચળ રહેવાથી અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે. દેશાવર કાર્યો માટે છેલ્લા દિવસમાં ગતિવિધીઓ તેજ થઇ શકે છે.

તુલા

આ સપ્તાહના આરંભે તમારામાં પ્રેમની લાગણી વધુ રહેશે. પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકો પરંતુ જેઓ પહેલાંથી સંબંધોમાં હોય તેમને પ્રિયપાત્રને લગતી કોઇ ચિંતા સતાવી શકે છે અવિવાહિત વ્યક્તિઓને લગ્ન માટેની ઘણી શક્યતાઓ છે. સપ્તાહના પૂર્વાર્ધમાં જેની પાસે કામ ના હોય તેમને સારી જોબ મળવાની સંભાવના છે. આર્થિક દૃષ્ટિએ સારો તબક્કો છે. સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ મોરચે ભાગીદારીના કાર્યો અને સંયુક્ત સાહસો અથવા કરારોમાં આગળ વધી શકશો. સપ્તાહના અંતમાં મનમાં થોડો ઉચાટ, ગભરામણ અને અજ્ઞાત ડર હશે. એક નાની ભૂલની સજા આપને મોટા સ્વરૂપે મળી શકે છે. આપના દિમાગમાંથી બિનજરૂરી નેગેટિવ વિચારો દૂર કરવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆત સારી છે પરંતુ છેલ્લા દિવસે તમે સામાન્ય અભ્યાસથી વિમુખ થઇને પરાવિજ્ઞાન અથવા કોઇ અન્ય ગૂઢ વિષયોમાં વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. આ સપ્તાહમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે અવારનવાર શરીરમાં પાણીનું સ્તર ઘટી શકે છે.

વૃશ્ચિક

સપ્તાહની શરૂઆતમાં પરિવાર અને સમાજ પર તમે વધુ ધ્યાન આપશો અને તેના માટે ખંતપૂર્વક કામમાં આગળ વધી શકશો. આપ પહેલો દિવસ તેમની સાથે આનંદ-ઉત્સાહથી પસાર કરશો. તે પછીના બે દિવસમાં વિજાયી મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને હર્ષિત કરશે. આ તબક્કામાં નવા વસ્‍ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. વધારાની આવક ઉભી કરવા માટે અત્યારે આપે વિચારવું જોઇએ કારણ કે મર્યાદિત અથવા અનિશ્ચિત આવકમાંથી તમે કેટલાક જરૂરી ખર્ચ પાર પાડી શકશો નહીં. સમાજમાં પણ આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જમીન મિલકતના કાગળિયા પર સહીસિક્કાના કાર્યોમાં અત્યારે પ્રારંભિક વિલંબ પછી આગળ વધી શકો છો. છેલ્લા ચરણમાં આપ કલ્પનાની દુનિયામાં ખોવાયેલા રહો. પિતૃપક્ષ તરફથી આપને લાભ થાય. વિદ્યાર્થીઓ વિધ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. છેલ્લા ચરણમાં સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી કારણ કે પેટની ગરમી અથવા લૂ લાગવાથી થતી સમસ્યાઓ થઇ શકે છે. છેલ્લા દિવસે તમે જીવનસાથી અથવા પ્રોફેશનલ ભાગીદારો સાથે ઉત્તમ સમય વિતાવી શકો અને તેમના કારણે આર્થિક ફાયદો પણ થઇ શકે છે.

ધન

આ સપ્તાહે આપની મોટા ભાગની શક્તિ પારિવારિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન સાધવામાં વપરાઇ જાય. કામકાજના સ્થળે આપને સહકાર્યકરો અને ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મળશે અને પ્રશંસા કરશે. બઢતી તેમ જ પગાર વધારાની શક્યતા છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહે. નવું મૂડી રોકાણ કરવા માટે કે નવા વ્યવસાય કે ધંધાકિય પ્રવૃત્તિમાં આગળ વધવા માટે શરૂઆતમાં તમારામાં સાહસવૃત્તિ સારી રહેશે. જોકે, ભાગીદારીના કાર્યોમાં સંભાળવું. નોકરીના સ્થળે પણ જ્યાં ટીમવર્કની જરૂર હોય ત્યાં બીજાના ભરેસો બહુ રહેવું નહીં. સંબંધો બાબતે આ સપ્તાહે વિજાતીય પાત્રો આપના જીવનમાં પ્રસન્નતાનો ઉમેરો કરશે. ઉત્તરાર્ધમાં પ્રિયપાત્રનો સહવાસ અને દાંપત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. દોસ્તી, પ્રેમ, આરામ અને સમૃદ્ધિ મેળવવાના રસ્તા સરળ થઈ જશે. આ સપ્તાહમાં જેમ જેમ તમે અભ્યાસ કરો તેમ, રુચિ વધશે અને અભ્યાસમાં સફળતાની શક્યતાઓ પણ વધશે. વ્યાવસાયિક અભ્યાસો માટે નવી સંભાવનાઓ ખુલી શકે છે. ત્વચા કે પેટની ગરમી, લૂ લાગવી, તાવ આવવો વગેરે શક્યતા હોવાથી ખાવાપીવામાં ધ્યાન આપવું. ફૂડ પોઇઝન થવાની શક્યતા છે.

મકર

આ સપ્તાહે શરૂઆતમાં આપને આર્થિક લાભ થશે પરંતુ આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થતા છેવટે હાથમાં સિલક નહીં રહે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. નોકરિયાતોને પણ કંપની તરફથી અમુક અંશે લાભ મળે. તમે અત્યારે શક્ય હોય ત્યાં સુધી ઉધારી કે દેવું કરવાનું ટાળજો. સંબંધોમાં તમે લાગણીના પ્રવાહમાં ડુબેલા રહેશો. પ્રેમીજનો વચ્‍ચે મીઠા ઝઘડા પણ થઇ શકે છે. છેલ્લા દિવસે વિજાતીય પાત્ર સાથે યાદગાર મુલાકાત થવાની પણ શક્યતા છે. ઉત્તરાર્ધમાં તમે પરિવાર સાથે બહેતર સમય વિતાવી શકો. પરિવાર તરફથી પ્રોફેશનલ મોરચે મદદ અથવા માર્ગદર્શન મળે તે તમને ખૂબ લાભદાયી થાય. વિદ્યાર્થીઓને શરૂઆતમાં દોડધામ ભર્યો સમય રહેશે. તમારું ધ્યાના મોટાભાગે પરીક્ષા અને ભાવિ કારકિર્દી પર કેન્દ્રિત રહેશે. આવી સ્થિતિમાં તમે અભ્યાસ સિવાયની કોઇપણ પ્રવૃત્તિઓથી દૂર રહેશો તો ઘણા સારા પરિણામ મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય હાલમાં સારું રહેશે પરંતુ શારીરિક નબળાઇ હોય તેમણે થોડી કાળજી લેવી.

કુંભ

અત્યારે આપની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વધશે. વિદેશ જવા ઈચ્છુક જાતકો માટે સાનુકૂળતા રહેશે. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે. આપને યશ-કીર્તિ મળશે. વ્‍યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં કામકાજ કરવા માટે સમય સારો છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે તમે સપ્તાહના મધ્યમાં વધુ ઉત્સાહી જણાશો. આયોજનપૂર્વક. આગળ વધવાથી ફાયદો પણ થશે. અત્યારે બાંધકામ, સ્પેસ, વાહનો, ઇલેક્ટ્રોનિક ચીજો અથવા સ્થાવર મિલકતોના કાર્યોમાં મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળવાથી મનમાં થોડો કચવાટ થશે. પિતા તરફથી લાભ મળવાના સંકેત પણ જણાય છે. સંબંધો બાબતે આપ લાગણીના પ્રવાહમાં તણાશો. પ્રિય પાત્ર સાથે આપનો સમય સારી રીતે પસાર થશે. પ્રિય પાત્ર સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. વિદ્યાર્થીઓને પણ કોઈક વિષયમાં રુચિ જાગશે. અત્યારે તમે કારકિર્દીને અનુલક્ષીને માત્ર અભ્યાસમાં મહેનત કરો તેવી સલાહ છે. આ સપ્તાહે તમારું સ્વાસ્થ્ય સારું રહે પરંતુ લોહીના પરિભ્રમણને લગતી ફરિયાદ હોય તેમણે સાચવું. શરૂઆતમાં શરીરમાં વાયુવિકારની ફરિયાદ થઇ શકે છે.

મીન

સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે તમે થોડા બેચેન રહો તેમજ કામકાજમાં ઓછુ મન પરોવાય તેવી શક્યતા છે પરંતુ તે પછી આખું સપ્તાહ આપના માટે નવા વિચારો અને નવી આશાઓ લઇને આવશે. બીજા દિવસથી આપને કામકાજમાં કોઈને કોઈ પ્રકારે પરિવર્તનની ઈચ્છા જાગશે. આપ નવી કેડી કંડારવાનો પ્રયાસ કરશો. આપને કાર્યોમાં મિત્રો અને કુટુંબીજનોનો સહકાર મળશે. વ્યવસાયિક ક્ષેત્રે આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા આપ ગંભીરતાથી વિચારશો અને તે દિશામાં પ્રયાસો કરશો. ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્‍ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. ઘરમાં માંગલિક કે ધાર્મિક કાર્ય થવાના યોગ છે. અવિવાહિત જાતકો માટે લગ્‍નના સંયોગો સર્જાય. વિજાતીય મિત્રો સાથે બહેતર સમય વિતાવી શકશો. છેલ્લા દિવસે પ્રિયપાત્ર સાથે ડીનર, મુલાકાત અથવા ફરવાનું આયોજન થઇ શકે છે. વિદ્યાર્થીઓને પહેલા દિવસે અભ્યાસમાં થોડી પ્રતિકૂળતા વર્તાય પરંતુ તે પછી આપની વાંચનની ગતિ વધશે. આ સપ્તાહે ભાવિ અભ્યાસ અંગે તમે કોઇની સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી શકો છો. સ્વાસ્થ્ય બાબતે પહેલા દિવસે ખાસ કરીને પેટ સંબંધિત કેટલીક નાની સમસ્યાઓ રહેશે. દાંતમાં દુખાવો, નાક-કાન-ગળાની ફરિયાદ હોય તેમણે થોડું સાચવવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

20 એપ્રિલ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

21 એપ્રિલ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ