અઠવાડિક ભવિષ્ય – તા.૨૦-૦૮-૨૦૧૭ રવિવારથી તા.૨૬-૦૮-૨૦૧૭ શનિવાર સુધી

Please log in or register to like posts.
News

મેષ (અ.લ.ઈ.)

સપ્તાહ દરમ્યાન ચિંતા-ઉચાટ જણાય. આપ હરો ફરો – કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આપની ગણત્રી – ધારણા કરતાં અવળું બનતાં આવેશ – ઉશ્કેરાટ આવી જાય. ભાગીદારીવાળા ધંધામાં ભાગીદાર સાથે વાદ-વિવાદ-મનદુઃખ થઇ જાય. નાની વાતમાં વિવાદ વધી ના પડે તેની તકેદારી રાખવી. કૌટુંબિક પ્રશ્ને આપને દોડધામ – ખર્ચ જણાય. મિત્રવર્ગની ચિંતા જણાય. તા. ૨૦ ચિંતા-ઉચાટ. તા. ૨૧ હૃદય-મન વ્યગ્રતા – બેચેની અનુભવે. તા.૨૪ કામકાજમાં રૃકાવટ જણાય. તા. ૨૨ સારી. તા. ૨૩ કામમાં સાનકુળતા. તા. ૨૫ મધ્યમ. તા. ૨૬ મિલન – મુલાકાત.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં ધીરે ધીરે આપને રાહત થતી જાય. રૃકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. જો કે મહત્વની મીટીંગમાં, મિલન-મુલાકાતમાં, યાત્રા-પ્રવાસમાં આપે થોડું ધ્યાન રાખવું. ધંધામાં નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં થોડું વિલંબ થાય પરંતુ કામ ઉકેલાતા રાહત જણાય. સંતાનનો સાથ-સહકાર મળતા આપને આનંદ-ઉત્સાહ રહે. સંતાનના પ્રશ્નમાં ઉકેલ આવતો જણાય. તા. ૨૦ યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ૨૧ યશ-પદ-ધનમાં વધારો થાય. તા. ૨૨ ઠીક. તા. ૨૩ ચિંતા-ઉચાટ જણાય. તા. ૨૪ સાનુકૂળતા જણાય. તા. ૨૫ હર્ષ-લાભ તા. ૨૬ મધ્યમ. સ્ત્રીવર્ગને ભાઇભાંડુની ચિંતા જણાય. વિદ્યાર્થીબંધુને સપ્તાહ સારું રહે.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભે કૌટુંબિક – પારિવારીક – સામાજિક – વ્યવહારિક કામકાજ અર્થે દોડધામ – ખર્ચ જણાય. પરંતુ કામ ઉકેલાતા આપને રાહત રહે. નોકરી-ધંધામા કામમાં સાનુકૂળતા રહે. મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. કામકાજ અર્થે યાત્રા-પ્રવાસે જવું પડે. સહકાર્યકરવર્ગ – ઉપરીવર્ગ આપને કામમાં મદદરૃપ થાય. યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. તા. ૨૦ હર્ષ-લાભ. ૨૧ કામકાજમાં સાનુકૂળતા. ૨૨ મિલન-મુલાકાત થાય. ૨૩ યાત્રા-પ્રવાસ. ૨૪ મધ્યમ. ૨૫ ચિંતા-ઉચાટ. ૨૬ ધીરે ધીરે રાહત થતી જાય. સ્ત્રીવર્ગને સાનુકૂળ. વિદ્યાર્થીબંધુને સફળતા.

કર્ક (ડ.હ.)

સપ્તાહના પ્રારંભે માનસિક પરિતાપ-ચિંતા અનુભવાય. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. રાજકીય – સરકારી કામમાં સાવધાની રાખવી પડે. સપ્તાહ પસાર થતું જાય તેમ ધીરે ધીરે રાહત થતી જાય. કૌટુંબિક- પારિવારીક કામ અંગે દોડધામ રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આવક થાય. નોકર-ચાકરવર્ગથી સાનુકૂળતા જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ૨૦ મધ્યમ. ૨૧ વિચારોની દ્વિધા જણાય. ૨૨ કૌટુંબિક – પારિવારીક કામ રહે. ૨૩ સાનુકૂળતા જણાય. ૨૪ મિલન-મુલાકાત. ૨૫ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ૨૬ ઠીક. સ્ત્રીવર્ગને સપ્તાહ દરમ્યાન વ્યસ્તતા રહે. વિદ્યાર્થીબંધુને સફળતા.

સિંહ (મ.ટ.)

સપ્તાહ દરમ્યાન હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. આપ હરો ફરો – કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કુટુંબ – પરિવારની ચિંતા રહે. કૌટુંબિક પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું. નોકરી-ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. રાજકીય – સરકારી – ખાતાકીય કામમાં ધ્યાન રાખવું. તા. ૨૦ આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. તા. ૨૧ બેચેની-વ્યગ્રતા રહે. તા. ૨૨ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી. તા. ૨૩ વિચારોની દ્વિધા જણાય. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ સાનુકૂળતા જણાય. તા. ૨૬ કામમાં વ્યસ્ત રહો. સ્ત્રીવર્ગને વાણીની સંયમતા રાખીને કામ કરવું. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગની ચિંતા રહે.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં આરોહ-અવરોહની પરિસ્થિતિમાંથી પસાર થતાં હોવ તેવું લાગ્યા કરે. રાજકીય-સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય. ઉતાવળે નિર્ણય લેવામાં પાછળથી પસ્તાવું ના પડે તેની તકેદારી રાખવી. નોકરી-ધંધામાં આપે ધીરજ અને શાંતિથી પોતાનું કાર્ય કરવું. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય ધર્મકાર્યથી આપને રાહત અનુભવાય. તા. ૨૦ વાણીની સંયમતા રાખવી. તા. ૨૧ કામમાં સાનુકૂળતા જણાય. તા. ૨૨ ઠીક. તા. ૨૩ ચિંતા-ખર્ચ-પરેશાની. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ નિર્ણય લેવામાં સાવધાની રાખવી. તા. ૨૬ સારી. સ્ત્રીવર્ગને સંતાનની ચિંતા જણાય. વિદ્યાર્થીબંધુને મધ્યમ.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપને સાનુકૂળતા રહે. જો કે ગત સપ્તાહની સરખામણીએ થોડી ઓછી સાનુકૂળતા જણાય. જો કે આપના કામકાજ થતાં આપને રાહત જણાય. મકાન-વાહન-મિલ્કતની લે-વેચની બાબતમાં આપે સાવધાની રાખવી. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ધીરે ધીરે ઓછી થતી જાય. પરંતુ સંયુક્ત ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. તા. ૨૦ મધ્યમ. તા. ૨૧ કામકાજમાં વ્યસ્ત રહો. તા. ૨૨ સંતાનનો સાથ-સહકાર મળી રહે. તા. ૨૩ હર્ષ-લાભ. તા. ૨૪ ચિંતા-ઉચાટ રહે. તા. ૨૫ કામમાં રૃકાવટ-વિલંબ જણાય. તા. ૨૬ સાનુકૂળતા જણાય. સ્ત્રીવર્ગને કામમાં વ્યસ્ત રહેવું પડે. વિદ્યાર્થીબંધુને મધ્યમ.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં રૃકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા – પ્રગતિ જણાય. બઢતી – બદલીના પ્રશ્ને કાર્યવાહી આગળ વધે પરંતુ આપે અન્ય જગ્યાએ જવાની તૈયારી રાખવી પડે. ધર્મકાર્ય-શુભકાર્ય થઇ શકે. ખર્ચ-ખરીદી થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય. નોકરી-ધંધામાં નોકર-ચાકરવર્ગની ચિંતા જણાય. તા. ૨૦ યાત્રા-પ્રવાસ થાય. તા. ૨૧ કામકાજમાં સફળતા. તા. ૨૨ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૩ મધ્યમ. તા. ૨૪ વર્ષ-લાભ. તા. ૨૫ સંતાનનો સાથ-સહકાર રહે. તા. ૨૬ ઠીક. સ્ત્રીવર્ગને કામકાજમાં સફળતા. વિદ્યાર્થીબંધુને આનંદ-ઉત્સાહ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

સપ્તાહના પ્રારંભે શારીરિક – માનસિક અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં તેમ છતાં અનિચ્છાએ કામમાં જોડાવું પડે. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. પરંતુ સપ્તાહ પસાર થાય તેમ ધીરે ધીરે રાહત થતી જાય. તેમ છતાં આપે પડવા-વાગવાથી – ફ્રેકચરથી – અકસ્માતથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું. યાત્રા-પ્રવાસ – મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. તા. ૨૦ વાહન ધીરે ચલાવવું. તા. ૨૧ અસ્વસ્થતા-બેચેની જણાય. તા. ૨૨ યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા. ૨૩ સારી. તા. ૨૪ કામમાં વ્યસ્ત રહેવું પડે. તા. ૨૫ મધ્યમ. તા. ૨૬ સંતાનના પ્રશ્નમાં ચિંતા જણાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા જણાય. વિદ્યાર્થીબંધુને ઠીક.

મકર (ખ.જ.)

સપ્તાહમાં સાનુકૂળ-પ્રતિકૂળ સંજોગો જણાય. એક દિવસ સારો જાય તો એક દિવસ ચિંતા-બેચેની જણાય. તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો. પત્ની-સંતાનની ચિંતા અનુભવાય. તેના લીધે કામમાં મન લાગે નહીં. પોતાના સ્વાસ્થ્ય બાબતે પણ આપે સાવધાની રાખવી. આપની બેદરકારીના લીધે આપની પરેશાનીમાં વધારો થાય. વાહન શાંતિથી ચલાવવું. ધર્મકાર્ય થવાથી આપને ક્ષણિક રાહત – શાંતિ જણાય. તા. ૨૦ મિલન-મુલાકાત. તા. ૨૧ કામમાં સાનુકૂળતા રહે. તા. ૨૨ તબિયતની અસ્વસ્થતા જણાય. તા. ૨૩ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ ધર્મકાર્ય થાય. તા. ૨૬ કામકાજમાં વ્યસ્ત રહો. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા જણાય. વિદ્યાર્થીબધુંએ અભ્યાસમાં ધ્યાન આપવું.

કુંભ (ગ.સ.શ.ષ.)

આ સપ્તાહ દરમ્યાન આપે ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. નોકરી-ધંધામાં હરિફવર્ગ – ઈર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં હરિફવર્ગ આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો કરે. આપે વાદ-વિવાદથી દૂર રહેવું. વધુ પડતા કામ – દોડધામ – શ્રમના લીધે તબિયતની અસ્વસ્થતા જેવું જણાય. તેમ છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી. તા. ૨૦ દોડધામ-શ્રમ રહે. તા. ૨૧ હરિફવર્ગના લીધે ચિંતા-ઉચાટ રહે. તા. ૨૨ મધ્યમ. તા. ૨૩ સાનુકૂળતા જણાય. તા. ૨૪ ઠીક. તા. ૨૫ તબિયતની અસ્વસ્થતા જણાય. તા. ૨૬ ધર્મકાર્ય થાય. સ્ત્રીવર્ગને સાસરી પક્ષ-મોસાળ પક્ષની ચિંતા જણાય. વિદ્યાર્થીબંધુને ઠીક.

મીન (દ.ચ.ઝ.થ.)

ગત સપ્તાહના અંત ભાગમાં પડેલી મુશ્કેલીઓમાંથી ધીરે ધીરે બહાર આવતા જાવ. નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપે ઉતાવળ કરવી નહીં. રાજકીય – સરકારી – ખાતાકીય કાર્યવાહીથી સંભાળવું પડે. જાહેર-સંસ્થાકીય કામમાં, કાર્યક્રમમાં વાણીની સંયમતા રાખવી. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-દોડધામ-ખર્ચ અનુભવાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. તા. ૨૦ વાણીની સંયમતા રાખવી. તા. ૨૧ કામમાં વ્યસ્ત રહો. તા. ૨૨ પ્રારંભિક રૃકાવટ-વિલંબ બાદ કામનો ઉકેલ આવે. તા. ૨૩ મધ્યમ. તા. ૨૪ સાનુકૂળતા જણાય. તા. ૨૫ મિલન-મુલાકાત થાય. તા. ૨૬ તબિયત સાચવવી. સ્ત્રીવર્ગને તબિયતની અસ્વસ્થતા જણાય. વિદ્યાર્થીબંધુને મધ્યમ.

સ્તોત્ર: ગુજરાત સમાચાર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.