in

શિયાળાની ઋતુમાં ગરમ પાણી અને સવારનું જોગિંગ રાહત આપશે સાંધાના દુખાવામાં

– જો જિમમાં કસરત, વોકિંગ ડાન્સિંગ વગેરે જેવી એક્ટિવિટી કરવામાં આવે તો હાડકાઓ બનશે મજબૂત

– જો અંકુરિત અનાજ અને લીંબુનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઓક્સિજનની માત્રાને કરી શકાય છે ભરપાઈ

હેલ્થ ડેસ્કઃ શિયાળો આવે એટલે હાડકાઓ અને સાંધામાં દુખાવો થવાની સમસ્યા થાય એ સામાન્ય બની જાય છે. સાથે જ આ પ્રકારની સમસ્યા મધ્યમ વયના લોકોમાં વધુ જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે શિયાળામાં કેટલાક ઉપાયો અને સાવધાની રાખવી ખુબ જ જરૂરી બની જાય છે.

સવારની લટાર આપશે ફાયદો

શિયાળામાં સવારમાં લટાર મારવામાં આવે તો ઘણો ફાયદો મળે છે. એમ કરવાથી ઋતુને લગતી સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે. લટાર મારવાથી શારીરિક અને માનસિક ક્ષમતામાં પણ વધારો થાય છે અને તણાવ ઘટે છે. જિમમાં કસરત, વોકિંગ ડાન્સિંગ વગેરે જેવી એક્ટિવિટી કરવામાં આવે તો હાડકાઓ મજબૂત થાય છે. ઠંડી વધે એમ સાંધાના દુખાવાની સમસ્યા પણ વધતી હોય છે. માટે દરરોજ ઓછામાં ઓછી 3 કિલોમીટર સુધી લટાર મારવી જોઈએ. એમ કરવાથી હાડકાઓને ગરમાવો પ્રાપ્ત થાય છે. શિયાળામાં વ્યાયામ ન કરવાથી હાડકાંમાં દુખાવાની સમસ્યામાં પણ વધારો થાય છે.

કેલ્શિયમ અને વિટામિનનું કરવું જોઈએ સેવન

જો શિયાળામાં યોગ્ય માત્રામાં કેલ્શિયમ, વિટામિન-ડી ,ખનીજ અને અન્ય પોષક તત્વોનું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે. એના માટે દૂધ, દહીં, બ્રોકલી, લીલા પાંદડાવાળી શાકભાજી, તલના બીજ, અંજીર, સોયાબીન અને બદામના દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત પૂરી થાય છે. વીટામિન-ડી મેળવવા માટેનો સૌથી સારો સ્ત્રોત છે સૂર્યના કિરણો. દૂધની બનાવટો, બદામ અને કેટલાક અનાજમાં પણ વિટામિન-ડીની માત્રા રહેલી હોય છે.

ભરપૂર માત્રામાં લેવું ઓક્સિજન

શિયાળો હોય ત્યારે ધમનીઓ સંકૂચિત થઈ જાય છે એના કારણે લોહીનો પ્રવાહ સામાન્ય રીતે નથી થતો. શરીરનાં બધાજ અંગો સુધી લોહી, પાણી અને ઓક્સિજન યોગ્ય માત્રામાં મળે એ ખુબ જ જરૂરી છે. શરીરને ઓક્સિજનની ઓછી માત્રા મળે તો એનાથી શરીરના તંતુઓમાં તણાવ ઉત્પન્ન થાય છે અને એના કારણે હાડકામા દુખાવો થાય છે. એને દૂર કરવા માટે પપૈયું તડબૂચ જેવા પદાર્થનું સેવન કરવું જોઈએ. સાથે જ સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરિત અનાજ અને લીંબુનું સેવન કરવામાં આવે તો પણ શરીરમાં ઓક્સિજનની માત્રાની ભરપાઈ તમે કરી શકો છો. જો નિયમિત રૂપે યોગ અને વ્યાયામ કરવામાં આવે તો શરીરમાં સંકુચિત ધમનીઓ સામાન્ય સ્થિતિમાં આવે અને રક્તપ્રવાહને સામાન્ય કરવામાં મદદ મળે છે. જો શિયાળાની ઋતુમાં નવશેકુ પાણીનું સેવન કરવામાં આવે તો પણ ફાયદો મળે છે.

ગરમ પાણીથી લેવું સ્નાન

જો હળવા ગરમ અથવા નવશેકા પાણીથી સ્નાન કરવામાં આવે શરીરને શેક થાય છે અને એનાથી પગના સાંધામાં આરામ પહોંચે છે. ગરમ પાણીથી સ્નાન લીધા પછી તરત જ ખુલ્લાં વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. સાથે ગરમ તેલની માલિશ પણ શિયાળામાં ચોક્કસથી કરવી જોઈએ. તડકામાં તેલની માલિશ કરવામાં આવે તો એનાથી વધુ ફાયદો મળે છે.

વધુ સમય સુધી એક જ સ્થાને ના બેસવું

જે લોકો લાંબા સમય સુધી કમ્પ્યૂટરની સામે બેસીને કામ કરતા હોય એવા લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય રીતે વધુ જોવા મળે છે. એક જ જગ્યાએ વધુ સમય બેસી રહેવાથી હાડકાઓમાં ઠંડી લાગવાને કારણે હાડકા અકડાઈ જાય છે અને એ સાંધામાં દુખાવો ઉત્પન્ન કરે છે. એવું ના થાય એનાથી બચવા માટે સમયે સમયે જગ્યા પરથી ઉઠીને શરીરને સ્ટ્રેચ કરવું જરૂરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

વજન ઘટાડવા માટે ઘઉંની નહિ પણ ચાલુ કરો આ લોટની રોટલી ખાવાનું

જો તમે આગામી મહિને અંબાજી જવાનો પ્લાન કરતા હોવ તો થઇ શકે છે તકલીફ