વ્યંગ અને કટાક્ષ

Please log in or register to like posts.
News

ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં 1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

 

ભણેલો :- જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય

ખતરનાક કામ :- ‘એક’ ખાડા ને ‘બે’ કુદકા મા પાર કરવો !!

મિટિંગ :- જયાં ‘મિનિટસ’ સચવાય છે.. કલાકો બગાડીને..

કાયદો :- કરોળિયા નું એવું જાળું… જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે

સલાહકાર :- જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય

ગુજરાતી :- એવી પ્રજા જેને માત્ર ‘શુભ’ ઉપર વિશ્વાસ નથી, સાથે ‘લાભ’ પણ જોઇયે

શેરબજાર :- એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય

દારૂબંધી :- જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!

બુદ્ધિજીવી :- જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય

જન્મ દિવસ :- જે દિવસ સ્ત્રી વગર પ્રયાસે યાદ રાખી શકે અને પુરુષ પુષ્કળ પ્રયાસ પછી પણ ભૂલી જાય

Advertisements

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.