ગરમીમાં વધારો છે પ્રલયનો સંકેત? વિષ્ણુ પુરાણમાં છે ગ્લોબલ વોર્મિંગની આગાહી

Please log in or register to like posts.
News

તમે નહીં માનો પરંતુ શાસ્ત્રોમાં છે ગ્લોબલ વોર્મિંગનીઆ આગાહી

આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ હવામાનમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. જેને લઈને દુનિયાભરના પર્યાવરણ નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વર્ષે ગરમી પાછલા અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખશે. ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટીએ જોઈએ તો પણ શું વાતવરણમાં પલ્ટાની આપણા ઋષીમુનીઓને પહેલાથી ખબર હશે. કે તેમણે હજારો વર્ષ પૂર્વે જ ભવિષ્ય ભાખ્યું હશે.

વિષ્ણુ પુરાણમાં પ્રલયનું વર્ણન

કેમ કે, હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે તેવું જ વર્ણન વિષ્ણુ પુરાણમાં કલિયુગના વર્ણનમાં જોવા મળે છે. વિષ્ણુ પુરણામાં કહેવાયું છે કે કલિયુગ જેમ જેમ પોતાના અંત તરફ જશે તેમ તેમ સૃષ્ટિ પ્રલય તરફ જશે. જેથી જલ પ્રલય પહેલા અતિશય વધારે ગરમી પડશે. ભગવાન વિષ્ણુ સૂર્યના સતરંગી કિરણોમાં સમાઈ જશે જેના કારણે ગરમી એટલી વધી જશે કે ભયાનક દુકાળની સ્થિતિ આવી જશે.

ગરમી એટલી વધશે કે

આકાશમાંથી વરસતા અગનજ્વાળાના કારણે નદી, તળાવ સહિતના તમામ જળાશયો સુકાઈ જશે. જળ વગર ધરતી ફાટવા લાગશે. આ બધુ જોતા આપણે અનાયાસે આ જ માર્ગ પર આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ આપણે અત્યારથી પાણીનો દુરઉપયોગ બંધ કરવો જોઈએ.

પછી 100 વર્ષ સુધી વરસાદ

વિષ્ણુ પુરાણ મુજબ ત્રણેય લોક ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હશે અને માનવ, દાનવ કે દેવ તમામનું જીવન દુષ્કર થઈ જશે. ત્યારે ભગવાન વિષ્ણુના મુખમાથી શ્વાસ લેવાના કારણે સંવર્તક નામના મેઘ ઉત્પન્ન થશે અને જે 100 વર્ષો સુધી સતત વરસતા રહે છે. જેના કારણે જળ પ્રલયની સ્થિતિ આવશે. અને સમગ્ર દુનિયા જળમગ્ન થઈ જાય છે અને આ રીતે ધરતીનો અંત આવશે.

મોહમ્મદ પયગંબરની પણ આવી જ ભવિષ્યવાણી

જે રીતે વિષ્ણુ પુરાણમાં ગ્લોબલ વોર્મિંગની વાત કરવામાં આવી છે તે જ રીતે કુરાનમાં મોહમ્મદ પયગંબરે પણ સૃષ્ટિના જળ પ્રલયની વાત કરી છે. જેમાં પહેલા કાળઝાળ ગરમીનો અતિશય વધારો અને પછી વર્ષો સુધી વરસાદ. આમ જોવામાં આવે તો વિષ્ણુ પુરાણ અને કુરાન બંનેમાં પ્રલય માટે એક જ થીયરી આપવામાં આવી છે.

વિજ્ઞાન પણ હવે માને છે આ વાત

ધર્મને માત્ર કથાઓ ગણતા લોકોએ એ બાબતને નોંધવી જોઈએ કે વિશ્વના ટોચના વૈજ્ઞાનિકઓની કેટલીય ટીમો દ્વારા આ અંગે ખુલાસો કરતા કહેવાયું છે કે જે રીતે આપણે અત્યારે પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ છીએ તેને બંધ કરવામાં નહીં આવે તો માનવ સભ્યતા ગ્લોબલ વોર્મિંગ અને પૂર જેવી આફતોના કારણે જ નાશ પામશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
1
0
0
0
Already reacted for this post.