in

વિરાટ કોહલીએ ટેસ્ટમાં દરમિયાન ફટકારી સાતમી બેવડી સદી, અને બધા રેકોર્ડ તોડ્યા

ભારત તથા દક્ષિણ આફ્રિકા સાથેની ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમી રહી છે, આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારતા અનેક રેકોર્ડ પોતાના નામે જાહેર કરી લીધા છે. કોહલીએ તાબડતોડ બેટિંગ કરતાં ડબલ સેન્ચૂરી (254 રન) બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન કોહલીએ 33 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સાથે સાથે કોહલીએ સાત હજાર રન પણ પૂરા કરી લીધાં છે.

Advertisements

 

કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેરિયરમાં સાતમી વાર ડબલ સેન્ચૂરી ફટકારી દીધી છે. આ બધાની વચ્ચે ખાસ વાત છે કે, સાતેય ડબલ સેન્ચૂરી કોહલીએ કેપ્ટન તરીકે જ બનાવ્યા છે. કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ડબલ સેન્ચૂરી બનાવનારો પહેલો ખેલાડી અને સૌથી ટૉપ પર છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા 5 ડબલ સેન્ચૂરી સાથે બીજા નંબર પર છે.

Advertisements

આના પહેલા કોહલીએ 150 રન બનાવતા ડૉન બ્રેડમેનનો એક રેકોર્ડ તોડી દીધો હતો. કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ વાર 150 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ સિવાય કોહલીની કેપ્ટન તરીકે આ 50મી ટેસ્ટ મેચ હતી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Virat-Kohli-Pune-Test-double-ton-AP-380.jpg?w=662&ssl=1

કોહલીએ ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી 81 ટેસ્ટ રમી છે. જેમાં 53.94 એવરેજથી સાત હજાર બનાવ્યા છે. આ દરમિયાન તેણે 26 સદી, 7 બેવડી સદી અને 22 અડધી સદી નોંધાવી છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

12 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ભારત દેશ તથા સમગ્ર આદિવાસી લોકોએ ગૌરવ લેવા જેવી બાબત, તમે જાણીને પણ ખુશ થઈ જશોa