વર્ષોથી બંધ પડેલી હતી દાદીની આ દુકાન, ખોલતાં જ ખુલી ગઇ પરિવારની કિસ્મત

Please log in or register to like posts.
News

ઘણીવાર વ્યક્તિને એવી જગ્યાએથી કિંમતી વસ્તુઓ મળી જાય છે, જેને તે ભંગાર સમજી રહ્યા હોય છે. આવું જ કંઇક અમેરિકાના પરિવાર સાથે થયું, જેમણે પોતાની પરદાદી દ્વારા વારસામાં મળેલી એક દુકાનને વધારે મહત્વ આપ્યું નહીં. ઘણાં વર્ષો પછી જ્યારે તેમણે દુકાન ખોલી, તો હેરાન રહી ગયાં. આ જૂની દુકાનમાં અનેક વિન્ટેજ સામાન મળી આવ્યો હતો.

– અમેરિકાના આ પરિવારને દુકાન વારસામાં મળી હતી. આ દુકાન 1940 થી લઇને 1960 ની વચ્ચે ખુલી હતી.

– જ્યારે પરદાદીનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું ત્યારે આ દુકાનને બંધ કરી દેવામાં આવી હતી.

– પરિવારના લોકોને જ્યારે જાણ થઇ કે પરદાદીએ આ દુકાન તેમના નામે કરી છે, ત્યારે એ વિચારતાં કે આટલી જૂની દુકાનનું તેઓ શું કરશે, ત્યારે તેમણે દુકાન જોવા જવાનું પણ યોગ્ય માન્યું નહીં.

– વર્ષ 2014માં પરિવારના થોડાં સભ્યોએ એકવાર જઇને અંદરથી શોપની પરિસ્થિતિ જોવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ અંદર ગયા તો તેમણે જોયું કે આખી શોપ અંદરથી ઢંકાયેલી હતી.

– પરંતું જ્યારે તેમણે શોપમાં રાખેલાં શૂ બોક્સેસ ખોલવાનું શરૂ કર્યું, તો તેમાં વર્ષો પછી પણ સારી પરિસ્થિતિમાં રાખેલાં અનેક જૂતા મળ્યાં.

– આ વિન્ટેજ શૂઝની કિંમત આજના સમયમાં ઘણી વધારે આંકવામાં આવી છે. આ દિવસોમાં ઘણી વેબસાઇટ્સ પર વર્ષો પછી ખોલવામાં આવેલી આ વિન્ટેજ શૂ શોપની તસવીરો વાયરલ થઇ રહી છે.

– જોકે, આ પરિવારના કોપણ સભ્યએ પોતાની પર્સનલ ઇનફોર્મેશન જાહેર કરી નથી, પરંતું એવું માનવામાં આવે છે કે, તેમાંથી કોઇ એક વ્યક્તિએ શોપમાં ક્લિક કરેલી તસવીર રેડિટ પર શેયર કરી હતી.

– ત્યાંથી હવે આ તસવીર સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ રહી છે. લોકો પ્રમાણે કઇ જગ્યાએ તમારી કિસ્મત ખુલી જાય તે કોઇ કહી શકતું નથી.

– જેમ કે ધૂળથી ભરેલી આ શોપને આ અમેરિકી પરિવારની કિસ્મત ખોલી દીધી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.