આ વાંચ્યા પછી વિચારો ની તાકત ખબર પડશે

Please log in or register to like posts.
News

વિચાર- માણસ ના મન માં લગભગ રોજ ના 60000 વિચારો આવે છે. જેમાં ના 90% તો આગળ ના દિવસ ની જેમ જ રિપીટ હોય છે. વિચારો અને માણસ ના અવચેતન મગજ ની શક્તિ વિષે નું અદભુત પુસ્તક એટલે જોસેફ મર્ફી દ્વારા લેખિત તમારા અવચેતન મન ની શક્તિ. પુસ્તક તો મૂળ અંગ્રેજી માં લખાયું છે અને ટોપ સેલર છે. એટલે દુનિયા ની આશરે 80 ભાષા માં અનુવાદ થયેલો છે. લેખ મેં જાતે લખ્યો છે અંતર તેમના અમુક મુદ્દા આવરવા નો પ્રયત્ન કર્યો છે.

તો હું આજે તમને તેમાં ના અમુક સારા મુદ્દા ની ચર્ચા કરીશ. મને ફેસબુક પર @harshil.mehta.5030 અને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta પર ફોલૉ કરવાનું ના ભૂલતા. તથા મને મેસેજ કરી ને લેખ કેવો લાગ્યો અથવા તમારો કોઈ ડાઉટ અવશ્ય પૂછજો.

પુસ્તક ના લેખક સારા મનોવૈગ્નાયિક છે. તેઓ કહે છે કે મનુષ્ય ને 2 મગજ હોય છે:-
1. ચેતન મગજ:- જે મગજ આપણું દિવસ નું કામ કરે છે. અને એ થાકે ત્યારે ઊંઘ આવે છે.
2. અવચેતન મગજ:- જે આમ તો કોઈ કાર્ય કરતું નથી પરંતુ તમારા વિચારો ને હંમેશા પકડે છે અને તેને અનુરૂપ પરિસ્થિતિ બનાવે છે.

આ જે અવચેતન મગજ છે એમાં જે વિચાર જાય છે એ વિચાર ને એ પકડી લેતું હોય છે. તેના માં કઈ લોજીક હોતું નથી. વિચાર સારો હોય કે ખરાબ હોય તેની પર તે હમેશા કાર્ય કરવાનું શરુ કરી દે છે. તેથી હંમેશા તમારે સારું બોલવું જોઈએ અને સારું વિચારવું જોઈએ. કારણ કે કોઈ પણ નવી શોધ સૌથી પહેલા માણસ ના મગજ માં થતી હોય છે, ત્યાં તેની બ્લુ પ્રિન્ટ નક્કી થાય છે અને ત્યારબાદ તે સાચી જિંદગી માં શોધાય છે.

મોટા મોટા વૈજ્ઞાનિકો અને સફળ થયેલા માણસ નું જો તમે એનાલિસિસ કરો તો તમને આ વાત સીધી રીતે જોવા મળી જશે. જેમ કે ધીરુભાઈ અંબાણી એ યમન માં પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરતી વખતે પોતાની ઇન્ડસ્ટ્રી હોવા નું સ્વપ્ન જોયું હતું અને તે સ્વપ્ન સાકાર થયું. તે જ રીતે થોમસ અલ્વા એડિસને નક્કી કર્યું હતું કે મારે વીજળી ના બલ્બ ની શોધ કરવી જ છે અને તેથી તેની શોધ થઇ શકી.

લોકો બાધા રાખતા હોય છે તો તે પુરી થઇ જાય છે. અમુક જણા ખરા મન થી પ્રાર્થના કરે છે તો તે પણ પુરી થઇ જાય છે. તો તેના પાછળ વિચાર એમ જ છે કે તમે ભગવાન પર જેટલો વિશ્વાસ કરો છો તેટલો જ વિશ્વાસ તમારો આપોઆપ તમારી જાત ઉપર થઇ જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “પહેલા જેને ઈશ્વર પર વિશ્વાસ નહતો તે નાસ્તિક હતો, હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જેને પોતાના પર વિશ્વાસ નથી તે નાસ્તિક છે.”

એટલે કે તમારે તમારા પોતાના પર વિશ્વાસ રાખવા નો છે, શ્રદ્ધા રાખવાની છે અને મગજ માં સારા વિચારો વિષે જ વિચારવા નું છે. મગજ જ જો ખેતર છે તો વિચારો એના બીજ છે. જેવા બીજ વાવશો તેવું ઉગશે.

હવે બીજી વાતો આવતી વખતે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.