in ,

અધધધ!!! ૫૦ લાખ રૂપિયાની બાઈક – તમે ગાંડા તો નથી થઇ ગયા ને?? – આટલી મોંઘી બાઈક લેવાય ખરા…

તમારી પાસે કઈ કંપનીનું બાઈક છે? શું એ મોંધુ એવી કિંમતનું છે? ભારતમાં અમુક એવા પણ બાઈક છે જેની કિંમત જાણીને તમને ચક્કર આવવા લાગે છે અને એટલે તો લોકો એ બાઈકને વધુ પસંદ કરે છે. મોંઘા એવા બાઈકમાં તમામ સુવિધા હોય છે જે એલ સામાન્ય બાઈકમાં નથી હોતી. તો આજની માહિતી બાઈક વિશે જ છે.

આજના આર્ટીકલમાં આપણે વાત કરવાના છીએ અમુક સ્પેશિયલ અને બહુ મોંઘા એવા બાઈક વિશે. જે બહુ રસપ્રદ અને જાણવા જેવી માહિતી છે. આ બાઈકોની કિંમત તો લાખો રૂપિયામાં છે સાથે ફેસેલીટી પણ એવી છે કે તમે ક્યાંય જોય પણ ન હોય. આજનો આર્ટીકલ અંત સુધી વાંચવાનો ભૂલતા નહીં.

નીચેના પેરેગ્રાફમાં ફેમસ અને મોંઘા એવા ભારતીય બાઈકોની માહિતી જણાવી છે જે જાણીને તમને બહુ રોમાંચ થશે. તો જાણીએ વધુ માહિતી આગળ…

 (૧) કાવાસાકી નીજ્જા H2

આ મોટરસાઇકલનું એન્જીન બહુ પાવરફૂલ આવે છે અને બાઈકની ડીઝાઇન બહુ જોરદાર બનાવી છે. ૯૯૮ CC નું એન્જીન બાઈકમાં લાગેલું છે, જેને કારણે ૧૯૭ BHP નો પાવર પેદા થાય છે. બહુ જ ઓછી સેકન્ડમાં વધુ સ્પીડ લઇ લેવામાં આ બાઈક માહિર છે. માત્ર ૨.૫ સેકેન્ડમાં ૧૦૦ કિમી.ની સ્પીડમાં ચાલતી થઈ જાય છે. આ મોટરસાયકલની કિંમત ૨૮ લાખ જેટલી છે.

(૨) હાર્લી ડેવીડસન સ્ટ્રીટ ગ્લીડ

આ બાઈકની સુવિધા જોઈએ ભલભલા દિવાના થઇ જાય એમ છે. આ બાઇકમાં એન્જીન ક્ષમતા ૧૬૯૦ CC જેટલી આપેલ છે. તમામ સગવડતાથી સજ્જ આ બાઇકને બનાવવામાં આવ્યું છે. આ મોટરસાયકલની કિંમત ૩૦ લાખની આસપાસ છે. અધધધ…!!!

(૩) ઇન્ડિયન રોડમાસ્ટર

રોડ પર રાજ કરતી હોય એવી આ બાઈકને બહુ ‘હસ્તી’ ગણવામાં આવે છે. કારણ કે ૨૦૧૫ની સાલમાં સૌથી મોંઘી બાઇક ઇન્ડિયન રોડમાસ્ટર ગણાતી હતી. તેની કિંમત ૩૫ લાખની આસપાસ છે. ૪૦૦ કિલો જેટલી વજન ધરાવતી આ બાઇક જોવામાં બધાથી અલગ છે. આ કિ લેસ બાઇક છે. મતલબ કે સેન્સરવાળી ચાવીથી ઓપરેટ કરી શકાય છે. માત્ર ચાવીને પોકેટમાં રાખવાથી પણ આ બાઇકને ચલાવી શકાય છે. ૧૮૧૧ CC જેટલું પાવરફુલ એન્જીન છે તથા છ ગીયર સાથેનું મોડેલ બનાવેલ છે.

(૪) BMW K૧૬૦૦ GTL

આ કંપની બહુ ફેમસ છે અને મોંઘી બાઈક બનાવવાની શોખીન પણ. અમુક મોડેલ તો એવા છે કે જે તમને અન્ય કંપનીમાં જોવા મળે જ નહીં. ભારતમાં જેટલી પણ સ્પોર્ટ બાઇક છે તેમાંથી સૌથી એડવાન્સ બાઇકની કિંમત ૩૬ લાખથી પણ વધારે છે. આ બાઇકનું એન્જીન ૧૬૪૯ CC જેટલું પાવરફુલ છે. ડીજીટલ સીસ્ટમ અને હાઇ બ્રેકીંગ સિસ્ટમથી સજ્જ છે.

(૫) ડુકાટી પેનીગેલ આર

ભારતમાં રહેતા હોય ને આ બાઈક ન જોય હોય એ ન ચાલે!! ભારતની સૌથી મોંઘી બાઇક આ જ  છે. જેની કિંમત ૫૦ લાખની આસપાસ છે. આ બાઇકનો હાલ વજન ૧૬૨ કિલોગ્રામ જેટલો છે. એકદમ નવી એવી તમામ પ્રકારની સુવિધા આ બાઇકની અંદર આપેલ છે જેના કારણે ભારતમાં આ બાઇક ખૂબ મશહુર છે.

તો ૫૦ લાખની કાર લેવાય કે બાઇક?? કાર ભલે ને ગમે તેટલી મોંઘી હોય પણ બાઇક તો બાઇક જ ને!!! આવા જ મસ્તમજાના માહિતીથી ભરેલ આર્ટીકલ અમે લાવતા રહીશું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

આ દેશમાં સૌથી વધારે ફરવાનું પસંદ કરે છે ભારતીયો , વિદેશ જઈને કરે છે આ કામ

વાળની કાળજી સાથે જોડાયેલી આ 5 વાતો છે ખોટી, જેને આજ સુધી તમે માની રહ્યા હતા સાચી