આ છે વટ સાવિત્રી વ્રત નું મહત્વ, મુહૂર્ત, વિધિ અને ઇતિહાસ – 27 June

Please log in or register to like posts.
News

આવવાવાળી પૂર્ણિમા ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે વ્રત-પૂજા સ્નાનનું વિશેષ મહત્વ છે .એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી , પૂજા-અર્ચના કરીને દાન-દક્ષિણા આપવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે.

પૌરાણિક ગ્રંથ અનુસાર વટપૂર્ણિમાં વ્રત જેઠ મહિનામાં પૂર્ણિમા મા રાખવામાં આવે છે. વર્ષ 2018 માં જુન મહિનાની 27 તારીખે વટપૂર્ણિમા ઉજવવામાં આવશે. વટપૂર્ણિમાં વ્રત તે મહિલા સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે .આજે આપણે વટ પૂર્ણિમાનું મહત્વ સમજીશું.

વટ પૂર્ણિમા વ્રત નું શુભ મુહૂર્ત..

વટપૂર્ણિમાં વ્રત મા મહિલા સંતાન પ્રાપ્તિ અને પોતાના પતિની દીર્ઘાયુની કામના કરે છે .વટપૂર્ણિમા ની તિથી ની શરૂઆત બુધવારે 27 june 2018 ના દિવસે સવારે ૮ અને ૧૨ મિનિટ થશે અને 28 june 2018 દસ અને બાવીસ મિનિટે પૂરી થશે..

વટ પૂર્ણિમાનું મહત્વ..

શાસ્ત્રોમાં જેઠ મહિનામાં વટપૂર્ણિમાં વ્રત ને ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે . જેઠ મહિનામાં આવવાવાળી પૂર્ણિમા મા સ્નાન દાન માટે તો ખૂબ મહત્વની છે. વડના વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું નિવાસ સ્થાન માનવામાં આવે છે કેહવાય છે કે વડના વૃક્ષની પૂજા કરીને ત્રણ દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે અને વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે. વટપૂર્ણિમાં નું વ્રત સંતાન પ્રાપ્તિ માટે ખુબ જ મહત્વનું અને ઈચ્છાપૂર્તિ માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે..

વટપૂર્ણિમાં વ્રત ની પૂજા વિધિ ..

જેઠ માસની પૂર્ણિમાને વટપૂર્ણિમાં વ્રત ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વ્રતની પૂજા વિધિમાં વટસાવિત્રીના વ્રત ની પૂજા વિધિ અનુસાર એ મુજબ જ કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે વડની પૂજા કરવામાં આવે છે સુહાગન મહિલાઓ સત્યવાન સાવિત્રી ની કથા સાંભળે છે. પૂજા માટે બે વાંસની ટોપલીઓ લેવામાં આવે છે તેમાં સાત પ્રકાર રાખીને કપડાથી ઢાંકવામાં આવે છે . અને બીજી ટોકરી માં સાવિત્રીની પ્રતિમા રાખવામાં આવે છે .તેના પછી ધુપ્-દીવો ચોખા કુમકુમ થી પૂજા કરવામાં આવે છે. સામગ્રીનો ઉપયોગ પૂજા માટે કરવામાં આવે છે વડના વૃક્ષની પરિક્રમા કરીને મૌલી બાંધીને દોરી બાંધીને પુજા અને પછી દાન-દક્ષિણા નું ખૂબ જ મહત્વ છે આ દિવસે પ્રસાદના રૂપમાં ચણા અને ગોળ આપવામાં આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.