in

જેના થી ફેલાઈ રહ્યો છે જીવલેણ નિપાહ, એજ ચામાચીડિયા ની ભારત ના આ ગામ માં થાય છે પૂજા

કેરલ થી લઈ ને હિમાચલ પ્રદેશ સુધી આ દિવસો માં ચામાચીડિયા નો આતંક છે. લોકો ચામાચીડિયા ના લીધે નિપાહ જેવી બીમારી નો શિકાર થઈ રહ્યા છે. સરકારી આંકડા ની માનીએ તો અત્યાર સુધી 15 લોકો ના મૃત્યુ થઈ ગયા છે. જોકે હજારો ની સંખ્યા માં લોકો બીમાર થઈ ને હોસ્પિટલ માં દાખલ છે.

આવા માં ચામાચીડિયા થી ડરવું સ્વાભાવિક છે. ત્યાં જ દેશ ના એક ખૂણા માં પાછલા ઘણા વર્ષો થી ચામાચીડિયા ને પૂજવા માં આવે છે. એમની દર વર્ષે પૂજા અર્ચના કરવા માં આવે છે. લોકો એમને ગામ ના રક્ષક માને છે. પોતાને એમના પડછાયા મા સુરક્ષિત માને છે.

બિહાર ના વૈશાલી જિલ્લા મા રાજાપકડ પ્રખંડ ના સરસાઈ ગામ મા આ ચામાચીડિયા ની પૂજા થાય છે. ઝાડ ની ડાળી પર ઉંધા લટકવા વાળા આ ચામાચીડિયા ને જોઈ ને કોઈ પણ ડરી જાય. અત્યાર સુધી કેરલ મા આ જ ચામાચીડિયા ના લીધે જીવલેણ નિપાહ વાઇરસ ફેલાઈ રહ્યો છે. ત્યાં જ બીજી બાજુ બિહાર મા લોકો આ ચામાચીડિયા ને ગ્રામ રક્ષક દેવતા માને છે. સરસઇ ગામ ના તળાવ ની આજુ બાજુ ચારે તરફ ઝાડ પર હજારો ની સંખ્યા માં ચામાચીડિયા નો ડેરો છે. સીસમ,વડ,તાડ જેવા વૃક્ષો પર ઉંધા લટકેલા આ પ્રાણી દિવસ મા ઊંઘે છે. તડકા થી બચવા માટે પોતાની પાંખો ને માથા ની ચારે બાજુ લપેટી લે છે. આમના રેહઠાણ ની પાસે થી તીખી દુર્ગંધ આવે છે અને સાથે જ ઉપર લટકેલા ચામાચીડિયા ના અવાજ સાંભળવા મળે છે.

પંચ સરપંચ સંઘ ના પ્રદેશ અધ્યક્ષ આમોદ કુમાર નિરલા ની વાતો પર વિશ્વાસ કરીએ તો ચામાચીડિયા આ વિસ્તાર માટે ઘણા ખાસ છે. કેમકે આના થી જોડાયેલુ ઇતિહાસ નું પાનું આમને ખાસ બનાવે છે. બાબત 1402 થી 1405 ના વચ્ચે ની છે જ્યારે રાજવંશ ના રાજા શિવ સિંહ એ સરસઈ ગામ મા 52 વીઘા જમીન પર તળાવ ખોદાયું હતું. પાણી ઠંડુ રાખવા માટે તળાવ ની ચારે બાજુ ઝાડ લાગવડાયા હતા. બતાવવા મા આવે છે કે આ ગામ મા કોલેરા જેવી બીમારી હમેશા ફેલાઈ જાય છે. કેહવાય છે કે બીમારી ફેલાઈ હતી ત્યારે ચામાચીડિયા નું ઝુંડ આવ્યું અને તળાવ ની ચારે બાજુ આવેલા ઝાડ મા રેહવા લાગી. એના પછી આ વિસ્તાર મા બીમારી ફેલાવા ની બંધ થઈ ગઈ. સ્તનધારી જીવ હોવાના કારણે એમને માતૃત્વ નું રૂપ માનવા મા આવે છે. રાત્રે ચાલવા ના લીધે લોકો આમને મા લક્ષ્મી નું રૂપ પણ માને છે. આ જ કારણ છે કે પેઢીઓ થી લોકો ચામાચીડિયા ને રક્ષક માને છે. અને એમની પૂજા કરે છે.

સરસઈ અને આસપાસ ના 10 ગામ ના લોકો આ ચામાચીડિયા ને પૂજ્ય માને છે. તળાવ ના કિનારે ઝાડ પર આરામ કરતાં ચામાચીડિયા ને કોઈ હેરાન નથી કરતું. ગામ માં માન્યતા છે કે જો કોઈ ચામાચીડિયા ને મારે છે તો ગામ માં વિપત્તિ આવવા લાગે છે. આવું કરવા પર પુજા કરી ને એમને મનાવું પડે છે. આમને જમવાની કમી ના થાય એના માટે ગામ ના લોકો પોતાના કેરી,લીચી,જામફળ અને અન્ય ફળો ના બગીચા ના ઝાડ ના સૌથી ઉપર ની ડાળી ના ફળ નથી તોડતા. આ ફળ ચામાચીડિયા ના ખાવા માટે છોડી દેવામાં આવે છે. ગરમી માં ચામાચીડિયા ને પાણી ની કમી ના થાય,એના માટે ગામ ના લોકો પૈસા ભેગા કરી ને તળાવ ની પાસે આવેલા બે તળાવ માં પાણી ભરે છે. આ તળાવો પર રોજ સાંજે ચામાચીડિયા આવે છે અને ઉડતા ઉડતા પાણી પીવે છે.

ગામ ના લોકો સરસઈ તળાવ ના સૌંદર્યીકરણ અને આના પર્યટન કેન્દ્ર બનવા ની રાહ જોઈ રહ્યા છે. સરસઈ ના આ તળાવ ની ચારે બાજુ ચામાચીડિયા ના ઘર ને લઈ ને ગામ ના લોકો મોબિલાઈઝ છે. ગામ ના લોકો ની માંગ છે કે આને પર્યટન કેન્દ્ર બનાવવા માં આવે. આના માટે જિલ્લા મુખ્યાલય,વન વિભાગ,પર્યટન મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી વિનંતી કરવા માં આવી છે. પર્યટન મંત્રાલય થી આના માટે જિલ્લા પ્રશાસન ને પત્ર મળ્યું,પરંતુ જમીન પર કઈ નથી થયું.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

ગુવાર છે ઔષધીય ગુણોથી ભરપુર….

કોહલી એ પેરેંટ બનવા ને લઈ ને કર્યો મોટો ખુલાસો, ખુશી ના લીધે ઝૂમી ઉઠ્યા ફૈન્સ