in

મકરસંક્રાતિના રમુજી મેસેજ તમે સોશ્યલ મીડિયામાં થઈ ગયા વાઇરલ, વાંચીને તમને પણ આવી જશે મજા

ભારતમાં તહેવારોની પરંપરાગત મોજનો પડઘો, પ્રતિબિંબ કે પડઘમ સોશ્યલ મિડીયામાં વધુ પણે જોવા મળે છે. આ બાબતે પણ મંદી અને મોંઘવારી બાજુએ મુકી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવા તૈયારીઓ થઇ ચૂકી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને સોશ્યલ મિડીયામાં પણ અવનવા મેસેજીસ વાઇરલ થાય છે. જેમાં આ વખતે દોરીબાઇ અને પતંગકુમારના મેરેજના ફરતી થયેલી કંકોત્રી વાંચી સૌ કોઇને ભારે અસરજ સાથે કૌતુક થયું છે.

Advertisements

મકરસંક્રાંતિ બાબતે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયેલી કંકોત્રીથી વધુ રમૂજ છવાઇ છે. મેસેજ વાંચતા જ માણસોના ચહેરા ઉપર હાસ્યનો ભાવ રેલાવી દેતી કંકોત્રીમાં કહેવામાં આવતું છે કે, સહર્ષ જણાવવાનું કે, કુળદેવતા શ્રી પવન દેવની અસીમ કૃષાથી અ.સૌ. શ્રીમતી ફીરકીબેન તથા શ્રી માંજાલાલ સુરતની સુપત્રી ચિ. દોરીબાઇના શુભ લગ્ન અ.સૌ. શ્રીમતી સળીબેન તથા શ્રાી કાગળભાઇ કાગળિયાના સુપુત્ર ચિ. પતંગકુમાર સાથે સંવત 2076ના પોષ વદ 4ને મંગળવાર તા. 14-1-2020ના રોજ નિર્ધારિત થયા છે. તો આ શુભ પ્રસંગે ઉડણીયા દંપતિનો લાભ લેવા માટે બધા લૂંટણીયાઓ પધારી બૂમો પાડવામાં અભિવૃદ્ધિ કરશોજી.

વાઇરલ થયેલી આ પત્રિકામાં બીજા વિવિધ કાર્યક્રમો ડી.જે., ભોજન સમારંભ અને વિદાય પણ રમૂજી સ્ટાઇલમાં રજૂ કરવામાં આવ્યા છે. ડી.જે. પ્રોગ્રામ માટે સવારે 7.30થી ધીમા અવાજે આખો દિવસ વગાડવું. તો ભોજન સમારંભ બપોરે 12 કલાકથી ખેંચણીયા આવે ત્યાં સુધી અને વિદાય તા. ૧૫મી જાન્યુઆરી સાંજે 7 કલાકે ગુબારીયા ઉડાવીને આપવામાં આવશે. તેની વિશેષ નોંધ કરાઇ છે. લગ્ન પ્રસંગે લખવામાં આવતા નિમંત્રણ કાર્ડને પરંપરાગત મકરસંક્રાતિની ઉજવણી સાથે સાંકળી કહો કે આવરી લઇ તૈયાર કરવામાં આવેલી કંકોત્રીના અંતમાં મીઠો ટહુકો પણ રજૂ કરાયો છે. ‘હમે તો પતંગને લૂંટા, દોરી મેં કહા દમ થા, જબ ઉડાને કી બારી આયી તબ વાયરા કમ થા..!’ લખી નિમંત્રક તરીકે શ્રાી ઉડણીયા મિત્ર મંડળથી ફરતી થયેલી કંકોત્રીની સોશ્યલ મિડીયામાં ભારે બોલબાલા ચાલી રહી છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

બુધ્ધિત્ય યોગ મકરસંક્રાંતિ પર થઈ રહ્યો છે, આ રાશિના લોકોની પ્રગતિ ઘણી થશે, અધૂરા કાર્યો પૂરા થશે

ICICI ના જૂના CEO ચંદા કોચર ને વધુ એક ઝટકો, હવે બેંક રૂ. 12 કરોડનું બોનસ પાછું લેશે