in

ઉપયોગ માં લીધેલી ચા પત્તી ને ભૂલ થી પણ ન ફેંકો, સોના થી પણ વધારે છે એના ફાયદા

ચા કોફી પીવું ઘણા લોકો ને પસંદ હોય છે અને ઘણા લોકો રોજ એક કપ ચા તો જરૂર પીવે છે. પેહલા તો ચા બનાવ્યા પછી હંમેશા લોકો ચા ને ગાળે છે અને બચેલી ચા પત્તી ને ફેંકી દે છે. જો તમે પણ ગાળેલી ચા પત્તી ને ફેંકી દો છો, તો આવું ન કરો. કારણકે ચા પત્તી નો ઉપયોગ કરી ઘણા પ્રકાર ની તકલીફો થી છૂટકારો મેળવી શકાય છે અને ચહેરા ની રંગત વધારી શકાય છે. ચા પત્તી અથવા કોફી નો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ થી છૂટકારો મેળવવા માટે કરી શકાય છે. એની જાણકારી આ પ્રમાણે છે –

ઘણા કામ ની વસ્તુ હોય છે ચા પત્તી અને કોફી, એનો કરો આ રીતે ઉપયોગ –

Advertisements

ત્વચા ને સારી રીતે સાફ કરે

ચા પત્તી અથવા કોફી ગ્રાઉન્ડ ને એક્સફોલિએટર તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ બન્ને વસ્તુ ચહેરા પર લગાવવા થી ચહેરા પર રહેલી મૃત ત્વચા સાફ થઈ જાય છે અને ચહેરો એકદમ ખુલી જાય છે. તમે ચા પત્તી અથવા કોફી ગ્રાઉન્ડ લઈ એમાં થોડું નારિયેળ નું તેલ મિક્સ કરી દો એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટ ને તમે પોતાના ચહેરા ને સ્ક્રબ કરો. 10 મિનિટ સુધી સ્ક્રબ કર્યા પછી તમે પોતાના ચહેરા ને હૂંફાળા પાણી થી સાફ કરી લો. અઠવાડિયા માં બે વાર ચા પત્તી અથવા કોફી ગ્રાઉન્ડ સ્ક્રબ કરવા થી ચહેરા પર હાજર મૃત ત્વચા સાફ થઇ જશે.

હોઠ થાય છે ગુલાબી

જે લોકો ના હોઠ ઘણા કાળા હોય છે એ લોકો ચા પત્તી અથવા કોફી ગ્રાઉન્ડ ને કોઈપણ તેલ માં મિક્સ કરી ને પોતાના હોઠ પર લગાવી લે અને બે મિનિટ સુધી હોઠ પર ઘસો. તમે ઈચ્છો તો તેની જગ્યા એ ચા પત્તી અથવા કોફી ગ્રાઉન્ડ માં મધ પણ મિક્સ કરી શકો છો.

દુર્ગંધ કરે દૂર

Advertisements

ચા પત્તી અને ગ્રાઉન્ડ કોફી ની મદદ થી પગ ની દુર્ગંધ ને પણ દૂર કરી શકાય છે. પગ થી દુર્ગંધ આવવા પર તમે ટબ માં ગરમ પાણી નાખી દો અને પછી અંદર ચા પત્તી નાખો. એમાં તમે પોતાના પગ ને 10 મિનિટ સુધી રાખો. આ પાણી માં પગ રાખવા થી પગ ની ગંધ એકદમ દૂર થઈ જશે અને તમને પગ ની દુર્ગંધ થી રાહત મળી જશે.

સનબર્ન દૂર થાય

સનબર્ન થવા પર તમે પોતાની ત્વચા પર ચા પત્તી લગાવી લો. ચા પત્તી લગાવવા થી સનબર્ન થી આરામ મળી જાય છે અને સનબર્ન સારું થઈ જાય છે. સનબર્ન થવા પર તમે ત્રણ કપ પાણી ઉકાળો અને એમાં ચા પત્તી નાખો. આ પાણી ને 15-20 મિનિટ સુધી ઉકાળ્યા પછી ઠંડુ કરી લો. પાણી ને ઠંડું થયા પછી તમે એને પોતાની ત્વચા પર લગાવી લો. આ પાણી ને લગાવવા થી ત્વચા ને ઠંડક મળશે અને ત્વચા એકદમ સાફ થઇ જશે.

Advertisements

મોઢા ની દુર્ગંધ થાય દૂર

મોઢા માં દુર્ગંધ આવવા પર તમે ચા પત્તી ના પાણી થી કોગળા કરો. ચા પત્તી ના પાણી થી કોગળા કરવા થી મોઢા ની દુર્ગંધ દૂર થઈ જાય છે. તમે માત્ર ચા પત્તી ને પાણી માં ઉકાળી લો અને પછી ઠંડું કરી ને કોગળા કરી લો. દિવસ માં બે વાર આ પાણી થી કોગળા કરવા થી મોઢા ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે.

ટિપ્પણી
Express Your Reaction
Like
Love
Haha
Wow
Sad
Angry
Advertisements

માતા સંતોષી ની કૃપા થી આ રાશિઓ નો થશે ભાગ્ય પરિવર્તન, મળશે દરેક ખુશીઓ, થશે આર્થિક લાભ

સગાઈ તૂટ્યા પછી આ છોકરી ની સાથે દેખાયા પ્રિયંકા ચોપડા ના ભાઈ, સુંદરતા ની આગળ દેશી ગર્લ ફેઇલ