in

સવારે વહેલા ઉઠવામાં થાય છે તકલીફ? અપનાવો આ સરળ ઉપાય, ઘણા લોકોએ આ ઉપાયથી સફળતા મેળવી છે

આમ તો ભારતના લગભગ બધા જ લોકો માટે લાગુ પડે, પણ ગુજરાતી માટે ખાસ એવું કહેવામાં આવે છે કે રાત્રે ઝડપથી સુઈને સવારે વહેલા ઉઠી જઈએ, તો આપણું બળ, બુદ્ધિ, ધન, સુખ સમૃદ્ધી તથા એશ્વર્ય આ બધું અવશ્ય વધે છે. પણ શરીરમાં બળ અને બુદ્ધિ જો વધે તો ધન આપમેળે વધી જ જાય છે. તો તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સવારે વહેલા ઉઠવું. વહેલા ઉઠવું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી પુરવાર થાય છે.

પણ આજના આ ઝડપી યુગના સમયમાં લોકો ખુબ જ વ્યસ્ત જીવનશૈલીમાં ભરાઈ ગયા છે. આજે લોકો કામકાજના લીધે રાત્રે પણ સુવામાં મોડું કરી નાખતા હોય છે. પણ જ્યારે સુવામાં મોડું થઇ જાય તો સવારે વહેલા ઉઠવું શક્ય બનતું નથી. અને જો સવારે વહેલા ઉઠી જવાય તો ઊંઘ પૂરી ન થવાને લીધે તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. જો નિયમિત ટાઈમે ઊંઘ ન આવે અથવા તો ઊંઘ પૂર્ણ ન થાય તો દિવસે કામ કરવામાં પણ તકલીફ આવે.
youtube magazin

પણ જો રાત્રે વહેલા સુઈ અને સવારે વહેલા જાગી જવામાં આવે તો આપણે આપણા દરેક કામને ટાઈમે પૂર્ણ કરી શકીએ છીએ. જો સવારે વહેલા જાગીને થોડીક જ કસરત કરવામાં આવે તો આપણો સમગ્ર દિવસ તાજગી ભર્યો તથા સુંદર જાય છે. માટે આજે અમે તમને થોડીક એવી ટીપ્સ વિશે જણાવીશું. જે તમને વહેલા ઉઠવા માટે સારી બની શકે. તો ચાલો જાણીએ એ માહિતી વિશે. માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

Related image

સૌ પ્રથમ હુંફાળું પાણી : જો સવારના સમયે ઉકાળેલું થોડું હુંફાળું પાણી પી લેવામાં આવે તો આપણું શરીર તરત જ સક્રિય બની જાય છે. તેની સાથે સાથે જો કબજિયાતની તકલીફ હોય, તો તેમાં પણ ખુબ જ સારું કામ આપે છે. ત્યાર પછી તમે થોડુંક એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ તથા મધ ભેગું કરીને પણ પી શકો. જેનાથી આપણા શરીરમાં તાકાત પણ આવે છે અને વધારાની ચરબી પણ ઓછી થાય છે.

ટહેલવું : જો સવારે વહેલા ઉંઘ ન ઉડતી હોય તો સવારે વહેલા ઉઠીને ચાલવું ખુબ જ સારો અને ઉત્તમ રસ્તો ગણી શકાય છે. ચાલવાથી આપણો કુદરત સાથે પણ પ્રેમ પણ વધે છે. જો સવારે ઊંઘ પૂરી ન થતી હોય તો ઉઠીને તરત જ થોડુંક ચાલવા લાગવું જોઈએ. જેનાથી આપણા શરીરને ઓક્સિજન સાથે સાથે બીજા વિવિધ શારીરિક ફાયદા પણ થાય છે. વહેલી સવારે ઉઠવામાં આવે અને ચાલવામાં આવે તો ફ્રેશ ઓક્સિજન મળે છે. એક હળવી કસરત પણ આપણા શરીરને મળે છે.

Image result for ALARM CLOCK while sleeping

રાતે થોડોક હળવા ખોરાકનું સેવન કરવું : દોસ્તો આમ પણ સવારે ભારે, બપોરે થોડો જ ભારે તથા રાત્રે એકદમ હળવો ખોરાક લેવો જોઈએ. જો રાતના સમયે હળવા ખોરાક જમવામાં આવે તો સવારે પેટ એકદમ હળવું રહે છે અને તેના લીધે થોડી પણ આળસ પણ નથી આવતી. બને ત્યાં સુધી રાત્રે જમવામાં ખીચડી, દાળ-ભાત, શાક-રોટલી, સલાડ જેવો હળવો ખોરાક લેવો જોઈએ. દરેક વસ્તુમાંથી બને ત્યાં સુધી કોઈ એક જ વસ્તુનું સેવન કરવું વધારે હિતાવહ છે. ત્યાર પછી જ્યારે સુવાનું હોય તેના બે કલાક પહેલા જમી લેવું જોઈએ.

આલાર્મને પથારીથી બને એટલું દુર રાખો : દરેક લોકો સુતા હોય છે ત્યારે આલાર્મને પોતાની પથારીની બાજુમાં રાખીને સુતા હોય. કેમ કે જો બાજુમાં જ હોય તો બંધ કરીને લોકો પાછા સુઈ જાય. પરંતુ જો વહેલા ઉઠવું હોય તો આલાર્મને આપણી પથારીથી દુર રાખવું જોઈએ. જેનાથી આપણે ઉભા થઈને બંધ કરીએ તો ઊંઘ ઉડી શકે. ચારથી પાંચ ડગલા પણ જો આપણે ઊંઘમાંથી ઉઠીને ચાલીએ તો આપણી ઊંઘ ઉડવાની પ્રમાણ વધી જાય છે.

લેપટોપ તથા મોબાઈલ ફોન સુવાના સમયે ક્યારેય ન જોવા : આજે આશરે ઘણા બધા લોકો રાત્રે સુવાના સમયે મોબાઈલમાં જોયા કરતા હોય છે. તો દોસ્તો તમને કહી દઈએ કે સુવાના સમયે લેપટોપ તથા મોબાઈલનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. તે ટેવ ખુબ જ ખરાબ પુરવાર થાય છે. કારણ કે આપણે સર્ફિંગ કરતા હોઈએ તેમાં મોટાભાગનો સમય વ્યર્થ જતો હોય છે. તો તેના લીધે ઘણી વાર આપણને સુવામાં મોડું પણ થઇ જતું હોય છે. તેથી રાત્રે સુવાના સમયે ક્યારેય પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

Image result for morning wake

સુવાના સમયે થોડી વાર ધ્યાન કરો : જો તમે વધુ તણાવમાં હોવ અથવા તો કોઈ મુશ્કેલી હોય તો પથારીમાં બેસીને થોડી વાર ધ્યાન કરો તથા ઊંડા શ્વાસ લો. બધા જ વિચારોને ભૂલીને પોતાનું સંપૂર્ણ ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરો. જેનાથી તમારું તણાવનું લેવલ ઓછું થશે તથા રાત્રે સારી ઊંઘ આવશે. જેના લીધે તમે સવારે વહેલા જલ્દી ઉઠી શકશો.

મક્કમતા : આ ગુણ તથા ઉપાય સૌથી મહત્વનો ગણાય છે. જો એક વખત મનમાં મક્કમતા આવી જાય તો સવારે ઉઠવું આપણા માટે ખુબ જ આસાન બની જાય છે. કારણ કે મનથી જો આપણે વિચારી લઈને તો દરેક કામ સફળ થાય છે. માટે મક્કમ બનીને પોતાન ક્રમને ઉઠવા માટે જાળવી રાખશો તો એક આદત પડી જશે. જે તમને પોતાના સર્વાંગી વિકાસમાં ખુબ જ ઉપયોગી થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સપનામાં આવે જો મૃત પરિવારજન તો આપી જાય છે આવા સંકેત, જાણો શું આપે છે સંકેત

માતા ના ખોળા માં ઊંઘતી દેખાઈ નાની પરી, પુત્રી ની યાદ સાચવી રાખવા માટે કપિલે કર્યું આ ખાસ કામ