in

ગુજરાતના આ દિગ્ગજ યુવતી નેતાએ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું આગ્રા એરપોર્ટ પર કર્યું જોરદાર સ્વાગત

બે દિવસની ભારત મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સીધા ગુજરાતના અમદાવાદ ખાતે આવી ગયા હતાં. અહીં તેમની સાથે તેમના પત્ની મેલાનિયા પણ ઉપસ્થિત છે. અમદાવાદમાં જોરદાર રોડ શો અને તેનાથી પણ ભવ્યાતિભવ્ય મોટેરા સ્ટેડિયમમાં ભાષણ બાદ ટ્રમ્પ પત્ની સાથે આગ્રા જવા રવાના થયા હતાં. સાંજે 4:30 વાગ્યાની નજીક ટ્રમ્પ આગ્રા પહોંચ્યા હતાં.

અહીં ગુજરાતના દિગ્ગજ નેતા તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું જોરદાર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની જોડે તેમની દિકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનર પણ હતા. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સ્પેશિયલ વિમાન એરફોર્સ વનમાં આગ્રાના ખેરિયા એરપોર્ટ પર ઉતર્યા હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ઇન્ડિયા આવ્યા છે. તેમની જોડે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ ઉપસ્થિતિ છે. ટ્રમ્પ ફેમિલી અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે. થોડાક જ સમયમાં તેઓ અહીં તાજમહેલ જોવા પહોંચશે. અહીં તેઓ સંગેમરમરથી બનેલા અને પ્રેમના પ્રતિક તાજ મહેલના દિદાર કરશે. અહીં ટ્ર્રમ્પ પરિવાર સાથે આશરે 2 કલાક વિતાવશે. ત્યાર પછી તેઓ રાજધાની દુલ્હી જવા રવાના થશે.

ટ્રમ્પની યાત્રાને જોરદાર બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકાર ભારતીય કલા તથા સંસ્કૃતિનો તેમને પરિચય કરાવશે. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 વાગે તાજમહાલ આમ પર્યટકો માટે બંધ થઈ જશે. બાદમાં મંગળવારે સવારે ખુલશે.

આગ્રા પહોંચ્યા બાદ મેયર નવીન જૈન ટ્રમ્પ ફેમિલીનો રિસીવ કરશે. જૈને કહ્યું કે તે રાધે-રાધે બોલીને ટ્રમ્પ ફેમિલીનું સ્વાગત કરશે. પહેલીવખત ભારત આવી રહેલા ટ્રમ્પને મેયર 600 ગ્રામ વજનની અને 12 ઈંચ લાંબી ચાવી, સગેમરમરથી બનેલા તાજમહેલનું મોડલ ભેટમાં આપવામાં આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કોણ છે આ શેફ સુરેશ ખન્ના, જે કરશે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઉત્તમ ભોજનની સગવડ

25 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ