in

જો આમાંથી એક પણ નિશાન હાથ પર બને છે તો એ માણસ ચોક્કસ બને છે કરોડપતિ

દરેક વ્યક્તિ આ દુનિયામાં જન્મ લે છે એ એવું જ ઈચ્છે છે કે એ બધાથી આગળ જાય અને દરેક એનું નામ લે. કહેવાય છે કે વ્યક્તિનું ભાગ્ય બીજે ક્યાંય નહિ પણ ખુદ એના જ હાથોમાં હોય છે,અને એજ આગળ જઈને એને સફળ બનાવે છે. આજે અમે તમને કંઈક એવી જ માહિતી આપવાના છે જેનાથી તમને ખબર પડશે કે તમારી હાથની રેખાઓ શું કહે છે? હસ્તરેખા વિશેષજ્ઞ પ્રમાણે ભવિષ્ય જાણવાની સૌથી વધારે પ્રચલિત વિધાઓમાં હસ્તરેખાનું મહત્વપૂર્ણ સ્થાન છે.

હાથોની રેખાનું અધ્યયન કરવાથી કોઈ પણ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકારી મેળવી શકાય છે. હથેળીમાં ઘણી રેખાઓ હોય છે: જેમ કે જીવન રેખા, હૃદય રેખા, સૂર્ય રેખા, વિવાહ રેખા, બુધ રેખા, ભાગ્ય રેખા વગેરે. દરેક રેખા મહત્વની જાણકારી જણાવે છે. મનુષ્યના હાથમાં સૂર્યરેખાને ‘રવિરેખા’ અથવા ‘તેજસ્વી રેખા’ પણ કહેવાય છે , કારણ આ ભાગ્યરેખાથી થતા ઉજ્જવળ ભવિષ્ય અથવા સૌભાગ્યને એ રીતે ચમકાવી દે છે જે પ્રકારે સૂર્ય પોતાના પ્રખર પ્રકાશથી રાત્રીના અંધકારને દૂર કરે છે.

Advertisements

હથેળીમાં સૂર્ય રેખા ના હોય તો વ્યક્તિએ રોજ સવારે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. પોતાના સામર્થ્ય પ્રમાણે સૂર્ય દેવને નિમિત્ત પીળાં રંગની વસ્તુઓ દાન કરવી જોઈએ. શિવલિંગ પર જળ ચડાવવું, એનાથી પણ સૂર્ય સંબંધિત દોષોની શાંતિ થાય છે. તૂટેલી સૂર્ય રેખા અથવા હથેળી પર સૂર્યરેખાનું ના હોવું અશુભ માનવામાં આવે છે. જો કે આ સામાન્ય વાત છે કારણકે એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ યશ પ્રાપ્ત કરે. ઘણી વાર તો મોટા મોટા વૈગ્નાનિકોના હાથમાં પણ આ રેખા નથી હોતી.

સૂર્યરેખાનો સીધો સંબંધ સૂર્યદેવ સાથે છે સૂર્ય માન સમ્માનનો કારક ગ્રહ છે. માટે સૂર્ય રેખાના દોષોને દૂર કરવા માટે સૂર્યદેવની આરાધના કરવી જોઈએ. જે જાતકોની હાથોમાં સૂર્ય રેખા ના હોય તો એમણે સૂર્યદેવનો ઉપવાસ અને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. એ સિવાય શિવલિંગ પર જળ ચડાવવાથી અને પીળી વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ થાય છે. જો સૂર્યરેખા વિવાહ રેખાની કોઈ શાખા અથવા અંગુઠા તરફ જાય તો એ વિવાહ પછી ભાગ્યોદયનો સંકેત આપે છે.

Advertisements

આ છે એ નિશાન :

જો કોઈની હથેળી પર સૂર્ય રેખા ના હોય , પણ જો હોય અથવા તો ત્યાં ઉન્નત પર્વતની સાથે કેટલાક નિશાન હોય તો એ વ્યક્તિને વધારે ખાસ અને ક્ષમતાવાન બનાવે છે. એ વ્યક્તિને સમાજમાં પ્રસિદ્ધિ અને સમ્માન અપાવે છે અને શક્ય છે એવા વ્યક્તિ આખી દુનિયામાં ઓળખાય.

જો સૂર્ય રેખા તમારી હથેળી પર હોય અને એને કોઈ પણ મહિન રેખા વચ્ચેથી ના કાપતી હોય તો એ વધારે શુભ લક્ષણ છે. એવા વ્યક્તિ સમાજમાં ઊંચું પદ મેળવે છે.

Advertisements

જો તમારા હાથમાં એક થી વધારે સૂર્ય રેખા છે તો તમે વધારે ખાસ છો કારણકે એવું ખુબ જ વિશિષ્ટ હાથોમાં હોય છે. હથેળી પર એક થી વધારે સૂર્યરેખા હોવી એ વાતનો સંકેત આપે છે કે વ્યક્તિ સમાજમાં પોતાના કોઈ વિશિષ્ટ કાર્ય માટે ઓળખાશે.

સૂર્ય પર્વત પર ચક્રનું નિશાન હોવું વ્યક્તિને પ્રતિભાવાન બનાવે છે. એવા વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં રહેશે એને સફળતા મળે છે.

ટિપ્પણી
Advertisements

આજે સર્વાર્થસિદ્ધિ યોગ પર મહાગૌરી આ 6 રાશિ ઉપર થઈ કૃપાળુ, સૌભાગ્ય અને સુખ માં થશે વધારો

10 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ