અનકહી વાતો..

Please log in or register to like posts.
News

આજે પણ યાદ છે એ મનહૂસ દિવસ

 

ખુશનુમા જીંદગી માં વાવાઝોડું આવી ગ્યું

બધું જ ગમતું અચાનક અણગમતું થઈ ગયું

હસતો ચહેરો ઉદાસ થઈ ગયો

જાણે દુખનો પહાડ તૂટી પડ્યો

જેમ ભુખ્યાને ભોજન મળે એમ મને પણ મળી ગયું ને આવ્યો એનો વિડીયો કોલ….

સુરજમુખી નુ ફુલ જેમ તડકામાં ખીલી ઉઠે

એમ ઉદાસ ચહેરો અચાનક ખીલી ઉઠ્યો

દુખ નો પહાડ સુખનો સાગર બની ગયો

 

જયારે વિડીયો કોલ રિસીવ કર્યો કે તરત જ…..

હસતો ફરી ચહેરો ઉદાસ થઈ ગયો

સુરજમુખી ના ફુલની જેમ કરમાઈ ગયો….

સુખનો સાગર ફરી એકવાર દુખનો પહાડ બની ગયો…..

મોબાઈલ ની સ્ક્રીન ઉપર હોસ્પિટલનો એક સૂમસામ રૂમ

જેમાં એના પપ્પા , ડોક્ટર અને એક નર્સ તથા તેના રડવાનો અવાજ…..

વેન્ટીલેટરમાં થતો હ્દયના ધબકારાનો અવાજ અેના રુદન નીચે દબાઈ ગયો

ના હું કાઈ બોલી શક્યો, ના અે કાંઈ બોલી શકી…

છતાય બન્નેની આંખો ઘણુ બધુ કહી ગઈ.

અંતે અેને બોલવાનુ ચાલુ કયુઁ

 

અને મારી આંખો અે રઽવાનુ ચાલુ કયુઁ..

અે સોગઁદો અાપતી રહી ને હું સાંભળતો રહ્યો

અમે બન્ને અેક-બીજામાં ખોવાઈ ગયા

અને અેવામાં વેન્ટીલેટરનો અવાજ વધવા લાગ્યો

અને હું હચમચી ગયો..

અે બોલી મારા જવાનો સમય આવી ગયો છે 😔

તારું ધ્યાન રાખજે…

અચાનક અે જોરથી મારુ નામ બોલી સાથે સાથે વેન્ટીલેટરનો અવાજ પણ વધવા લાગ્યો અને અેમના ધબકારા ઘટવા લાગ્યા

મારા ધબકારા વધવા લાગ્યા

જાણે અેના ધબકારા મારામાં સમાઈ ગયા,

અેક પલ અેવી આવી કે વેન્ટીલેટરનો અવાજ બંધ થઈ ગયો…

 

અેનો આત્મા શરીરમાંથી છુટો પઙી ગયો…

અને જાણે મારામાં સમાઈ ગયો..

આજે પણ અે વિચારોમાં ખોવાઈ જાઊ છુ કે

અે શું કહેવા માંગતી હતી પણ બોલી ના શકી.

અને અે વિચારોમાં જ હું કયાંક ખોવાઈ જાઉ છુ…

શું કયારેય પુરી થશે…..

અધુરી રહી ગયેલી…..

આપણી એ…..

અનકહી વાતો…..

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.