વાર્તા એવા ભૂતિયા વડ ના ઝાડ ની જે પાછલા 500 વર્ષ થી બધાના માટે બનેલું છે એક રહસ્ય

Please log in or register to like posts.
News

એમ તો તમે ઘણી એવી માન્યતા ના વિશે સાંભળ્યુ હશે,જે તમને સંપૂર્ણ રીતે હલાવી ને મૂકી દે છે. કેહવા માટે આજે આપણે 21 મી સદી માં છીએ,પરંતુ આપણાં મગજ અને મન માં કેટલીક એવી માન્યતાઓ છે,જે બહાર જ નથી જઇ રહી. શ્રદ્ધા સુધી વાત બરાબર છે,પરંતુ તમારી શ્રદ્ધા જરૂર કરતાં વધારે થઈ જાય તો એને લોકો અંધવિશ્વાસ કહે છે. દુર્ભાગ્ય ના કારણે આજે પણ આપણાં દેશ માં જાત જાત ના અંધવિશ્વાસ છે,જેના પર આપણે બધા ક્યારેક ને ક્યારેક તો વિશ્વાસ જરૂર કરીએ છીએ. અંધવિશ્વાસ નો ગ્રાફ ઓછો થવા ની જગ્યા એ નવા રૂપ માં આપણાં મગજ માં ઘર કરી લે છે,જેના કારણે આપણે ઇચ્છીએ તો પણ એને બહાર નથી કાઢી શકતા. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

પંજાબ માં એક એવું ઝાડ છે,જેને લોકો મૃત્યુ નું વૃક્ષ માને છે. હાં તો,આ ઝાડ આજ નો નથી,પરંતુ 500 વર્ષ જૂનું છે. 500 વર્ષ જૂના આ ઝાડ ને લઈ ને ઘણા પ્રકાર ના અંધવિશ્વાસ ફેલાયેલા છે. અચંબા ની વાત તો એ છે કે 500 વર્ષ થી આ ઝાડ એમ નું એમ જ છે. આજે પણ પેહલા ની જેમ જ હરેલું ભરેલું દેખાય છે. પરંતુ પંજાબ ના લોકો આ વૃક્ષ થી સંપૂર્ણ રીતે ડરેલા છે. ઘણી વાર આ વૃક્ષ ને કાપવા ના પ્રયત્ન કરવા માં આવ્યા,પરંતુ લોકો નું માનવું છે કે આ વૃક્ષ ને કોઈ કાપી નથી શકતું.

વાસ્તવ માં,પંજાબ ના ફતેહગઢ સાહિબ જિલ્લા ના ચરોટી કલા ગામ માં એક એવું વડ છે,જેને લઈ ને ઘણા પ્રકાર ની માન્યતાઓ પ્રચલિત છે. ગામ ના લોકો નું કેહવું છે કે આ ઝાડ મૃત્યુ નું ઝાડ છે. આ ઝાડ ની સાથે કોઈ એ પણ અડપલાં કર્યા તો એની મૃત્યુ નિશ્ચિત માનવા માં આવે છે. આવા માં આખા ગામ માં કોઈ પણ આ ઝાડ ની નજીક નથી જતું,કેમકે એમને એમનો જીવ જવા નો ડર લાગે છે.

વૃક્ષ કાપવા વાળા ની થઈ જાય છે મૃત્યુ

લોકો નું કેહવું છે કે જો કોઈ આ વૃક્ષ ની જડો ને કાપે છે અથવા તો પછી વૃક્ષ ની સાથે કોઈ અડપલાં કરે છે,તો એની અથવા એના પરિવાર માં થી કોઈ ના કોઈ ની મૃત્યુ થઈ જાય છે. આ કોઈ અફવા નથી,પરંતુ ગામ ના લોકો એ બતાવ્યુ કે અહિયાં કેટલાક એવા કેસ થઈ ચૂક્યા છે,જેના કારણે આ વૃક્ષ ને મૃત્યુ નું વૃક્ષ કેહવા માં આવે છે. વાસ્તવ માં,ગામ ના લોકો નું કેહવું છે કે અહિયાં હમણાં જ એક ખેડૂતે આ વૃક્ષ ની જડો પોતાના ખેતર માં થી કાપી દીધી હતી,જેના થોડાક દિવસ પછી જ એની મૃત્યુ થઈ ગઈ,આવા માં ગામ ના લોકો આ વૃક્ષ ને મૃત્યુ નું વૃક્ષ કહે છે અને આના થી બધા ને દૂર રેહવા ની સલાહ પણ આપે છે.

આ છે માન્યતા

આ વડ ના ઝાડ ની પાસે એક શિવ મંદિર છે. 500 વર્ષ પેહલા આજ જગ્યા એ કેટલાક સંત આવ્યા હતા,જેમને એક ખેડૂત ને સંતાન પ્રાપ્તિ માટે એક ભસ્મ આપી હતી,પરંતુ ખેડૂત ની પત્ની એ ભસ્મ ખાવા ની ના પડી દીધી,જેના કારણે ખેડૂત સંતો ને  એ ભસ્મ પછી આપવા માંગતો હતો, પરંતુ એમણે એ ભસ્મ પછી ના લીધી. આવા માં ખેડૂત ને ઘણી ચિંતા થઈ,જેના પછી ખેડૂત એ ભસ્મ ને પોતાના ખેતર માં નાખી દીધી,અને એજ જગ્યા એ વડ નું ઝાડ ઊગી ગયું,જે સદીઓ થી ત્યાં જ છે. સાથે જ તમને એ પણ બતાવી દઈએ કે જે માણસ આ વડ ના ઝાડ ને કોઈ નુકશાન નથી પોહચાડતું એની બધી મનોકામના પૂરી થાય છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.